home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

અસમંજસ

એક નાટકબાજ યુવાન ગણતરીપૂર્વક યુવતીના દિલ સાથે રમત આદરે છે ને યુવતી એને પામવાનાં શ્રીફળ વધેરે છે!

મારું નામ અચલા વાઘેલા છે. હું ભારે મૂંઝવણમાં પડી ગઈ છું. જો મારી મૂંઝવણનો ઉકેલ નહિ આવે તો મોતને વહાલું કરતાં પણ નહિ અચકાઉં. હું મારી સ્કલૂ લાઈફમાં જ ટોમબોય હતી. મારું કસાયેલું શરીર જોઈને જ છોકરાઓ સંતાઈ જતા. તમને કહું? હું સુંદર અને નમણી છું. કોલેજમાં ગઈ ત્યારે પણ ઘણા છોકરા મારી પાછળ ગાંડા હતા. છતાં ટોમબોય જેવો મારો સ્વભાવ જોઈને જ છોકરા મારાથી દૂર રહેતા. હું કબડ્ડી, ખોખો કે ગમે તે રમતમાં હોઉં તો મારી સામેની ટીમમાં કોઈ ઊભું રહેવાનું પસંદ ન કરતા. દોડ, કબડ્ડી, ખો-ખોમાં મેં રાજ્યકક્ષાના મેડલ મેળવ્યા છે. ડાન્સ અને ગરબામાં પણ મેં મોટું નામ કમાઈ લીઘું છે.

એક દિવસે મારી પડોશવાળાં માસી તેઓ જ્યાં કામ કરવા જતાં હતાં, તે કારખાને લઈ ગયાં. એક વાત કહી દઉં કે અમારી સ્થિતિ સામાન્ય છે. કારખાનાના શેઠને મારું કામ ગમી ગયું. ને હું ત્યાં નિયમિત કામ કરવા લાગી. ત્રીજા દિવસે શેઠનો ભાણિયો ચૈતન્ય ત્યાં આવ્યો. તેને જોતાં જ તે મારા મનમાં વસી ગયો! તે ખૂબ દેખાવડો છે! તો એ ય મારી સામે ટીકી ટીકીને જોવા લાગ્યો મને પણ તેને જોવાનું ગમ્યું. દેખાવમાં મારા કરતાં વધારે સારો ને જાડો પણ મારાં કરતાં વધારે. તેની મને જોવાની, વાત કરવાની, હસવાની સ્ટાઈલ મને ગમતી પછી તો ધીરે ધીરે અમે વાતો કરવા લાગ્યાં એના કારણે જ મારા શોખ, મારું ફ્રેન્ડસર્કલ ને આગળ ભણવાનું - બઘું જ મેં છોડી દીઘું. તેને જોયા પછી જ હું જમતી. તે પણ આખો દિવસ મારી ઓફિસમાં સામે બેસતો.

તેના મામા બહાર જાય ત્યારે તે મારી સાથે મીઠી મીઠી વાતો કરતો. પણ આ વાતની તેના ભાઈને ખબર પડી. તેના ભાઈની કશીક ગલતફહમીને કારણે તે અચાનક મારી સાથે વાત કરતો બંધ થઈ ગયો. પહેલાં તો તે દરરોજ ઓફિસે આવતો, પણ પછી તો મારી સાથે વાત પણ ન કરતો. તે મારા માટે જે માનતો હોય તે, પણ તે મારું સર્વસ્વ હતો. મારી હાલત ખરાબ થઈ ગઈ. પહેલાં તો તે મારો હાથ પકડતો ને મને કહેતો ઃ ‘અચલા, તારા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું.’ મેં ખાવા પીવાનું છોડી દીઘું. જોબ પણ છોડી દીધી. મારો હેતુ જોબ દ્વારા પૈસા કમાવાનો નહિ, પણ ચૈતન્યને પામવાનો હતો. મારી મમ્મી પણ ચંિતામાં પડી ગઈ. તેના ભાઈએ મને કહી દીઘું ઃ ‘તું એને ભૂલી જજે.’

પછી શું થયું તે છ મહીના પછી તેના ભાઈએ મને પાછી જોબ પર બોલાવી. હું ગઈ. અમે એટલે કે ચૈતન્ય ને હું એકમેકને બોલતાં નહતાં. કદાચ અમારો ઈગો નડતો હશે. પણ અચાનક એક દિવસે તે મારી સાથે પહેંલાની જેમ વાત કરવા લાગ્યો. અમે બંને આઠ મહીના પછી બોલ્યાં. તેનો ભાઈ ન હોય ત્યારે જ તે મારી સાથે વાત કરે છે. તમને સાચું કહું? મારા મુખમાં જેટલીવાર ભગવાનનું નામ નથી આવતું એટલી વાર તેનું નામ આવે છે તેને પણ આ વાતની ખબર છે કે ઃ અચલા મને ભગવાન માને છે! જ્યારે મારું માથું દુઃખે ત્યારે તે દબાવી દે છે. હું તેના વગર જીવી શકું તેમ નથી. મને સાંઈબાબામાં ખૂબ જ શ્રદ્ધા છે. જ્યારે તે મારી સાથે વાત કરે ત્યારે હું દીવા-અગરબત્તી કરી શ્રીફળ વધેરું છું. મારા ઘરમાં તો અત્યારે મારી સગાઈની વાતો ચાલે છે. મેં મમ્મીને કહી દીઘું છે કે ઃ ‘હું સગાઈ નહિ કરું.’ મમ્મી મને કારણ પૂછે છે. તે કહે છે કે ઃ ‘સગાઈ માટે તું હા નહિ પાડે તો હું ઝેર પી લઈશ!’ મને ખબર છે કે હું ચૈતન્ય વિના નહિ જીવી શકું! જે દિવસે જબરદસ્તીથી મારી સગાઈ થશે તે દિવસે જ હું મોતને વહાલું કરી લઈશ. તમે મને હવે જલદીથી જણાવજો કે હું શું કરું? હું ચૈતન્યને એક પળ માટે પણ ભૂલી શકતી નથી. મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી!

- અચલા (વડાલી)

- રસ્તો તમારી પાસે જ છે ને તમારે તે અપનાવવાનો છે! તમારો લાંબો પત્ર વાંચી ગયા પછી ચૈતન્ય માટે મારા મનમાં સારો ભાવ જાગ્યો નથી! રૂપાંળું શરીર જોઈને લપસી પડનારા ઘણા હોય છે, ને એમાંનો એક છે ચૈતન્ય! તમને જોઈ રહે છે, વાતો કરે છે ને હાથ પકડી લે છે, એ બઘું તમારા દેહ તરફ આગળ વધવાના પ્રયાસ રૂપે જ છે! ચૈતન્ય ગણતરીપૂર્વક પગલાં ભરે છે! ને સાચું કહું તો તમારી એટલી ઉંમર પણ નથી કે તમે માણસના મનને ઓળખી શકો!

હા, આ ઉંમર જ એવી છે કે છોકરીની ભીતરમાં ઉથલપાથલ સર્જાવા લાગે. છોકરીના મનમાં લાગણીની ભૂખ જાગે! એ ઈચ્છે કે કોઈ એને ચાહે! અને ત્યાં જ એ ભૂલ કરી દેતી હોય છે! ને જો ચૈતન્ય સાચા દિલથી તમને ચાહતો હોય ને તમારા માટે ગમે તે કરી છુટવાની એની તૈયારી હોત તો તમારી જોબ છુટી ગઈ, એ છ માસ દરમ્યાન એ તમને મળવા આવ્યો હોત. લાગણી કે પ્રેમની અભિવ્યક્તિ માત્ર કારખાનામાં જ નથી નથી. તમને એ જરૂર મળ્યો હોત! ને બહાર મળવાનો સિલસિલો ચાલુ રાખ્યો હોત! એમાં તમારી ફ્રેન્ડનો પણ ઉપયોગ કરી શક્યો હોત. પણ તેમ નથી બન્યું. પોતાના કારખાને કામ કરવા આવતી રૂપાળી છોકરીઓને પટાવવાના દ્રષ્ટાંત ઘણાં છે! એમના આ વિલાસી માનસને સમજી લેવાની જરૂર છે!

માત્ર ભાઈની વાત જ મહત્ત્વની નથી! તમને મળવામાં તેનો ભાઈ ક્યાંય નહ્યા ન હોત! પણ એણે તો માત્ર કાચબાની જેમ ડોકને ઘડીમાં અંદર લેવાનું અને બહાર કાઢવાનું કામ કર્યું છે! તમે જો મારી વાત માનવા તૈયાર હોવ તો ચૈતન્ય સાથેના લગાવને જીવનમાંથી બાદ કરી દો! આવા ચંચલ મનના છોકરા થકી તમારી જીવનનૈયા કિનારે નહિ પહોંચે. એણે તો માત્ર એક મુગ્ધ છોકરીને સ્પર્શીને ‘પ્રેમ’નો અભિનય જ કર્યો છે તો ક્યારેક મોટાભાઈનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે. મારી સલાહ માનવાની તૈયારી હોય તો જ્ઞાતિના જ કોઈ સારા અને સુયોગ્ય યુવાનને પસંદ કરી, તેની સાથેની સગાઈની સંપત્તિ આપી દો! ચૈતન્યની ચંિતા કરવાનું છોડો. એ તો તમારો નહિ તો બીજી કોઈ રૂપાળી છોકરીનો હાથ પકડવાનું અને એના હૃદય સાથે રમત કરવાનું ચાલુ જ રાખશે! તમે શીઘ્ર આ વાત પર પડદો પાડી દો. મમ્મીની વાત સ્વીકારો ને કહી દો ઃ ‘મમ્મી, સારો છોકરો હશે તો હું જરૂર હા પાડીશ!’ ને ઈચ્છું છું કે એવું તમારે યોગ્ય પાત્ર તમને મળી જાય! તમે સુખી થાવ અને જંિદગીમાં સવળા માર્ગે આગળ વધો! ઓલ ધ બેસ્ટ.

Copyright   © Gujarat Samachar