ખોવાયેલી
વસ્તુ કે વ્યક્તિને પેન્ડ્યુલમ શોધી આપે છે !
પેન્ડ્યુલમ એક એવું સાધન છે જેનાથી
અનેક અજ્ઞાત બાબતોની જાણકારી મળી શકે છે. તેનાથી ભૂર્ગભ જળની જાણકારી
મળી શકે છે અને ધરતીના પેટાળમાં પડેલી વસ્તુ ક્યાં છે તે જાણી શકાય
છે. તેનાથી ખોવાયેલી વ્યક્તિને શોધી શકાય છે. કઈ વસ્તુથી ફાયદો
કે નુકશાન છે તે જાણી શકાય છે. તેનાથી ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં રહેલું
બાળક પુરૂષ જાતિનું છે કે સ્ત્રી જાતિનું છે તે પણ જાણી શકાય છે. પ્રાચીન
સમયમાં કેટલીક દાયણો પ્રસુતિ પીડા અનુભવતી સ્ત્રીઓને આવનાર બાળક
પુરૂષ છે કે સ્ત્રી તેવું કહી દેતી હતી. તે કહેવાની આવડત તેમનામાં
ક્યાંથી આવતી? તેમની પાસે પેન્ડ્યુલમ તો નહોતાં પણ દોરાં કે
ચેઈનના છેડા પર મણકો કે વીંટી પરોવી તેને પેન્ડ્યુલમ જેવું સાધન
બનાવી દેતી તે ગર્ભવતી સ્ત્રીના પેટ પર એ સાધન લટકાવી રાખતી
અને તે મણકો કે વીંટી કઈ દિશામાં ગતિ કરે છે તેનાં પરથી કહી દેતી
કે તેને પુત્ર જન્મશે કે પુત્રી? તેમાં તે ક્યારેય ખોટી પડતી નહોતી.
* પેન્ડ્યુલમ તો એક સીઘું સાદુ
સાધન છે. વાસ્તવમાં માહિતી તો મનથી જ પ્રગટ થાય છે. મનને તે વસ્તુ
કે ઘટના સાથે ટ્યૂન કરવાથી તેની ગહન અંતરાલમાં પડેલી માહિતી પ્રાપ્ત કરી
શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા પાણીને શોધવાની કળા ‘ડાઉસંિગ’
કે ‘ડિવાઈનંિગ’ તરીકે ઓળખાતી આવી છે.
* પહેલાં કેટલાક વિજ્ઞાનીઓ એવું માનતા
હતા કે પાણી અમુક પ્રકારનું ‘ઈલેક્ટ્રિકલ રેડિએશન’ છોડે છે જેના
તરંગો પાણીકળાનું મગજ ગ્રહણ કરી લે છે એટલે તે જમીનમાં કઈ જગ્યાએ
પાણી છે તે કહી શકે છે, પણ જો આવું હોય તો તે કેવળ પાણી જ શોધી
શકે, બીજું કાંઈ નહિ. જ્યારે આવી શક્તિ ધરાવનારા તો કોઈપણ વસ્તુ
શોધી કાઢે છે. કેટલાક તો તે જગ્યાએ જતા પણ નથી. માત્ર તે જગ્યાના
નકશા પરથી પણ ત્યાંની માહિતી પેન્ડ્યુલમ કે હેઝલ ટિ્વંગ જેવા સામાન્ય સાધનથી
આપી દે છે.
* ઈટાલીની દક્ષિણ બાજુએ આવેલી
એક ખડકાળ ગામમાં ફાધર નિકોલા સેરાસે સુકા મેવાના ઝાડની ડાળી
(હેઝલટિ્વગ દ્વારા કઈ જગ્યાએ પાણી છે તે શોધી બતાવ્યું હતું. રીમીનીથી
પશ્ચિમમાં લગભગ ૮૦ માઈલ દૂર આવેલા સરસિના નામના પર્વતીય ગામમાં
પાણીની તંગી પડી. ત્યારે તેમને બોલાવવામાં આવ્યા. તેમણે હાથમાં ઝાડની
ચિપીયા આકારની ડાળી લઈને ચાલવા માંડ્યું. ચાલતા ચાલતાં એક જગ્યાએ
આવીને અટકી ગયા અને કહેવા લાગ્યા - આ જગ્યાએ ખોદો - અહીં નીચે
પુષ્કળ પાણી છે. નિશાની કરી હતી ત્યાં ૬૦ ફૂટ જેટલું ખોદયું ત્યાં
તો પાણીનો મોટો ધોધ ફૂટી નીકળ્યો. અને પૂર આવ્યું હોય
તેમ આખું ગામ જળબંબાકાર થઈ ગયું.
* બ્રિટનનાં રોબર્ટ લેફટવિચે પણ પોતાની
ચૈતસિક શક્તિથી પેન્ડ્યુલમ જેવા સાધનનો ઉપયોગ કરીને ઘણી ખોવાયેલી
વસ્તુઓ શોધી આપી હતી અને આના પ્રયોગો ટેલિવિઝન પર પણ પ્રદર્શિત
કરાયા હતા. ભૂર્ગભમાં શું પડેલું છે તે બીજી વ્યક્તિના માઘ્યમથી પણ તે જાણી
લે છે. એવું પુરવાર કરી બતાવ્યું હતું. આવા પ્રકારની શક્તિને ટેલિપેથિક
ડાઉસંિગ કહે છે. એક પ્રયોગમાં તેને એવો નકશો આપવામાં આવ્યો જેમાં
નદી ઝરણાં કે તળાવોને દર્શાવતા તળાવો બાકાત રાખવામાં આવ્યા
હતા. બરાબર યોગ્ય સ્થાને દોરી આપ્યા હતા. જ્યારે તેમને ઓરિજિનલ
નકશા સાથે સરખાવવામાં આવ્યા ત્યારે બન્ને સરખાં જ છે એવું જોવામાં આવ્યું.
લેફટવિચે બતાવેલાં જળ નિર્દેશ કરતાં સ્થળોમાં ક્યાંય ભૂલ નહોતી.
* ડેવીડ જેકસનન નામનો એક માણસ આ
શક્તિની બાબતમાં ખૂબ જાણીતો થયો છે. આમ તો તે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર
છે. પણ ચૈતસિક શક્તિથી ભૂગર્ભની જાણકારી ધરાવવામાં માહેર હતો. અન્ડર
ગ્રાઉન્ડ હાઈ ટેન્શન કેબલના ફોલ્ટ શોધવામાં તે નિપુણ હતો. આપણે
જાણીએ છીએ કે આવા વાયરો ઓઈલ ભરેલી ટ્યૂબમાં રાખવામાં આવે છે.
એમ છતાં ઘણા સમયે આ વાયરોમાં ભંગાણ તો થાય જ. મોટા મોટા પ્લાન્ટોમાં
કઈ જગ્યાએ બ્રેકેજ કે લિકેજ છે તે શોધવાનું કામ અઘરું છે. આ
માટે ‘ટ્રાયલ એન્ડ એરર’ કરતાં રહીને થોડું થોડું ખોદીને
શોધતા રહેવું પડે. આમાં ઘણીવાર લાગે અને સમય પણ ઘણો નીકળી
જાય એને બદલે કંપની ડેવિડ જેકસનનો સંપર્ક સાધો અને ક્યાંય
ખોદયા વિના કઈ જગ્યાએ બ્રેકેજ કે લિકેજ છે તેની ખબર પડી જાય. ડેવિડ
જેકસન મોટી ધમાલ મચાવતા નહિ. કેવળ તે જગ્યાનો નકશો લઈને તેના
પર પેન્ડ્યુલમ લટકાવે. પેન્ડ્યુલમની ક્લોકવાઈઝ કે એન્ટિકલોકવાઈઝ ગતિ પ્રમાણે
તેને સવાલનો જવાબ હા કે ના તેની ખબર પડી જતી. નકશા પર તેણે જ્યાં નિશાની
કરી હોય ત્યાં ખોદવામાં આવે તો ત્યાં બ્રેકેજ નીકળતું. અદ્ભુત
વાત તો એ કે ભવિષ્યમાં કઈ જગ્યાએ વાયરમાં ભંગાણ પડશે તેની પણ તેને
પહેલેથી જાણ થઈ જતી. પેન્ડ્યુલમની શક્તિથી તે ભવિષ્યની ઘટનાનો તાગ પણ મેળવી
શકતો. તેની મોંઘી ફી પણ કંપની આપતી કેમ કે ટ્રાયલ એન્ડ એરર કરતાં
તે સસ્તી પડતી.
ચાલો, હવે વાત કરીએ ટોમ લેથબ્રિજ
નામના સર્વશ્રેષ્ઠ ડાઉસરની! કેમ્બ્રિજના પુરાતત્વશાસ્ત્રી લેથબ્રિજની ડાઉસર તરીકેની
કારકિર્દીની શરૂઆત થઈ ઈ.સ. ૧૯૩૦માં. લેથબ્રિજ બ્રિસ્ટોલ ચેનલના ધ
આઈલેન્ડ ઓફ લુન્ડીની વાઈકંિગ ગ્રેવ્ઝનો અભ્યાસ કરવા માગતા હતા. તે સ્થળ
કેવી રીતે શોધવું તે માટેના તેમની પાસે ભૂસ્તરશાસ્ત્રીય સાધનો
તો હતા જ. પણ તેમના મનમાં વિચાર આવ્યો કે શું આવા સાધન વિના
એ સ્થળ શોધી શકાય ખરું ? તેમને થયું કે ડાઉસર લોકો ઉપયોગ
કરે છે તેવી પાંખિયાવાળી હઝલ ટિ્વગનો ઉપયોગ કરવામાં શું વાંધો
છે? તે હાથમાં ડાળી પકડી રાખી લટાર મારવા લાગ્યા. તે શોધવા માંગતા
હતા તે ‘જ્વાળામુખીય થર’ આવે એટલે ડાળી સ્પ્રંિગની જેમ આંચકો
આપતી અને વળી જતી. પછી તે તેમના સાથીદાર પાસે એકસ્ટ્રા સેન્સિટિવ
મેગ્નોમીટરનો ઉપયોગ કરીને તે જમીનનું પરીક્ષણ કરાવતા તો ખરેખર ત્યાં
સ્લેટથી પરિવર્તિત થયેલા જ્વાળામુખીય ખડકોનાં થર આવેલા હતા. આ સફળતા
પછી તેમણે પેન્ડ્યુલમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પ્રથમ તેમણે જાતે જ એક
સાદુ પેન્ડ્યુલમ બનાવ્યું. એક લાંબો દોરો લઈને તેનાં નીચેના
છેડે લાકડાનો એક મણકો (બોમ્બ) બાંઘ્યો. પછી ઉપરના છેડાને એક પેન્સિલ
આડી રાખીને તેની સાથે બાંઘ્યો. આમ કરવાથી પેન્સિલ ગોળગોળ ફેરવવાથી
દોરાને વીંટાળી લંબાઈ નાની કે મોટી કરી શકાય એવી ગોઠવણ કરી
પછી તેમણે એક ચાંદીનો સિક્કો જમીન પર ગોઠવ્યો તેનાં પર પેન્ડ્યુલમ
લટકાવ્યું. આટલાથી કંઈ થયું નહિ એટલે તેની લંબાઈ વધારવા માંડી.
દોરો ઉકેલાવા લાગ્યો અને જ્યારે ચાંદીના સિક્કા અને દોરા
વચ્ચે ૬૦ સેન્ટિમીટરનું અંતર રહ્યું હશે ત્યારે પેલો મણકો જોરજોરથી વર્તુળાકારે
ફરવા માંડ્યો. લેથબ્રિજે ફરી જોયું તો બન્ને વચ્ચેનું માપ ૨૨ ઈંચ થતું
હતું. લેથબ્રિજ જણાવે છે કે પેન્ડ્યુલમની સફળતા માટે ઈંચ, સેન્ટિમીટર,
ફુટ વગેરે ઈમ્પીરીયલ મેઝરમેન્ટના માપ સાચા પડે છે. મીટર જેવા ગોપદંડો
કૃત્રિમ છે અને તેમાં સફળતા મળતી નથી. લેથબ્રિજે જાતજાતના પ્રયોગો કર્યા
અને એ શોધી કાઢ્યું કે દરેક વસ્તુને પોતાનો એક ચોક્કસ
રેટ હોય છે. કાચ, સલ્ફર, લોખંડ, સ્લેટ, અંબર વગેરે ધાતુ તત્ત્વો
જ નહિ આલ્કોહોલ, લસણ, સફરજન, વગેરેનો પણ રેટ હોય છે. દરેક
રંગોમાં પણ અલગ અલગ રેટ હોય છે. ચાંદી અને સીસાનો રેટ ૨૨ ઈંચનો
જ છે. હવે પ્રશ્ન થાય છે કે છુપાયેલી ધાતું આ બેમાંથી કઈ હશે એ
કેવી રીતે જાણવું ? લેથબ્રિજે તે પણ શોધી કાઢ્યું. પેન્ડ્યુલમ સીરીઝ
ધાતુનો નિર્દેશ કરવા ૧૬ ચક્રાવા લેતું હતું. જ્યારે ચાંદીનો
નિર્દેશ કરવા ૨૨ ચક્રાવા લેતું હતું. તાંબાનો રેટ સાડા ત્રીસ ઈંચનો
છે. આમ દરેક ધાતુ અને વસ્તુના રેટ નક્કી થાય કરાયા છે.
કોર્મવેલમાં પેન્ઝાન્સે પાસે આવેલા મેરી
મેર્ધસ તરીકે ઓળખાતા પ્રાચીનકાળના પથ્થરો કેટલા વર્ષો પૂર્વે ખોડાયેલા
હશે તેનો ચોક્કસ સમય પણ લેથબ્રિજે પેન્ડ્યુલમની મદદથી શોધી
કાઢ્યો હતો. તેમણે જે સમય જણાવ્યો તે હતો ઈ.સ. પૂર્વે ૨૫૪૦ પાછળથી
શોધાયેલી ‘કાર્બન ડેટંિગ’ પદ્ધતિથી વૈજ્ઞાનિકોએ તે પથ્થરોના
ખોડાવવાનો સમય શોઘ્યો તો તે પણ નીકળ્યો ઈ.સ. પૂર્વે ૨૫૪૦. લેથબ્રિજે
પેન્ડ્યુલમની મદદથી અનેક જગતો અને ભૂતસૃષ્ટિનું અસ્તિત્વ પણ શોધી
કાઢ્યું છે. પેન્ડ્યુલમનો ઉપયોગ કરતાં આવડે તો તમે પણ અનેક બાબતો
શોધી શકો છો.
Top
|