home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ક્ષણ-ક્ષણાર્ધ

લીલા લ્હેર - ‘સનેડો’, ‘સનેડો’!

આઝાદ ભારત ઝંિદાબાદ! આઝાદ ભારત અમર રહો! તમોને થશે કે નથી જાન્યુઆરી અને નથી ઑગષ્ટ તો પછી આવો દેશપ્રેમ ક્યાંથી ઊભરાઈ આવ્યો! પણ એ જ તો મોટું મિત્ર! રહસ્ય છે. આઝાદ ભારતનાં છપ્પન વર્ગમાં અમોને બે મહાન શબ્દોની પ્રાપ્તિ થઈ છે. જે શબ્દોએ ભારતને ચળકતું કરી મૂક્યું છે, ભારતની પ્રજાને પણ ચળકતી કરી દીધી છે. અમારાં બધાં દુઃખ-દર્દો (જો કે આમ તો અમારે કોઈ દુઃખ-દર્દ છે જ નહિ!) એ બે શબ્દોએ હરી લીધાં છે. અમારી સઘળી મૂંઝવણો એ બે શબ્દોથી ટળી ગઈ છે. અમે ભીતર અને બહારથી પ્રસન્ન પ્રસન્ન છીએ. તેથી જ મિત્ર, જાન્યુઆરી કે ઑગષ્ટ વિના પણ અમારા ભારતપ્રેમમાં મોટી ભરતી આવી છે.

આવા વિરલ, અદ્વિતીય, અનન્ય, દુનિયાની કોઈ પણ ભાષામાં મળવા મુશ્કેલ, અતિ દોહ્યલા એવા શબ્દો છે ‘ફીલ ગુડ’ અને ‘સનેડો’. ‘ફીલગુડ’ શબ્દ હવે ભૂતકાળ થઈ ગયો છે. છતાં મિત્રો, ઇતિહાસનું એ એક અમરપૃષ્ઠ બની ગયો છે. ત્યારે ભીખ માંગતા ભીખારી પણ ફીલગુડનો અનુભવ કરી રહ્યો હતો. ફાંસીએ ચઢી રહેલા દોષિત કે નિર્દોષ માણસના હોઠ ઉપર પણ અંતિમ ઇચ્છાદર્શક શબ્દ ‘ફીલ ગુડ’ હતો. અમારો, ભારતની સમજદાર પ્રજાનો, એ સુવર્ણફળ જેવો શબ્દ હતો. અમે, અમારા સઘળા દેશવાસીઓ ત્યારે માત્ર અને માત્ર ‘ગુડ’ જ ‘ફીલ’ કરતા હતા.

અમારા વર્તમાને પણ, આવો એક સવારની તરોતાજ ચ્હા જેવો, સરસ શબ્દ આપ્યો છે. એ છે ‘સનેડો’ તમે પૂછશો કે આ ‘સનેડો’ વળી શું છે? અરે, પ્રશ્ન જ મિત્ર, અનુચિત છે. તમે કમ્પ્યૂટર યુગમાં જીવો છો, પળે પળનું જીવો છો અને ‘સનેડો’ શબ્દ હજી સાંભળ્યો નથી? ‘સનેડો’નો અર્થ ન ખોળો. તમારો એ કેડો ન છોડે એવો ‘સનેડો’ છે. જુવાનોને પૂછો, વરઘોડાઓમાં (પછી એ કોઈપણ પ્રકારના વરઘોડા હોય!) નાચતા આધેડોને, ડોસા-ડોસીઓને કોઈને પણ પૂછો. ‘સનેડો’ એટલે શું તે તરત સમજાઈ જશે. ‘સનેડો’ એટલે સનેહ, પ્રેમ સાથે એવો અર્થ કાઢવો હોય તો કાઢી શકો. તમે એ ઘૂને નાચતા માણસોને નિહાળી મોં-માથા વિનાનું સાદ્દશ્ય ખોળી ‘સનેડો’ એટલે ‘સનેપાત’ એવો અર્થ પણ કદાચ આપો. અમે ભાષાશાસ્ત્રી નથી તેથી તમારા બધા અર્થોને માન્ય રાખીશું. પણ ‘સનેડો’ એટલે ‘સનેડો’...નો, કમેન્ટ!

અમે આ ‘સનેડો’ને આઘુનિક ભારતના માનવીની મહાનશોધ માનીએ છીએ. પ્રજાપાલક સરકારને પણ પ્રજાની આવી શોધોમાં જબરો રસ છે. પ્રજા માટે ફના થતી સરકારો, ચંિતા કરતી સરકારોને પ્રજા ખુશ રહે એમાં જ રસ હોય ને? પ્રજા અત્યારે આ ‘સનેડો’થી ખુશ ખુશ છે. બસ નાચો. ‘સનેડો’ ગાવ, ‘સનેડો’ જીવો, ‘સનેડો’ ખાવ, પીઓ. ‘સનેડો’ સિવાય હવે કશું બચ્યું નથી. યાત્રાઓ કાઢો, પણ પગપાળા કે રથપાળા પણ કાઢો. માતાજી, પાવાગઢનાં કે અંબાજીનાં કે પછી દશામાં. ડાકોર કે ફાગવેલ. દરેક માટે ‘સનેડો’ રચો, ‘સનેડો’ ગાવ. સરકાર મા-બાપનો સનેડો ગાઈ શકાય. અભિનેતા-અભિનેત્રીના નામનો ‘સનેડો’ પણ રચીને ગાઈ શકાય. કહેવાતા નેતાઓનો ‘સનેડો’ પણ ગાઈ શકાય, ગુરુઓનો ‘સનેડો’ પણ લખીને ગાઈ શકાય. બસ, ‘સનેડો’ જ ‘સનેડો’. ક્રિકેટરોનો પણ ‘સનેડો’ ગાઈ શકાય. બસ, ‘સનેડો’ જ ‘સનેડો’. ક્રિકેટરોનો પણ ‘સનેડો’.

‘સનેડો’માં ગળાડૂબ રહો. ‘સનેડો’ ગાતાં ગાતાં નાચતા રહો. નાચવું, આનંદવું, ગાવું એ આપણો જન્મસિદ્ધ હક્ક છે. હવે આપણી પાસે ‘સનેડો’ ગાવા જેવું બીજું કોઈ ઉત્તમકાર્ય બચ્યું નથી. સેલ્ફ ફાયનાન્સ કોલેજો, એના સંચાલકોનો ‘સનેડો’ પણ રચો, ટી.વી.નો, કમ્પ્યૂટરનો ‘સનેડો’ પણ રચો, અમુક તમુક લાંબી, જોયા વિના ચાલે જ નહિ, એવી સિરિયલોનો પણ ‘સનેડો’ રચો. ‘સનેડો’ રચવામાં ઉપયોગી એવા બિલ્ડર્સ ઉદ્યોગપતિ, પ્રધાન વગેરેના ‘સનેડા’ પણ રચો. સેક્સ અને સેન્સેક્સનો ‘સનેડો’ પણ રચો. આખો દેશ આજે ‘સનેડો’ રચવામાં પડે એવું અમે તો ઈચ્છીએ છીએ. છપ્પન વર્ષ સુધી આપણે, આપણા ભારતવાસીઓએ અને ભારતના તારણહાર રાજકારણીઓએ ઘણું કૂટ્યું, હવે કશું કરવાનું રહેતું નથી. પ્રગતિની હરણફાળના આ દિવસોમાં માત્ર ‘સનેડો’ જ રચવાનો બાકી છે. કોઈ વાંકદેખુ અકસ્માતો, લૂંટ, બળાત્કાર, આતંકવાદનો ‘સનેડો’ રચવાનું કહે તો કશો વાંધો નથી. પ્રજા અને સરકાર મા-બાપને પ્રગતિની ટોચ ઉપર પહોંચ્યા પછી ‘સનેડો’ સિવાય બીજું કરવાનું પણ શું રહે?

બસ, ‘સનેડો’ જ ‘સનેડો’! ‘સનેડો’ ગાવ, ‘સનેડો’ના શબ્દે શબ્દ નાચો... તમે ય ‘સનેડો’, હું ય ‘સનેડો’, બસ ભઈ ‘સનેડો’, ‘સનેડો’... યોગ કરો, કથા સાંભળો, ગાંધીનગર જાવ, દિલ્હી જાવ, ‘સનેડો’ જ ‘સનેડો’. સ્કૂલ-કોલેજો હડિયાદોટ ‘સનેડો’ જ ‘સનેડો’ ડોનેશન, ડોનેશન, બસ, ‘સનેડો’ જ ‘સનેડો’... મહાન શબ્દ ‘સનેડો’, ‘સનેડો’! ન પ્રશ્ન, ન ઉત્તર - ‘સનેડો’, ‘સનેડો’ !

કરો લીલા લ્હેર, ‘સનેડો’, ‘સનેડો’!

Copyright   © Gujarat Samachar