ક્રાઇમ
વોચ
આજીવન કેદ એટલે જંિદગીપર્યંત જેલની સજા
ભદ્રની સેશન્સ કોર્ટ સંકુલમાં આવેલી
જુની ઇમારતના પહેલા માળે કોર્ટના રૂમમાંથી ભર બપોરે પોલીસના ચૂસ્ત
જાપ્તા સાથે બે કેદીઓને સાબરમતી જેલમાં લઇ જવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ
ઉતાવળ કરતા હતા. પરંતુ કોર્ટ રૂમમાંથી બહાર નીકળતા જ તેની માતા અને
બહેન વળગી પડ્યા અને ઘુ્રસકે ઘુ્રસકે રડવા લાગ્યા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ
કડકાઇ કરીને કેદીઓને સીડી ઉતરવા કહ્યું. કેદી સ્વસ્થ હતો.
તેણે કહ્યું અબ તો સાહબ રહમ કરો. ઇતની જલદી ક્યું કરતે હો. કેદીની
માતા રડતા રડતા બોલી રહી હતી. જીસને મેરી ગોદ ઉઝાડી હૈ અલ્લાહ
ઉસકી ભી ગોદ ઉઝાડ દે.. માતાના આ નિઃસાસાભર્યા ઉદ્ગારો
સાંભળીને કેદી અને તેની બહેન બોલી ઉઠ્યા. નહીં અમ્મા નહીં.. ઐસા
બોલ મત બોલ. એ અચ્છા નહીં હૈ. ઘડીભર વાતાવરણમાં ખામાસો છવાઇ ગઇ
અને આસપાસ ઉભેલા સહુ કોઇ આ દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયા. કેદીને
છેવટે પોલીસ જાપ્તા સાથે સાબરમતી જેલમાં લઇ જવાયો. તે કેદીનું
નામ ફકરૂ હતો. તેની સાથે બીજા ત્રણ કેદીઓને સજા થઇ હતી અને અમદાવાદ
શહેરના ગોેમતીપુરમાં ૨૦૦૨ના વર્ષમાં ૩૦મી માર્ચના રોજ દેવાણંદ
સોલંકીની ઘાતકી હત્યા થઇ હતી અને ૩૬ ટૂકડા કરીને લાશને દફનાવી
દેવાઇ હતી. આ ચકચારભર્યા ખૂન કેસમાં સેશન્સ જજ શ્રી ડી.ટી.સોનીએ
આજીવન કેદની સજા ફરમાવી હતી. આજીવન કેદ એટલે જીવનપર્યંત જેલની
સજા. આવી સજાના કેદીની એ સ્વસ્થતા હતી કે તે સહેજપણ વિચલીત થયો
ન હતો. સજા અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે દરેક કેદી
જેમ કહે છે તેમ તેણે કહ્યું અમે નિર્દોષ છીએ. પોલીસે ખોટી
રીતે સંડોવી દીધા છે અને સજા ફરમાવતી વેળાએ દયા દાખવવામાં
આવે. શું તે જીવન પર્યન્ત જેલની સજા ભોગવશે ખરો? મીરઝાપુર રોડ પરની
અમદાવાદ રૂરલ કોર્ટના સંકુલની બહાર લતીફ-વહાબ ગેંગ દ્વારા જયપ્રકાશ
ઉર્ફે બચ્ચીસંિહ નામના કેદીને ઠાર મારવાની ઘટનામાં સાક્ષી તરીકે
સુભાષસંિહ ઠાકુરને જેલમાંથી ગયા વર્ષે અમદાવાદની સેશન્સ
કોર્ટમાં ભદ્ર ખાતે સાક્ષી જુબાની આપવા રજૂ કરવામાં આવ્યો હતો. એક
ગેગસ્ટરનું કેવું સામાજ્રય હોય છે તેની ઝલક તે દિવસે તેની સુરક્ષામાં
તૈનાત તેના ખાનગી અંગરક્ષકો અને પોલીસ જાપ્તાએ પૂરી પાડી હતી. મુંબઇની
જૈ.જૈ.હોસ્પિટલમાં દાયકા પૂર્વે થયેલા શુટ આઉટમાં તે સામેલ હતો.
ઉત્તર પ્રદેશનો વતની સુભાષસંિહ ઠાકુર ને પણ આજીવન કેદની
સજા એટલે જીવન પર્યન્તની જેલની સજા થઇ હતી.
ભારતીય દંડ સંહિતામાં આજીવન કેદની
સજાના બે ડઝનથી વઘુ ગંભીર પ્રકારના ગુનાઓ છે. આજીવન કેદ એટલે
કેટલા વર્ષની કેદ ગણવી? ૧૪ વર્ષ ? ૨૦ વર્ષ? કે જીવન પર્યંત.
પશ્ચિમ બંગાળના કાર્તિક બિશ્વાસના કેસમાં
તેણે પોતાની આજીવન કેદની સજા સુપ્રિમ કોર્ટ સમક્ષ પડકારી. ખૂનના
ગુનામાં થયેલી તેની સજા આજીવન કેદની હતી અને આ સજા હાઇકોર્ટ અને
સુપ્રિમ કોર્ટે માન્ય રાખી હતી. તેણે જંિદગીના ૨૧ વર્ષ જેલમાં ગુજાર્યા
હતા અને છતાં તેને છોડવામં આવ્યો ન હતો. તેણે એવો મુદ્દો ઉપસ્થિત
કર્યો કે આજીવન કેદનો અર્થ ૨૦ વર્ષની કેદ ગણવાની થાય છે
અને તેમાં પણ સરકાર જો માફી આપે તો ઘટીને ઓછી થઇ શકે છે. આ સજાની
ગણતરી માટે તેણે ૧૯૦૦નો પ્રિઝનર્સ એક્ટની કલમ ૩૨ ટાંકી. જેમાં દેશ
નિકાલની સજાનો ઉલ્લેખ હતો. ઇન્ડિયન પીનલ કોડમાં કલમ ૫૩માં થી દેશ
નિકાલની સજા ૧લ૫૫માં કાઢી નાખી હોવા છતાં પ્રિઝનર્સ એક્ટમાં અસ્તિત્વ ધરાવે
છે. આથી સરકારે ૨૦ વર્ષ કરતાં વઘુ સમય સુધી જેલમાં રાખ્યો હોઇ
વ્યક્તિ સ્વાતંત્રનું ઉલ્લંઘન કર્યું છે અને તે બદલ વળતર આપે.
સુપ્રિમ કોર્ટ સમક્ષ આ બાબતની ત્રણ કેસમાં
વિષદ ચર્ચા થઇ છે. ગુજરાત હાઇકોર્ટના એક સમયના જજ અને હાલના
સુપ્રિમ કોર્ટના જજ શ્રી કે.જી.બાલાકૃષ્ણન અને જજ શ્રી બી.એન.શ્રીક્રિશ્નની બેચે
આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતો આપેલો ચૂકાદો માર્ગ દર્શક
છે. એમ.મુન્ના વિરૂઘ્ધ કેન્દ્ર સરકાર અને કાર્તિક બિશ્વાસ વિરૂઘ્ધ
વેસ્ટ બેંગાલના કેસમાં આજીવન કેદની સજા એેટલે કેટલા વર્ષની સજા
ગણવી તે બાબત નક્કી કરવા દાદ માગવામાં આવી હતી.
ઇન્ડિયન પીનલ કોડનું પ્રકરણમાં સજાના પ્રકાર
દર્શાવાયા છે. જેમાં પ્રથમ સજા- મૃત્યુ દંડની છે. એટલે કે મૃત્યુની
સજા. મૃત્યુ ફાંસીએ લટકાવીને નીપજાવવું કે અન્ય રીતે તે અંગેની કોઇ જ
સ્પષ્ટતા નથી. બીજી સજા આજીવન કેદની સજા છે. ત્રીજી સજા ે રદ કરાઇ
છે. ચોથી સજાના બે પેટા પ્રકાર દર્શાવ્યા છે.(૧) સખત કેદની સજાની
છે. સખત સજા એટલે સખત પરિશ્રમ સાથેની સજા, અને (૨) સાદી કેદની
સજા. એટલે કે પરિશ્રમ વગરની સજા. પાંચમી સજા મિલકત જપ્તીની છે. અને છઠ્ઠી
સજા દંડની છે. કોઇપણ આરોપી ગુના અંગે દોષિત ઠરેથી આ
પૈકીની કોઇપણ સજા ગુનામાં ઠરાવેલી જોગવાઇ મુજબ કરવામાં આવે છે. ૧૯૫૫માં
સુધારા દ્વારા કલમ-૫૩ એ માં દેશ નિકાલની સજાને આજીવન કેદની
સજા તરીકે ગણાવાનું ઠરાવાયું છે.
સુપ્રિમ કોર્ટે આ કેસમાં ઠરાવ્યું કે
પ્રિઝનર્સ એક્ટની દેશ નિકાલની સજાનો આધાર ખોટો લેવામાં આવ્યો
છે. પ્રિઝન એક્ટ પ્રક્રિયાને લગતો કાયદો છે એને તે અનવેયે જેલને
સજાની ગણતરી કે સજા માફીની કોઇ સત્તા અપાઇ નથી. જેલના કેદીને
તે અનવયે કોઇ અધિકાર મળી જતો નથી કે તે ૨૦ વર્ષે જેલમાંથી છૂટી
જાય. આઇપીસીમાંથી દેશ નિકાલની સજા જ રદ થઇ ગઇ છે. તેથી તે
ઘ્યનામાં લઇ ન શકાય. આઇપીસી કે ક્રિમીનલ પ્રોસીજર કોડમાં ક્યાંય એવું
લખ્યું નથી કે આજીવન કેદની સજા એટલે ૧૪ વર્ષ ગણવી કે ૨૦ વર્ષ ગણવી.
માત્ર કલમ ૫૫માં એવો નિર્દેશ છે કે સરકાર સજામાં માફી આપવાનો
નિર્ણય કરે તો આજીવન કેદની સજા માટે ૨૦ વર્ષનો સમય લાગુ પડશે.(કલમ
૪૫માં જીવનનો શબ્દ આપેલો છે. જંિદગી એટલે માણસની જંિદગી.)
૧૯૬૧માં સુપ્રિમ કોર્ટે ગોપાલ ગોડસેના કેસમાં આ જ મુદ્દે અર્થઘટન કરીને
સ્પષ્ટ કર્યું છે કે આજીવન કેદ એટલે તેનો કોઇ ચોક્કસ સમય નિશ્ચત નથી
એટલે પ્રથમ દ્રષ્ટિએ જ તને અર્થ કેદીના કુદરતી જીવનનો અંત ન આવે
ત્યાં સુધી જીવનની કેદ જ ગણવાનો રહે છે. આ ઉપરાંત આ સજા
એટલે પરિશ્રમ સાથેની સખત કેદની સજા જ ગણાય. સાદી કેદની
સજા નહીં. કારણ કે આજીવન કેદની સજા એ ભયાવહ પ્રકારની સજા છે. કોર્ટને
આ સજા ફરમાવવાની સત્તા ક્રિમિનલ પ્રોસીજરની કલમ ૪૧૮ હેઠળ અપાયેલી
છે. જે અન્વયે કેદીને આજીવન સજા ભોગવવા જેલમાં રાખવા માટેનો આદેશ
પાઠવવામાં આવે છે અને તે માટે કોર્ટ વોરંટ જારી કરે છે.
૨૦૦૫માં સુપ્રિમ કોર્ટે આપેલા આ ચૂકાદો
ખૂન-લૂંટ કે ધાડ કે રાષ્ટ્રદ્રોહ જેવા ગંભીર ગુના કરનારાઓને જીવન
પર્યન્તની સજા થાય તે માટે પ્રોસીક્યુશન પક્ષ માટે કોર્ટમાં રજૂઆત કરવા
માટે ખૂબ ઉપયોગી થઇ શકે તેમ છે.
Top
|