home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ચેતના

કોઇપણ ગીત ગાવાથી ખરેખર ભુત આવે ખરૂં ?

મગજમાં આવતા વિચારોનો કોઇ અંત જ નથી. વિચારોની પ્રક્રિયા જાગૃત અવસ્થા દરમ્યાન તો ચાલુ જ હોય છે. પરંતુ નંિદ્રાવસ્થા દરમ્યાન પણ વિચારો આવ્યા કરતાં હોય છે. જયારે આ વિચારોનું દબાણ અમુક હદ કરતાં વધી જાય અથવા ભલે ઓછા વિચારો આવતાં હોય પરંતુ એ વિચારો મનને ગમતાં ના હોય ત્યારે મન ડીસ્ટર્બ થઇ જાય છે.

વાસ્તવિક વિચારો આવવા એ સામાન્ય બાબત છે. પરંતુ અવાસ્તવિક અથવા કાલ્પનિક વિચારો આવવા એ સામાન્ય બાબત ના ગણી શકાય. દા.ત. પરીક્ષામાં બેસવાનું હોય, ઇન્ટરવ્યુમાં જવાનું હોય, મહેમાનો આવવાના હોય, ફરવા જવાનું હોય, વિ.વિ. પરિસ્થિતિમાં મનમાં થોડો ડર અથવા રઘવાટ પેદા થાય છે. શું થશે ? કેમ કરીશ ? વિ.વિ. વિચારો વાસ્તવિક ગણી શકાય. પરંતુ જે વાત તદ્‌ન અવૈજ્ઞાનિક અથવા તેનું કોઇ મુળ જ ના હોય - સાવ અઘ્ધરતાલ વાત હોય - જેમ કે ભુત આવે છે, આ વિચાર બિલબુલ અસામાન્ય કહી શકાય.

આજકાલ તમે કયાંક વાંચ્યું હશે કે જોયું હશે કે સાંભળ્યું હશે - કે અમુક ગીત ગાવાથી ભુત પ્રકટ થાય છે. કેટલી હાસ્યાસ્પદ વાત કહી શકાય ? હોરર ફિલ્મમાં ભુત બતાવવું એ જુદી વાત છે. પરંતુ ગીત ગાવાથી ભુત આવે છે. આ વાત કેટલી ગેરસમજુતી પેદા કરે છે તેનો કોઇને ખ્યાલ નથી. અમુક નબળા મનના માણસો અથવા માનસિક રોગથી પીડાતા લોકો આવું સાચું પણ માને છે. અને લોકોને સમજાવતા પણ હોય છે કે ભુત આવે છે.

નાનપણથી જ આપણા મનમાં ભુત વિષેની એક છબી મુકવામાં આવતી હોય છે. એ ભુત આવ્યું. અમુક મકાનમાં, જગ્યામાં, કયાંય પણ ભુત રહે છે. એ વાત ઠસાવવામાં આવતી હોય છે. બાકી હોય તેમ કેટલીક ફિલ્મોમાં અથવા સિરીયલોમાં ભુત વિષે વાતો કરવામાં આવતી હોય છે. ભુત બતાવવામાં આવતું હોય છે. આમ શરૂઆતથી જ ભુત હકિકતમાં છે જ એવું મગજમાં ઠસાવવામાં આવે છે. અને લોકો ડરતાં પણ હોય છે. એવામાં એકાદ વ્યકિત કે જે ખરેખર માનસિક રોગથી પીડાતો હોય છે - તે જાહેર કરે છે કે મેં ભુત જોયું અને અઘુરામાં પુરું સાંભળનાર બીજી વ્યકિત તેનું માની પણ લે છે. કે ભુત આવે છે - બસ થઇ રહ્યું. વાત પ્રસરે છે. એક માં બે, બેમાંથી ચાર અને ત્યારબાદ સેંકડો લોકો વાત માનતા થઇ જાય છે. હકિકતમાં આ વાતની ચોકસાઇ અથવા સ્પષ્ટતા કરવા કોઇ જતું નથી - પરિણામે વાત ફેલાઇ જાય છે કે ભુત આવે છે.

વાંચક મિત્રો, ભુત આવવું અથવા દેખાવવું અથવા ભુતનું રહેવું. આ બધી વાતો વાહિયાત છે. કાલ્પનિક છે અને અવાસ્તવિક છે.

હકિકતમાં માનસિક રોગ દ્વારા ખાસ કરીને (સીઝોફ્રેનિક દર્દી) આ પ્રકારની વાતો કરતાં હોય છે અને કમનસીબે સ્વસ્થ્ય મનની વ્યકિત આ વાત સાચી માની લે છે - અને ત્યારબાદ તેનો ઝડપથી ફેલાવો થાય છે.

ટુંકમાં માનસિક રોગનો દર્દી (સિઝોફ્રેનિયા) આવા કાલ્પનિક વિચારો કરવા ટેવાયેલો હોય છે. મોટાભાગનો સમય એકલતામાં વિતાવતો હોય છે. પોતાના જ વિચારોમાં રચ્યોપચ્યો રહે છે. તદ્‌ન અવાસ્તવિક, Pseuduthilosophical, Pseudolreligious, વાતો કરતો હોય છે. જેને કયારેક લોકો સાચું માની લે છે. અને ત્યાર બાદ વાતનું વતેસર થઇ જાય છે.

Copyright   © Gujarat Samachar