ચાઇલ્ડ કેર
સેરેબ્રલ પાલ્સી શું છે ?
આપણા દેશમાં એકથી પાંચ ટકા
બાળકો ઓછા-વત્તા પ્રમાણમાં અપંગતા ધરાવે છે. નવજાત બાળકનો
મૃત્યુદર જેમ ઓછો થાય તેમ બ્રેઇન ડેમેજ બાળકની શકયતા વધતી
રહે છે. બાળકની અપંગતા તેના જીવન, ભણતર, ઘડતર અને હલન-ચલન પર ભારે નુકસાન
કરે છે. અને કુટુંબ પર મોટું આર્થિક અને માનસિક બોજો બને છે. બાળકની
અપંગતા ડીસેબીલીટી મગજ, આંખ, કાન સ્નાયુ કે હાડકાના રોગને લીધે
પરિણમે છે. ખાસ અગત્યતા બાળકનું નિદાન તેની કઇ ઉંમરે અને કેટલું
વહેલું થાય છે તેની હોય છે.
શા માટે ઃ-
બાળકના કુદરતી વિકાસમાં જન્મ પહેલા, પ્રેગનન્સી સમયે, સુવાવડ સમયે
કે તે પછી તરતના ગાળામાં નુકસાન થતા અવરોધ ઉત્પન્ન થતા અપંગતા
જન્મે છે. જેટલું કારણ વહેલું તેટલું નુકશાન વધારે. પ્રેગનન્સી સમયે
લીધેલી દવા, રોગો, ક્ષકિરણો વગેરે ખોડ-ખાંપણ ઉત્પન્ન કરી
શકે. જન્મ સમયે યોગ્ય માત્રામાં બાળકને ઓકસીજન ન મળે તો મગજને નુકશાન
થઇ સેરેબ્રલ પાલ્સી નામનો રોગ થાય. જન્મ પછીની તરત ની જ આ ક્ષણો ન
સચવાતા બાળકને જીવનભરની નુકશાની વહોરવી પડે. કેટલાક ડીજનરેટીવ રોગો
હોય જેમાં બાળક નોર્મલ જન્મ્યું હોય પછીની ઉંમરે મગજને નુકસાન થતા
બાળક મંદબુઘ્ધિનું થવા માંડતું હોય છે. આંખમાં ચેપ, જન્મજાત
મોતિયો, વીટામીન એની ખામી. મગજના રોગોને લીધે બાળક દ્રષ્ટિ ગુમાવે
છે. જન્મ સમયે થયેલો ભારે કમળો કે બાળપણની અમુક દવાઓથી બાળકને
જીવનભરની નુકસાની વહોરવી પડે. ડીજનરેટીવ રોગો હોય જેમાં બાળકે કમળો
કે બાળપણની અમુક દવાઓથી બાળકને બહેરાશ આવી શકે. પોલિયો અને
ડીસ્ટ્રોફી નામના રોગમાં બાળકના સ્નાયુ કામ કરી ન શકતા અપંગતા પામે
છે.
નિદાન કેટલું વહેલું ? ઃ-
૨ મહિને બાળક હસે નહીં, ૪ મહિને માથુ ટટ્ટાર ન રાખે, ૮ મહિને બેસે નહિ,
કે ૧૨ મહિને ટેકા વગર ઊભું ન રહે તો ડોકટરને જણાવો. બાળક નીરસ રહે.
૨ મહિના પછી સખત મુઠ્ઠી વાળેલી રાખે, સ્નાયુઓ કડક રાખે, ખેંચ આવતી
હોય, ખૂબ મોટું માથું કે નાનું માથુ લાગે તો આવા બાળકોને જન્મ
સમયે મગજનું નુકશાન થઇ શકયું હોય. ૧ મહિને બાળક પ્રકાશની દિશા
ઓળખી શકે. આંખની કીકી અનિયમિત ફર્યા કરે. આંખમાં ડાઘ દેખાય.
આવા બાળકની આંખો ડોકટર ખાસ તપાસશે. બાળક મોડું બોલતા શીખે, સ્કૂલમાં
નીરસ રહે, બેઘ્યાન રહે તો કાનની તપાસ અવશ્ય કરાવવી. જયારે માતાને પ્રેગનન્સી
દરમ્યાન ભારે રોગો થયા હોય, કુટુંબમાં કોઇ આવા વારસાગત રોગો
હોય. નબળું અને ઓછા વજનવાળું બાળક હોય ત્યારે ડોકટર તમને અવશ્ય
સજાગ રાખશે. તમારા બાળકના વૃઘ્ધિ અને વિકાસના સીમાચિન્હો વિષે
જાણકારી અને નિયમિત ડોકટરી તપાસ ખુબ જરૂરી છે.
સારવાર ઃ-
હાઈ રીકસ્ક બાળકોના મગજના વિકાસને પ્રોત્સાહિત કરવા ઘ્યાન રાખવું જરૂરી
છે. ફરતાં રંગીન રમકડા બાળકની દ્રષ્ટિને ઉત્તેજન આપશે. રમાડવું તેના
મગજને ઉત્તેજીત કરશે. ધીમો મસાજ, અમુક પોઝીશનમાં બાળકને
રાખવું, ધીમી કસરત તેના સ્નાયુઓને કડક નહીં થવા દે. વૈજ્ઞાનિક
પઘ્ધતિથી પણ પુરવાર થયું છે કે બાળઉછેરના આપણા રિવાજો નબળા બાળકને
વઘુ મદદરૂપ છે. ડોકટરી તપાસ, દવાઓ, નિયમિત કસરત અને
માતા પિતાની રોગ વિષેની સમજ સારવારનો આધાર હોય છે. સેરેબ્રલ
પાલ્સીના બાળકોને ખાસ કસરત કરાવવી પડે. સ્નાયુના ઓપરેશન થઇ શકે છે.
|