home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કેરિયર હોટલાઈન
આઈ.ટી અને મ્ર્ઁં ક્ષેત્રે આવી રહેલી જંગી તકો ઝડપી લેવા સ્ણભન્ ના ડિપ્લોમા કોર્સ

ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું નામ સિતારાની જેમ ચમકી રહ્યું છે. છેલ્લા દાયકામાં આ.ટી. અને બી.પી.ઓ. સર્વિસનું ટર્નઓવર વાર્ષિક ૨૫ ટકાના દરે વધી રહ્યું છે. નાસ્કોમ-૨૦૦૫ સર્વે મુજબ ૨૦૧૦ સુધીમાં આપણો દેશ ૬૦ બિલિયન ડોલર્સની આવક માત્ર આઈ.ટી. સેવાઓની નિકાસમાંથી મેળવશે.

આ પરિસ્થિતિ આઈ.ટી. ક્ષેત્રે કારકિર્દી માટે અત્યંત આકર્ષક અને પ્રોત્સાહક જણાઈ રહી છે. ‘નોલેજ વર્કર’ની દુનિયાભરની ફોજના ૨૮ ટકા માત્ર ભારતિયો જ છે. તેમ છતાં પણ ૨૦૧૦ સુધીમાં આ ક્ષેત્ર પાંચ લાખ નવી જગ્યાઓનું નિર્માણ થવાના એંધાણ છે. આઈટી અને BPO સેક્ટરમાં ૨૦૧૦ સુધીમાં ૧૬ લાખ જોબ ઉભી થશે તે પૈકી પાંચ લાખ આઈ.ટી. પ્રોફેશનલોની નવી ભરતી કરવાનો વારો આવશે. આ પરિપ્રેક્ષ્યમાં અઢી લાખ જેટલા એન્જિનિયરંિગના પદવીધારકો તેમજ ડિપ્લોમાધારકો આઈ.ટી. તરફ ધસારો કરશે તેમાં શંકાને સ્થાન નથી.

આ તકોનો લાભ લેવા માટે આઈ.ટી. અને કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે અનેક નવા કોર્સ શરૂ થઈ રહ્યાં છે. તેમાંના ઘણાં કોર્સ ખાનગી સંસ્થાઓ ચલાવતી હોય છે. સરકાર પણ આ દિશામાં પ્રશિક્ષણ આપવા માટે સુસજ્જ છે. તેથી જ તો સરકારી ક્ષેત્રની આઈ.ટી. સંસ્થાઓએ સોફટવેર ડેવલપમેન્ટના અત્યાઘુનિક અભ્યાસક્રમો રજુ કર્યા છે. મહારાષ્ટ્ર, સરકારની મહારાષ્ટ્ર નોલેજ કોર્પોરેશન લિમિટેડ (MKCL) દ્વારા શરૂ કરાયેલા ડિપ્લોમા કોર્સ તરફ પણ એક નજર નાંખવા જેવી છે. આગામી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન સોફટવેર ડેવલપમેન્ટ (DST) અંતર્ગત JAVA અને .NET ના બે ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ થયા છે.

મહારાષ્ટ્ર સરકારના ઉપક્રમે MKCL દ્વારા આઈ.ટી. ક્ષેત્રે સોફટવેર ડેવલપમેન્ટને વઘુ પ્રચલિત બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ કોર્સ MKCL અને મહારાષ્ટ્રની નવ યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમે શરૂ થયો છે. છ માસના ડિપ્લોમા કોર્સમાં તમામ બાબતો સાંકળી લેવામાં આવી છે. આ કોર્સ પૂર્ણ સમયના એટલે કે સવારના ૮થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી સળંગ ચાલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમાં થિયરી, પ્રેક્ટિકલ અને ટેસ્ટની ઈલાયદી વ્યવસ્થા હોય છે. છ મહિના સુધી દરરોજ ૧૨ થી ૧૪ કલાકની સઘન તાલિમ બાદ વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત થાય છે. આટલા સમયગાળામાં પણ સમગ્ર કોર્સ આવરી લેવામાં આવે છે.

DST જાવા ટ્રેક

આ કોર્સ મૂળ જાવા બેઝડ પ્રોગ્રામંિગ, રેડ હેટ લિન્ક્ષ અને નેટવર્કંિગ પર આધારિત છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓરેકલ- 10g બિઝનેસ ઈન્ટેલિજન્સ, વેબ ટેકનોલોજી, મિડલવેર, વેબ ટેકનોલોજી, ડેવલપમેન્ટ મેથોડોલોની, સોફટવેર આર્કિટેકચર, ડિઝાઈન પેટર્ન, સોફટવેર ટ્રેનંિગ, જાવા સિક્યુરિટી વગેરે શિખવાડવામાં આવે છે. આ કોર્સમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટને પણ આવરી લેવામાં આવે છે. કોર્સમાં દરેક વિદ્યાર્થી દ્વારા એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ કરી કોર્પોરેટ ક્ષેત્ર જોડે સાંકળી લેવામાં આવે છે.

વિદ્યાર્થીઓ હરિફાઈના યુગમાં અગ્રેસર રહી શકે તે માટે વિવિધ પ્રકારની સોફટ સ્કીલ્સ પણ શિખડાડવામાં આવે છે. જેમાં બિઝનેસ ઈંગ્લીશ, પ્રેઝન્ટેશન, કોમ્યુનિકેશન, ટાઈમ મેનેજમેન્ટ ઈન્ટરવ્યુ ટેકનિક વગેરેનો સમાવેશ થાય છે. આમ MKCL દ્વારા જાવાના ડિપ્લોમાને સર્વાંગ સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ થયો છે.

DST-. નેટ ટ્રેક

આ કોર્સ માઈક્રોસોફટ આધારિત સોફટવેર ડિપ્લોમા કોર્સ છે. જેમાં માઈક્રોસોફટ- 2003XP ઓપરેટીંગ સિસ્ટમ અને નેટવર્કંિગ કન્સેપ્ટનો મુખ્ય સમાવેશ થાય છે. તદ્‌ઉપરાંત SQC સર્વટ, બિઝનેસ ઈન્ટેલિજન્સ, ડેટા વેરહાઉસંિગ, ડેટા માઈનીંગ, વિઝ્‌યુઅલ સ્ટુડીઓ ૨૦૦૫, C# 2.0, વિન્ડો ફોર્મ્સ, ક્લિક વન, સોકેટ પ્રોગ્રામંિગ, ડોટનેટ રીમોટીંગ, AOP, જાવા સ્ક્રીપ્ટ, ASP.Net, IIS, મિડલવેર, વેબ સર્વિસીઝને આવરી લેવાયા છે.

તદ્‌ઉપરાંત સોફટવેર આર્કિટેકચર, સોફટવેર ટેસ્ટીંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સિક્યોરિટી વગેરે બાબતોનો પણ સમાવેશ થાય છે. જાવાના કોર્સની જેમ સોફટ સ્કીલ્સનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આ સમગ્ર કોર્સનું પ્રશિક્ષણ ખાસ વી-સ્ટે દ્વારા ઈન્ટર-એક્ટિવ સેશન્સ દ્વારા આપવામાં આવે છે. પૂના સ્થિત સ્ટુડિયો ખાતે વિષય નિષ્ણાતો લેકચર આપશે જે સમગ્ર દેશમાં પ્રસારિત થશે. લેકચર દરમ્યાન વિદ્યાર્થીઓ મુંઝવતા પ્રશ્નો પણ ફેકલ્ટીને સીધા પૂછી શકે છે. વિડીયો કોન્ફરન્સ પદ્ધતિ દ્વારા કલાસરૂમમાં જ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે. આ ઉપરાંત MKCL ફિનિશીંગ સ્કૂલ દ્વારા પ્રશિક્ષિત સ્થાનિક ફેકલ્ટી પણ માર્ગદર્શન આપસે. આ કોર્સના વિદ્યાર્થીઓની પ્લેસમેન્ટ પ્રક્રિયા પણ વિડીયો કોન્ફરન્સ માઘ્યમથી થાય છે એ પણ કોર્સની ખાસિયત છે.

પ્રવેશ પ્રક્રિયા

DST ના બન્ને કોર્સ જાવા અને ડોટનેટ બન્નેમાં પ્રવેશ લેવા માટે એન્જિનીયરીંગની કોઈપણ બ્રાન્ચનો વિદ્યાર્થી લાયકાત ધરાવે છે. એન્જિનીયરંિગની પરંપરાગત શાખાઓ જેવી કે કેમિકલ, મિકેનિકલ, ઈ.સી. આઈ.સી., સિવિલ વગેરે તમામના વિદ્યાર્થીઓ માટે આ આઈ.ટી. પ્રોફેશનલ બનવાનો શ્રેષ્ઠ કોર્સ કહી શકાય. B.E./B.Tech ઉપરાંત B.Sc કે M.Sc કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ ડિપ્લોમામાં જોડાઈ શકે છે.

કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવા B.C.A., M.CA, M.SC, M.B.A. થયેલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે છે.

હાલ સ્નાતક પરીક્ષાના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અત્યારે ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા ભારતભરના ૬૧ કેન્દ્રો ખાતે યોજાશે જેમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે ભવન્સ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સ્ટેજ-૧ની પરીક્ષા ૯૦ મિનિટની રહેશે જેમાં વિદ્યાર્થીનો જનરલ એટ્ટીટ્યૂડ ચકાસવા માટે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. સ્ટેજ-૨માં કોમ્પ્યુટર ફન્ડામેન્ટલને લગતો ઓન-લાઈન કોમ્પ્યુટર કોર્સ રાખવામાં આવ્યો છે. આ બન્ને તબક્કા પછી ઈન્ટરવ્યુ બાદ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. આ કોર્સ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક માટેનો છે. પરંતુ એન્જિનીયરીંગ અથવા ફિઝીકસ, મેથ્સ, કોમ્પ્યુટર સાયન્સનું બેકગ્રાઉન્ડ ધરાવતા યુવામિત્રો માટે એકદમ યોગ્ય છે. જે વિદ્યાર્થીઓ અન્ય બ્રાન્ચના હોય પરંતુ કોમ્પ્યુટર કોર્સ દ્વારા અપ-ડેટ થયા હોય તેઓ પણ પ્રવેશ માટે અવશ્ય તક લઈ શકે છે.

આ બન્ને ડિપ્લોમા કોર્સમાં જોડાવા માટે પ્રવેશ પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓએ નીચેના સરનામે ‘‘મહારાષ્ટ્ર નોલેજ કોર્પોરેશન લિ.’’ના નામનો પૂર્ણની બેન્કની શાખા ઉપર લખાયેલો રૂા. ૩૫૦નો ડીમાન્ડ ડ્રાફટ રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવો.

MKCL Finishing School (Ahmedabad), 8th floor, corporate House, Judges Bunglow Road, Ahmedabad- 380 054. (ફોન નં. 40032558, 26852554 to 6) ઈ-મેઈલ- fsahmedabad@mkcl.org.

ડ્રાફટની સાથે ટપાલમાં તમારું સંપૂર્ણ સરનામું, કોન્ટેકટ નંબર વગેરે અવશ્ય દર્શાવવા. વળી ડ્રાફટ મોકલ્યા પછી સ્ટેજ-૧ની પરીક્ષા આપવા માટે પણ ઉપરનાં સરનામે સંપર્ક સાધવો અથવા બીજો વિકલ્પ ઓન-લાઈન રજીસ્ટ્રેશનનો પણ છે. જે અંગે તમે MKCL ની સત્તાવાર વેબસાઈટ www.mkcl.org/DST ઉપર જઈને એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો.

આ કોર્સમાં જોડાવા માટે ડ્રાફટ પહોંચાડીને એપ્લિકેશન ભરવાની છેલ્લી તારીખ ૧૯-૬-૨૦૦૬ છે. સ્ટેજ-૧ની પરીક્ષા ૨૫-૬-૨૦૦૬ના રોજ યોજાનાર છે.

આઈ.ટી. અને કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી ઘડવી હોય તો અભ્યાસ એવો કરવો કે નોકરીએ રાખનાર તમને શોધતા આવે અને કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા જ આકર્ષક પગારે જોબ ઓફર કરવા પડાપડી કરે. MKCL નો DST કોર્સ સોફટવેર ડેવલપમેન્ટ પ્રોફેશનલ બનવા માટેનો માત્ર છ મહિનાનો સઘન ડિપ્લોમા કોર્સ છે. જે આવી જ ઉત્કૃષ્ટ જોબ મેળવવા માટેની ‘માસ્ટર કી’ બની રહેશે.

Top

Copyright   © Gujarat Samachar