home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કેરિયર બુલેટિન
ટેકનોલોજી ક્ષેત્રે ટોચની ઇજનેરી સંસ્થા ગણાતી મ્ૈં્‌જી પીલાણીના સ્નાતક કોર્સમાં પ્રવેશની તકો

ધો.- ૧૨ (સાયન્સ)ની બોર્ડ પરીક્ષા આપ્યા પછી પરિણામ બહાર પડી ન જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત ટકાવારીની ચંિતા કર્યા કરતા હોય છે. રખેને ધાર્યા કરતા ઓછા ટકા આવે તો વિદ્યાર્થીને મનપસંદ લાઇનમાં પ્રવેશ મેળવવાની યોજના ઉપર પાણી ફરી વળે. આથી સારી બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ વૈકલ્પિક આયોજન કરી રાખે તે તેમના જ હિતમાં છે.

ધો.-૧૨ના વિદ્યાર્થીઓને અમે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.)ની જોઇન્ટ એન્ટરન્સ એક્ઝામ (JEE) આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આઇ.આઇ.ટી.માં અભ્યાસ કરવો એ એક લ્હાવો છે. આ સંસ્થાઓએ દેશને ઉમદા ટેકનોક્રેટ આપ્યા છે. ટેકનોલોજીના અભ્યાસ માટે આઇ.આઇ.ટી. જેનું બીજું ઉત્તમ માઘ્યમ નહીં મળે તેવી જ રીતે ડોક્ટર બનવા ઇચ્છતા વિદ્યાર્થી મિત્રોને પ્રિ-મેડિકલ ટેસ્ટ (PMT) અંગે માહિતી આપી હતી. દેશભરની મેડિકલ કોલેજોમાં આ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારો માટે જગ્યાઓ આરક્ષિત રાખવામાં આવે છે. આ પ્રકારની પરીક્ષાઓ આપીને વિદ્યાર્થી સારી સંસ્થાઓના કોર્સમાં કારણોસર બોર્ડમાં ઓછા ટકા આવે ત્યારે સારા કોર્સમાં જોડાવા માટે આવી પરીક્ષાઓ ઉપયોગી નીવડી શકે છે.

આજે એવી જ એક ઉપયોગી વાત કરવાની છે. રાજસ્થાનમાં પીલાણી ખાતે આવેલી બિરલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (બિટ્‌સ)નું નામ ટોચની એન્જિનિયરીંગ સંસ્થા તરીકે થાય છે. બિટ્‌સ- પીલાણીના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની ખૂબ જ સારી તક હોય છે. આ સંસ્થામાં પ્રવેશની નોંધપાત્ર બાબત એ છે કે અહીં પ્રવેશ પરીક્ષાની મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને "BITSAT" પરીક્ષામાં ઉપસ્થિત થવાનું હોય છે ત્યારબાદ આ પ્રવેશ પરીક્ષાની મેરીટ મુજબ પ્રવેશ અપાય છે. આ સંસ્થા સંપૂર્ણ રેસીડેન્સીયલ પ્રકારની છે એટલે કે વિદ્યાર્થીએ તેના કેમ્પસમાં જ રહીને અભ્યાસ કરવાનો રહે છે. તાજેતરમાં ગોવા ખાતે નવું કેમ્પસ શરૂ કરવામાં આવ્યું છે. આ સંસ્થાને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.) દ્વારા ‘‘ડીમ્ડ યુનિવર્સિટી’’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી આ યુનિવર્સિટી B. Tech, M Tech, B.S.- Eng. M.S. વગેરે પદવીઓ આપી શકે છે. અહીં B. Pharm અને Phdસુધીનો અભ્યાસ થઈ શકે છે.

બીટ્‌સ- પીલાણીના વિવિધ કોર્સમાં પ્રવેશની જાહેરાત બહાર પડી ગઈ છે. વર્ષ ૨૦૦૬- ૦૭ના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા અંગે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં તા. ૧૪-૫-૨૦૦૬ના રોજ એડમિશન નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ મુજબ ઉમેદવારોએ ફોર્મ મંગાવીને સંપૂર્ણ ભર્યા પછી ૩૦-૬-૨૦૦૬ સુધીમાં સંસ્થાના સરનામે સુપ્રત કરવાનું છે. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા ઇજનેરી ક્ષેત્રે સારામાં સારું શિક્ષણ મેળવવાનો વિકલ્પ છે. તેથી IIT ની સાથોસાથ BITS માં પણ પ્રવેશનો પ્રયત્ન કરવા ભલામણ છે. બોર્ડમાં સારા ટકા આવ્યા હોય તો પણ સામાન્ય ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવવા કરતાં આવી ટોચની ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવવો વઘુ સલાહભર્યું હોવાથી પણ અત્યારે આ સંસ્થાનુંં ફોર્મ મેળવવાની કાર્યવાહી કરી શકાય. સંસ્થાના વિવિધ અભ્યાસક્રમો નીચે મુજબ છે

સ્નાતક કક્ષાના કોર્સ

ઇન્ટેગ્રેટેડ ફર્સ્ટ ડિગ્રી અભ્યાસક્રમ- ચાર વર્ષનો સમયગાળો

B.E. (ઓનર્સ) કેમિકલ, સિવિલ, કોમ્પ્યુર સાયન્સ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન મિકેનિકલ.

B. Pharm (ઓનર્સ),

M.Sc. (ઓનર્સ) બાયોલોજીકલ સાયન્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝીક્સ.

M.Sc. (ટેક) જનરલ સ્ટડીઝ, એન્જિનિયરીંગ ટેકનોલોજી, ફાયનાન્સ, ઇન્ફર્મેશન સિસ્ટમ.

ગોવા કેમ્પસના કોર્સ ઃ B.E. (ઓનર્સ), કેમિકલ, કોમ્પ્યુ. સાયન્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુ, મિકેનિકલ M.Sc. (ઓનર્સ) અને M.Sc. (ટેક) સહિત પાસ થયેલા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. અંગ્રેજી ઉપર પ્રભુત્વ હોવું આવકાર્ય છે.

અનુસ્નાતક કક્ષાના કોર્સ

આ કોર્સને હાયર ડિગ્રી પ્રોગ્રામ હેઠળ આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે ચાર સેમેસ્ટરના અભ્યાસક્રમ હોય છે. આ કોર્સમાં જોડાવા માંગતા ઉમેદવારોએ બીટ્‌સ- પીલાણી ખાતે ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડે છે. માસ્ટર ઑફ એન્જિનિયરીંગ (M.E.) બાયોટેકનોલોજી કેમિકલ સિવાય (સ્પેશિયલાઇઝેશન ઇન સ્ટ્રક્ચરલ એન્જિનયરીંગ/ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ) કોમ્યુનિકેશન એન્જિનિયરીંગ, કોમ્પ્યુટર સાયન્સ ડિઝાઇન એન્જિનિયરીંગ, મેન્યુફેક્ચરીંગ સિસ્ટમ, મિકેનિકલ, માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, સોફ્‌ટવેર સિસ્ટમ, માસ્ટર ઓફ ફાર્મસી (M. Pharm)

ઉપર દર્શાવેલ અભ્યાસક્રમોમાં બીટ્‌સની ફર્સ્ટ ડીગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ અથવા સમકક્ષ પદવી (ઇજનેરી- સ્નાતક) વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ તમામ કોર્સમાં શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત અલગ- અલગ હોવાથી જાહેર ખબરનો ચોકસાઈપૂર્વક અભ્યાસ કર્યા પછી જ ફોર્મ ભરવા ભલામણ છે M. Pharm ના કોર્સમાં B. Pharm થયેલા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે.

ડૉક્ટરેટ અભ્યાસક્રમો

બીટ્‌સ- પીલાણીમાં ડોક્ટર કક્ષાના અભ્યાસક્રમો પણ ચાલે છે અહીં પી.એચ.ડી. કરવાની આઘુનિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ રેફરન્સ લાયબ્રેરી પણ ઉપલબ્ધ છે. એન્જિનિયરીંગ ખાતે સાયન્સના વિષયોમાં ડૉક્ટર કરવા માટે અહીં રજિસ્ટ્રેશનો કરાવી શકાય છે. આ કોર્સમાં બીટ્‌સની હાયર ડિગ્રી ધરાવનાર યુવાનો ઉપરાંત સમકક્ષ એટલે કે ઇજનેરી અથવા સાયન્સના અનુસ્નાતકો જોડાઈ શકે છે.

શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. પસંદગી પામેલા ચુનંદા ઉમેદવારોને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ પ્રોજેક્ટ વર્કમાં પણ વિશેષ સહાય કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં નોકરી કરતા ઉમેદવારોને તેમના કામના સ્થળે જ રિસર્ચ કરવાની પરવાનગી આપવામાં આવે છે.

આ તમામ અભ્યાસક્રમોમાં મલ્ટી પોઇન્ટ એન્ટ્રી જેવી સરળ પ્રથા અપનાવવામાં આવે છે. વિદ્યાર્થી એક પ્રોગ્રામમાંથી બીજામાં ટ્રાન્સફર પણ મેળવી શકે છે. એટલું જ નહિ પરંતુ એક સાથે બે ડિગ્રી કરવાની સરળતા પણ અહીં ઉપલબ્ધ છે. ગૃપ-બીમાં દાખલ કરાયેલા વિદ્યાર્થીઓને કોઈપણ ગુ્રપ-એના પ્રોગ્રામમાં અભ્યાસ કરવા માટે એક વર્ષ પછી છૂટ આપવામાં આવે છે.

પ્રવેશ પ્રક્રિયા

બીટ્‌સ- પીલાણીમાં પ્રવેશ માટે "BITSAT- 2006" પરીક્ષા યોજવામાં આવતી હોય છે. આ પરીક્ષામાં બેસવા માટે અને અન્ય મહત્ત્વની વિગતો માટે સંસ્થાની વેબસાઇટ www.bits-pilani.ac.in/fdadmn/ ની મુલાકાત લેવી. આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવી ત્યારબાદ ફોર્મ સંપૂર્ણ ભરીને રૂા. ૨૦૦ના સંસ્થાના નામના ડીમાન્ડ ડ્રાફ્‌ટ સાથે નીચેના સરનામે મોકલી આપવું.

Admission Officer, BITS, Pilani- 333031

અથવા ટપાલથી ફોર્મ મંગાવવા માટે રૂા. ૩૦૦નો ડીમાન્ડ ડ્રાફ્‌ટ ૧૯-૬-૨૦૦૫ સુધીમાં મળી જાય તે રીતે ઉપરના સરનામે મોકલી આપવો. ડ્રાફ્‌ટ સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુરની પીલાણી શાખા (કોડ નં.- ૧૦૩૯૮) અથવા યુકો બેન્ક, વિદ્યાવિહાર પીલાણી (કોડ નં. ૦૧૫૦) ઉપર લખાયેલો હોવો જોઈએ. સંપૂર્ણ ભરેલા ફોર્મ નિયત સરનામે પહોંચાડવાની છેલ્લી તારીખ ૩૦-૬-૨૦૦૬ છે.

Copyright   © Gujarat Samachar