રહસ્યમય કાર્ડ
(ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય
બુધવાર તા.૭
જૂન થી મંગળવાર ૧૩ જૂન ૨૦૦૬ સુધી
રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે
૧૪મી સદીમાં થયો હોવાનુ મનાય છે સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો
ભાવિ ફળાદેશ જાણવા મૂળ ઇજીપ્શિયન લોકો દ્વારા બહોળા પ્રમાણમાં ઉપયોગ
થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓ દ્વારા કાર્ડ
(ટેરટ) પ્રથા વઘુ પ્રચલિત બનેલી છે. પશ્ચિમના દેશોમાં ખૂબ જ લોકપ્રિય
કાર્ડ- ટેરટ પ્રથા સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય
રજૂ કરવામાં આવ્યું છે.
મેષ (અ.લ.ઇ.) ઃ Ten
of Wands - ટેન
ઑફ વોન્ડ્સનું કાર્ડ તમારા ભાગ્ય પરિવર્તન માટે નોંધપાત્ર ધટના
બનવાનું સૂચવી જાય છે જેની શુભાશુભ અસર જન્મના ગ્રહોને આધિન હશે.
સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં
થશે તા. ૭, ૮, ૯ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ The Chariot
- ધ શેરીઓટનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ
શકે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નિશ્ચિત કરેલા કામોને સરળતાપૂર્વક
ઉકેલી શકશો. આરોગ્ય સારું જળવાઈ રહેશે. કોર્ટ-કચેરી સંબંધિત
કાર્યોમાં યશ મેળવી શકશો તા. ૮, ૯, ૧૦, ૧૧ શુભ.
મિથુન (ક. છ. ઘ.) ઃ The Moon -
ધ મૂનનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ મેળવી શકવાનું સૂચવી જાય
છે. કોઈ સમસ્યા મુંઝવણભરી સર્જાયેલી હોય તો તેનો સુખદ ઉકેલ
આવશે. સ્થાન પરિવર્તન કરી રહ્યા હો તો શુભ ફળ મળશે. નવી ચીજ-વસ્તુઓની
ખરીદી થશે. તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.
કર્ક (ડ. હ.) ઃ Five of Coins-
ફાઇવ ઑફ કોઇન્સનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા નોંધપાત્ર કાર્યો કરવા
સૂચવી જાય છે. અન્યથા અવરોધાત્મક પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે.
એકાદ હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બનવા પામશે. નવી તક મળે તેનો
વિચારપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ જણાવી શકાય તા. ૭, ૧૨, ૧૩ શુભ.
સંિહ (મ. ટ.) ઃ The Devil
- ઘ ડેવિલનું કાર્ડ દરેક
કાર્યોમાં સાવધાની રાખવા સૂચવી જાય છે. સંતાન સંબંધી પ્રશ્નો
નોંધપાત્ર બનશે. વારસાગત બાબતો મહત્ત્વની બનવા પામશે અણધારી
મુસાફરીનો યોગ બનશે. આરોગ્ય અંગે કાળજી રાખવી તા. ૮, ૯ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) ઃ Seven of Cups
- સેવન ઑફ કપ્સનું કાર્ડ કૌટુંબિક બાબતો મહત્ત્વની બનવાનું સૂચવી
જાય છે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. નાણાંકીય દ્રષ્ટિએ
કેટલાક અગત્યના નિર્ણયો લેવાના આવશે વ્યવસાયક્ષેત્રે નવા ફેરફારો ઉદ્ભવશે.
તા. ૭, ૧૦, ૧૧ શુભ.
તુલા (ર. ત.) ઃ The Tower -
ધ ટાવરનું કાર્ડ તમારી
વર્તમાન સમસ્યાઓનો ઉકેલ સૂચવી જાય છે. અવરોધાત્મક કાર્યોનો એક
પછી એક ઉકેલી શકશો. દૂર વસતા સ્નેહીજનો અંગેના સમાચાર મળશે.
પ્રવાસ- મુસાફરીનું આયોજન લાભદાયક નીવડશે તા. ૮, ૯, ૧૨, ૧૩ શુભ.
વૃશ્ચિક (ન. ય.) ઃ Eight of Coins
- એઇટ ઓફ કોઇન્સનું કાર્ડ નાણાંકીય બાબતો અંગે અગત્યના નિર્ણયો લઈ
શકવાનું સૂચવી જાય છે. નવું રોકાણ સમજી વિચારીને કરવું શેરબજાર સાથે
સંકળાયેલા હોય તેઓએ ચેતીને ચાલવું અને કોઈ નવું જોખમ ઉઠાવવું
નહીં. અણધારી ટૂંકી મુસાફરી થશે તા. ૭, ૧૦, ૧૧ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The
Hermit - ધ હેરમીટનું કાર્ડ તમારી મુશ્કેલીઓમાં માર્ગ મળી શકવાનું સૂચવી
જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તો તેમાં રસ્તો
મળી શકશે. આરોગ્ય સંબંધી તકલીફ અનુભવતા હોય તેઓને રાહત જણાશે.
સ્થાન પરિવર્તન લાભદાયક નીવડશે. આવકમાં વધારો થશે તા. ૭,
૮, ૯, ૧૨, ૧૩ શુભ.
મકર (ખ. જ.) ઃ The Star - ધ સ્ટારનું કાર્ડ નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થઈ
શકવાનું સૂચવી જાય છે. વિદેશ જવા કાર્યવાહી કરી રહેલાઓને સફળતા
મળશે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. સંતાોની
કારકિર્દી અંગે કોઈ નિર્ણય લેવા હોય તો લઈ શકાશે. મિત્રો સાથેની
મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૮, ૯, ૧૦, ૧૧ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun
- ધ
સનનું કાર્ડ તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે તેવો પ્રસંગ બનવાનું
સૂચવી જાય છે. આવકમાં વધારો થશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગનું
આયોજન કરી શકશો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે ટૂંકી મુસાફરી થશે
તા. ૧૦, ૧૧, ૧૨, ૧૩ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) ઃ Six of
Cups - સિક્સ
ઓફ કપ્સનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા મહત્ત્વના કાર્યો કરવાનું સૂચવી જાય
છે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે રાહત જણાશે. નવા નિર્ણયો લેવામાં ઉતાવળા
ન બનવું. પ્રવાસ- મુસાફરી દરમ્યાન કાળજી રાખવી. અગત્યના પત્રો- દસ્તાવેજ-
કરાર કરવામાં વગર વિચાર્યે સહી-સિક્કા ન કરવા તા. ૭, ૧૨, ૧૩ શુભ.
કર્ક
રાશિના મંગળનું ગોચર ભ્રમણ
મંગળ ૨૪ મેના રોજ રાત્રિના ૧૦ઃ
૨૭ મિ. પોતાની નીચની કર્ક રાશિમાં પ્રવેશેલો છે. જ્યાં હાલમાં તેનું
ગોચર ભ્રમણ ૧૩ જુલાઈ સવારના ૦૬-૦૬ મિ. સુધી રહેશે. કર્ક રાશિમાં
હાલ શનિ પસાર થઈ રહેલો છે અને તેની સાથે મંગળ કર્ક રાશિમાં પ્રવેશતા
પરસ્પર બંને શત્રુ ગ્રહો એક રાશિમાં હોઈ કર્ક રાશિના મંગળનું ગોચર
ભ્રમણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મંગળ- શનિની યુતિ સ્ફોટક- વિનાશકારી
અને જૂનાનું વિસર્જન કરી નવાનું સર્જન કરનારી છે. પ્રચંડ તાકાત ધરાવતા
બંને ગ્રહોની અસર શક્તિશાળી અને કલ્પના બહારની ગણી શકાય છે જેનો સીધો
જ સંબંધ કુદરતી ઘટનાઓ સાથેનો છે જે ન ધારેલી ઘટનાઓનો
નિર્દેશ કરે છે. આતંકવાદી ઘટનાઓ, હવાઈ અને રેલ અકસ્માતો,
ધરતીકંપ વાવાઝોડું દેશ દેશ વચ્ચેની અથડામણો અને સામુહિક
મૃત્યુઆંક ઉપરાંત રાજકીય દ્રષ્ટિએ મોટી ઉથલપાથલ જેવી ઘટનાઓ બનતી જોવાય
છે. હવામાનમાં ફેરફારો ઉદ્ભવે. હાલમાં ૨૧ જૂન સુધીનો સમય
ગરમીના પ્રકોપ માટેનો રહેશે બાદમાં ૨૧ જૂનથી ૧૩ જુલાઈ દરમ્યાન
નવા વર્ષા ૠતુની શરૂઆત જોઈ શકાશે. ૨૧ જૂન સુધીનો સમય દરેકના
માટે કંઈક અંશે વિશેષ મહત્ત્વનો રહેશે જેની શુભાશુભ અસર જન્મના
ગ્રહોને આધિન રહેશે. કર્ક રાશિના મંગળનું ગોચર ભ્રમણ વૃષભ, કન્યા
અને કુંભ રાશિની વ્યક્તિઓ માટે શુભ ફળદાયક નિવડશે. મિથુન, કર્ક,
તુલા, વૃશ્ચિક, મકરઅને મીન રાશિની વ્યક્તિઓ માટે મિશ્રફળ દાયક રહેશે.
મેષ, સંિહ તથા ધન રાશિની વ્યક્તિઓ માટે પ્રતિકૂળ રહેશે. ૧૮ જૂનના
રોજ સવારના ૧૧-૫૩ મિ. અંશાત્મક રીતે મંગળ- શનિ યુતિમાં આવતા હોવાથી
તા. ૧૭થી ૧૯ જૂન દરમ્યાનનો સમય નોંધપાત્ર બનવા પામશે.
|