અનાવૃત
આગામી દસ વર્ષમાં
અમેરિકાના ર્ૅ ૧૦
જોબ સેેક્ટર્સ !
પરીક્ષાના પરિણામોની ભરતી ઓસરી ગયા
પછી કારકિર્દીનું નમક પકાવવાનો સમય જોર પકડે છે. ગુજરાતી સ્ટુડન્ટસ
કરતાં ગુજરાતી મા-બાપોની નજર કેરિયર સુપિરિયર માટે હરહંમેશ સુપર પાવર
અમેરિકા તરફ ખોડાયેલી રહે છે. આ બાબતમાં એમને સ્વદેશી કે સંસ્કૃતિ
કોઈ પણ બાબતનો છોછ નડતો નથી. ધર્મનું પણ મોટું એક્સપોર્ટ
સેક્ટર અમેરિકામાં જ છે ને?
અમેરિકન ગ્લેમરની ચકાચૌંધ રોશનીથી
આંખ ટેવાયા પછી દ્રશ્ય જોવાનું શરૂ કરી શકે છે. ‘હું શું કરું ?’
એ આજે વિદ્યાર્થીનો યક્ષપ્રશ્ન છે... અને ‘તું આ જ કર!’ એ મા-બાપ-વડીલ
ગુરૂજનોનો રાક્ષસ ઉત્તર છે. મૂળ તો માણસે પહેલા આત્મખોજ કરવાની
છે. ‘પોતાને શું ગમે છે?’ શક્ય હોય તો એમાં જ કારકિર્દી
બનાવવી જોઈએ. ગમતું ક્ષેત્ર ન મળે, તો એની નજીકનું ક્ષેત્ર મળે જ! (ડૉક્ટર
ન થઈ શકો તો મેડિકલ સ્ટોર ખોલી શકાય અને સંગીતકાર ન થઈ શકો તો
કેસેટ્સ વેચી શકો!) પોતાની પસંદગી નક્કી થયા પચીનું લોજીકલ સ્ટેપ
જે-તે સેક્ટર (ક્ષેત્ર)માં જોબ કેવી અને કેટલી છે, એનું એનાલિસિસ કરવાનું
છે.
તો આપણી આંખોમાં અંજાયેલું અમેરિકન
કાજળ શું કાઢે છે? જો અમેરિકાને જ સ્ટાન્ડર્ડ માનીને જોબ સિલેકશન કરવું
હોય તો મદદ માટે આ લેખ હાજર છે. અમેરિકન સરકારના ‘ડિપાર્ટમેન્ટ
ઓફ લેબર’ મુજબ જ ગયા વર્ષે ત્યાં ૨૧ લાખ જોબ્સ (નોકરી-વ્યવસાયની તકો)
ઉભી થઈ હતી. છેલ્લાં ડિસેમ્બરથી પ્રતિમાસ ૨ લાખ જોબ નવી ઉભરી આવે છે.
બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિકસના અંદાજ મુજબ આગામી ૧૦ વર્ષમાં
સમગ્ર દેશમાં રોજગારી ૧૩ % ના દરથી વધશે અને આજની
૧૪ કરોડ ૫૬ લાખ જોબ્સ વધીને ૧૬ કરોડ ૪૫ લાખે પહોંચશે! તો આ
નવી દોઢ-બે કરોડ વ્યાવસાયિક તકો ક્યા ક્ષેત્રમાંથી આવશે? રિટેઈલંિગ
કે રેસ્ટોરન્ટ? હોસ્પિટલ કે હોમ એપ્લાયન્સીસ?
આ સવાલનો જવાબ મેળવતા પહેલા એક ઈન્ટરેસ્ટંિગ
ફેક્ટ પર નજર નાખી લો. આગામી દસ વર્ષમાં અમેરિકાની વસતિમાં લગભગ
અઢી કરોડનો વધારો થશે, અને એમાં ત્રીજો ભાગ યાને એકાદ
કરોડ લોકો ૫૫ વર્ષથી ઉપરના - સિનિયર સિટિઝન્સ હશે. જ્યારે ૧૬ થી ૨૪
વર્ષના ટીનએજર્સનો ‘ગ્રોથ રેટ’ મામૂલી ત્રણેક ટકા જેટલો જ હશે!
માટે, પેલા સિનિયર સિટીઝન્સ યાને રૂપેરી કેશધારી વડીલો સૌથી વઘુ
શક્તિશાળી કન્ઝ્યુમર ગુ્રપ્સ હશે. એમની પાસે રિટાયરમેન્ટ સેવંિગ્સ ઉપરાંત
આખી જીંદગી એકઠો કરેલો દલ્લો અને એ વાપરવાની ફુરસદ
હશે!
ઉપરાંત, વઘુને વઘુ ઈમિગ્રન્ટસ (વિદેશી
વસાહતીઓ) વસતાં અમેરિકન જોબ સેક્ટર વઘુ બહુરંગી બનશે, અને પહેલી વખત
એમાં સ્ત્રીઓની સંખ્યાની વૃદ્ધિનો દર પુરૂષો કરતા બહેતર રહેશે!
બ્યુરો ઓફ લેબર સ્ટાન્ડર્ડસની આંકડાબાજી ત્યાં સુધી કહે છે કે નવી
ઉભી થતી નોકરીઓમાંથી લગભગ ૯૦ % પરંપરાગત ‘ગૂડસ પ્રોડક્શન’ (વસ્તુઓના
ઉત્પાદન)ને બદલે - ‘સર્વિસ સેક્ટર’ની રહેવાની છે! તો,
આ બધા પરિબળો નજરમાં રાખીને તજજ્ઞોના મતે અમેરિકાના દસ
સરટોચના જોબ સેક્ટર ક્યા બની શકે તેમ છે? ખુદ હી ચેક કર લીજીયે
ના!
૧. હેલ્થકેર ઃ કહ્યું
ને, વૃદ્ધોની વસતિ વધતાં અમેરિકા એક ઘરડો દેશ થવાનો છે...
અને જ્યાં ઘડપણ ત્યાં આરોગ્યની અથડામણ! આગામી દસકામાં દર
દસમાંથી ત્રણ જોબ અમેરિકામાં આ ક્ષેત્રમાંથી આવવાની છે. આ સેક્ટરનો
ગ્રોથ રેટ પણ હાઈએસ્ટ ૩૦.૪ % રહેવાનો છે. ફિઝિયોથેરાપિસ્ટસ, ડેન્ટિસ્ટસ,
હોમ હેલ્થકેર આસિસ્ટન્ટસ, નર્સીસ વગેરેની માંગમાં આગઝરતી તેજી હશે. અને
‘નોન ક્લિનિકલ’ની પણ જરૂર એટલી જ વધશે. દવા બનાવવાવાળા
કે વેચવાવાળા તો ખરા જ, પણ પેશન્ટોની લાંબી કતારનું ઓફિસ વર્ક સંભાળવાવાળા
પણ જોઈએ ને!
૨. એમ્પલોયમેન્ટ સર્વિસીઝ ઃ
વઘુ જોબ હોય ત્યાં વઘુ એજન્ટસ પણ હોવાના! અને આ તો અમેરિકા... ડાબે
હાથે જમણો કાન પકડતો દેશ! વાતે વાતમાં લોબીઈંગ અને એજન્સીના
- મિડલમેનના સહારા વિના ચાલી ન શકતી એની મિકેનિકલ લાઈફસ્ટાઈલ! લગભગ
૪૫ લાખ નોકરીઓ તો માત્ર સ્ટાફંિગના સેક્ટરમાં જ આવી પડવાની! પ્લેસમેન્ટ
એજન્સીઝ ઉપરાંત આઘુનિક યુગમાં ટેમ્પરરી કોન્ટ્રાકટસ પર માણસો આપનારી
સંસ્થાઓની બોલબાલા વધવાની છે. ૧,૬૦૦ જેટલી ઓનલાઈન રિક્રુટમેન્ટ
સાઈટ્સ તો આજે પણ મોજૂદ છે. જેમાં પ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ઉપરાંત
એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ જોઈએ ને!
૩. કોમ્પ્યુટર સીસ્ટમ ડિઝાઈન એન્ડ
સર્વિસ ઃ અલાઉદ્દીનના ચિરાગી
જીન્નીની માફક કોમ્પ્યુટર સેક્ટર બ્રહ્માંડની જેમ વિસ્તરતું જવાનું છે. દરેક
નાના-મોટા બિઝનેસને કોમ્પ્યુટર નેટવર્કંિગ વિના ચાલવાનું નથી. બધા
પાસે કંઈ એક્સપર્ટ સ્ટાફ હોવાનો નથી. ‘આઈ.ટી. વેવ પાર્ટ ટુ’ની
તૈયારી જોરશોરમાં થવાની છે. સોફટવેરની સાથે ડેટા એનાલિસ્ટ, સીસ્ટમ
ડિઝાઈનર અને સર્વિસ ટેકનોક્રેટસની માંગ પણ ઉનાળામાં લીંબુ શરબતની જેમ
વધશે!
૪. ઈન્ફોર્મેશન ઃ એકલા
ઈન્ટરનેટ પરના પબ્લિશર્સ, વેબ સર્ચ પોર્ટલ્સ, બ્રોડકાસ્ટર્સ વગેરેની વૃદ્ધિ
જ ૧૧.૬ % ના દરથી નવી ૩,૬૪,૦૦૦ નોકરીઓ ઉભી કરવાની છે. લોકો
પાસે સમય ઓછો હશે, અને નવી નવી બાબતોની જાણકારીની ભૂખ વઘુ હશે.
તર્ક કરતાં તથ્યમાં વઘુ રસ લેતા અમેરિકનો ઝીણી ઝીણી માહિતી એકઠી કર્યા
વિના મોટા મોટા નિર્ણયો લઈ શકવાના નથી.
૫. આર્ટસ, એન્ટરટેઈનમેન્ટ, રિક્રિએશનઃ
વઘુ વેતન, ઓછી મજૂરી, આરામના
વઘુ કલાકો, સારી તબિયત અને નવરા રિટાયર્ડ - માણસોની સંખ્યામાં ઉછાળો...
આ બધાનો સરવાળો શું ? મોજ, મજા અને મહેફિલ! ૧૭ % ના દરથી
૪,૬૦,૦૦૦ નવી જોબ માત્ર મનોરંજનના ક્ષેત્રમાં સત્તાવાર રીતે સર્જાવાની
છે. એન્યુઝમેન્ટ પાર્કથી કેસિનો અને હોટલથી ડાન્સ ફલોર સુધી બિનસત્તાવાર
તકો તો સૌથી વઘુ ઉજળી છે, અને ટીવી-સિનેમા-મ્યુઝિકની શમા પાછળ ફિદા
પરવાનાઓમાં કદી અછત નહિ હોય! પેઈન્ટંિગથી સંિગીંગ, ફેશનથી જોગંિગ...
બઢિયા હૈ !
૬. ટ્રાન્સપોર્ટેશન એન્ડ વેરહાઉસંિગ
ઃ અમેરિકામાં રેલ્વેનું
જોર ઘટવા લાગ્યું છે. અને વર્તમાન આર્થિક પ્રવાહો એવા છે કે કંપનીઓ
માત્ર ‘કોર બિઝનેસ’ પર જ ફોક્સ કરે. મતલબ મુખ્ય કામ પતાવીને બાકીનું
બઘું બારોબાર આઉટસોર્સંિગથી પતાવી લે. પાંચેક લાખ નવી નોકરીઓ આપણે
ત્યાં ‘સેકન્ડ ડિગ્રી’ના ગણાતા ટ્રક કે ગોદામોના વ્યવસાયમાં
ઉભી થવાની છે. સ્ટોક અને મટિરિયલ્સને પહોળા પને પથરાયેલા દેશમાં
ઝપાટાબંધ પહોંચાડવા અને અકબંધ સાચવવા તો પડશે ને.
૭. રિયલ એસ્ટેટ ઃ વાહ!
ધરતી પર ક્યો એવો પ્રદેશ છે જ્યાં વસતિ ઘટે છે અને જમીન વધી
પડે છે? આ એક સેક્ટરમાં પૃથ્વીલોકના કોઈ પણ ખૂણે કદી મંદી
ડોકિયું કરવાની નથી. નવા મકાનો બંધાશે, જૂનાનું નવનિર્માણ થશે,
નવા બાગબગીચા કે થિયેટર થશે, કંપનીઓની ઓફિસો અને કર્મચારીઓના
ક્વાર્ટર્સ થશે... એક દસકામાં આ સેક્ટરનો ગ્રોથ ૩૨ % વધી
શકે તેમ છે. અને જ્યાં જમીન ત્યાં દલાલ... (માફિયા પણ ખરા!)
૮. ફાઈનાન્સ ઃ પૈસો
વધે અને ખર્ચ વધે પચી શું થાય? બચત કરવાની વૃત્તિમાં
પણ ઉછાળો આવે. પૈસાનો સ્વાદ ચાખ્યા પછી કોઈને એના ઉપવાસ ગમતા
નથી. માટે લોકો ભાતભાતના ઈન્વેસ્ટમેન્ટસ અજમાવે છે. સિક્યુરિટિઝથી લઈને
ઈન્સ્યોરન્સ સુધી પૈસો ફેલાતો રહેવાનો છે. એટલે બેન્કંિગથી લઈને
એકાઉન્ટંિગ એક્સપર્ટસની માંગમાં હનુમાન કૂદકો આવવાનો છે, બલ્કે
આવી ગયો છે. પૈસા કમાવા સહેલા છે, પણ સાચવવા અને વધારવા અઘરા
છે!
૯. પબ્લિક સેક્ટરઃ ભારતમાં
જેનો મૃત્યુઘંટ વાગવાનો છે, એની આલબેલ અમેરિકામાં પોકારાવાની છે.
સામાજીક જવાબદારી અને જનહિતની વધતી જતી જાગૃતિના પગલે ટીચર્સ,
પોસ્ટલ વર્કર્સ, પબ્લિક સર્વન્ટસ, વગેરેની જરૂરિયાત વધવાની છે, અને
નેચરલી કામગીરી પણ! કુલ બે કરોડ ૩૮ લાખ નોકરીઓ આ પાયાની કામગીરી
માટે ઉભી થવાની છે. રૂડોરૂપાળો, ચોખ્ખોચણાક નિયમિત દેશ કંઈ ભાષણો
કર્યે થોડો સર્જાય છે? એ માટે તનતોડ કામ કરનારા પગારદાર સેવકો
તો જોઈશે જ.
૧૦. કન્સ્ટ્રકશન ઃ
જો હાઉસંિગ અને રિયલ એસ્ટેટની માંગ વધે, તો બાંધકામની પતંગ
ચગવાની જ વળી! સિમેન્ટ, લાકડું, રંગ, કાચ, એકસેસરીઝ બઘું જ જોઈશે...
અને માત્ર મકાનો જ થોડા બંધાશે? રસ્તાઓ, ટનલ, ડેમ, સ્ટેશન, મ્યુઝિયમ...
ઘણું ઘણું ચણતરકામ નીકળ્યા કરશે. વ્યાજદર ઘટતા જાય અને સ્થિર આવક
વધતી જાય પછી ફાઈનાન્સનું ઈન્વેસ્ટમેન્ટ લોકો ક્યાં કરે? વધારાની
મિલકતો વસાવવામાં! અને અમેરિકામાં ભારત જેવી આભૂષણોની સંગ્રહની
ઘેલછા નથી. માટે પ્રોપર્ટી માર્કેટ મજબૂત થવાની છે!
રીડરબિરાદર, આ ટોપ ટેન સેક્ટર
પર ઘ્યાનથી નજર માંડો તો એક દ્રશ્ય સ્પષ્ટ થશે, જાયન્ટ કોર્પોરેશન્સ કરતાં
સ્મોલ બિઝનેસને વઘુ તક મળવાની છે. પણ એક વાત બરાબર યાદ રાખવા
જેવી છે. ૧૯૯૫ની સાલમાં જે કોઈએ અમેરિકાના જોબ સેક્ટર પર સર્વેક્ષણ
કરેલું એમાંના કોઈએ ઈન્ટરનેટ અને મોબાઈલ ક્રાંતિની આગાહી ભાખી નહોતી!
અત્યારે પણ એકાદું કોઈ ક્ષેત્ર અચાનક ત્રાટકવા માટે આળસ મરડી ઉભું
થતું હોય એ શક્ય છે... અને ખાસ તો એ કે આ અનુમાન અમેરિકા માટે
છે, ભારત માટે એ અર્ધસત્ય છે કારણ કે અહીં દેશ વઘુ જુવાન થતો
જવાનો છે, જે અર્જુનસંિહ જેવા અક્કલના લઠ્ઠને કદી સમજાવાનું નથી!
ઝંિગથંિગ !
અપરીચિત ઃ દક્ષિણ ભારતીય
દિગ્દર્શક શંકરના અતિશ્યોક્તિ અલંકારને લીધે મિથુન બ્રાન્ડ
બની જતી ફિલ્મ તમામ નબળાઈઓ છતાં અભિનય અને વાસ્તવલક્ષી સેન્ટ્રલ થીમ માટે
જોવા જેવી!
|