અલ્પવિરામ
જમ્મુ-કાશ્મીરને
સ્પેશ્યલ સ્ટેટ્સ આપવા માટેની કોન્ફરન્સને પણ ટેકો નથી મળતો
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઓલ એરાઉન્ડ ત્રાસવાદ
યુપીએ કેન્દ્ર સરકારની દશા જમ્મુ-કાશ્મીર
સમસ્યાના કેસમાં કળણમાં ફસાયેલી વ્યક્તિ જેવી બની ગઈ છે. તેઓ જેમ જેમ
તેમાંથી નીકળવા પ્રયાસ કરે છે એમ એમ તેમાં ફસાતા જાય છે. વડાપ્રધાન
મનમોહનસંિહ દ્વારા પ્રેરિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વારંવાર ફલોપ જાય છે.
જમ્મુ-કાશ્મીરમાંના હાર્ડ-લાઈનર સાથે કેટલીવાર ચર્ચા કરી તેની સંખ્યા ગણવાજ
કોન્ફરન્સ યોજાતી હોય એમ જણાય છે. પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ કોમ્યુનિટીને
ભારત એવો મેસેજ મોકલવા માગે છે કે અમે ચર્ચા કરી પ્રોબલેમ નિવારવા
માગીએ છીએ.
દિલ્હીથી શ્રીનગર જ્યારે રાઉન્ડ ટેબલ
કોન્ફરન્સ લઈ જવામાં આવી ત્યારે ભાગલાવાદી તત્વો ખુબ ઉશ્કેરાયા
હતા. તેમણે સત્તાવાળાઓના નાકે દમ લાવી દીધો
હતો. એનડીએ કેન્દ્ર સરકાર શાસનમાં હતી ત્યારે શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો
ફરકાવવા ડો. મુરલી મનોહરજોશી ગયા ત્યારે આખા શહેરમાં કરફ્યુલાદી
દેવામાં આવ્યો હતો. અને ચૂપચાપ ત્રિરંગો ફરકાવીને બધા
પાછા આવી ગયા હતા. એવીજ સ્થિતિ ૨૧મેના રોજ ડો. મનમોહનસંિહે શ્રીનગરમાં
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી ત્યારે થઈ હતી.
હુર્રિયતે આ કોન્ફરન્સના બહિષ્કાર કર્યો
હતો, ત્રાસવાદીઓએ તોડફોડની ધમકી આપી હતી. અને પાકિસ્તાન
કોન્ફરન્સમાં કોઈ ફળદાયી ચર્ચા થાય તેની રાહ જોઈને બેઠું હતું.
એ દિવસે શું થયું તેનો ખ્યાલ
ઘણાં ઓછા લોકોને છે. સમગ્ર શહેરમાં બે દિવસથી પ્રવેશ બંધી
ફરમાવાઈ હતી. શ્રીનગરની ફરતે અર્ધલશ્કરી દળો ગોઠવી દેવાયા
હતા. તારની બેરીકેડતો શ્રીનગરમાં સંખ્યાબંધ સ્થળોએ ગોઠવેલી હતી.
વડાપ્રધાનના શ્રીનગરમાં આગમનના વિરોધમાં ત્રાસવાદીઓએ
બે દિવસ માટે હડતાળનું એલાન આપ્યું હોઈ બજારો બંધ રહ્યા
હતા. વડાપ્રધાન આવવાના હતા તે દિવસો દરમ્યાન ૨૨ લોકો
ત્રાસવાદી હંિસાચારનો ભોગ બન્યા હતા.
યુથ કોંગ્રેસની રેલી પર પોલીસના ડ્રેસમાં
ધુસીને ત્રાસવાદીઓએ કરેલો હુમલો દેશભરમાં ચર્ચાનો વિષય
બન્યો હતો. જે દિવસે વડાપ્રધાન મનમોહનસંિહ કોન્ફરન્સમાં આપ્યા
એ દિવસે ત્રાસવાદીઓએ છ સ્થળોએ હેન્ડ ગ્રેનેડથી હુમલા કર્યા
હતા. વડાપ્રધાન હાંફળા-ફાંફળા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા
ગયા તે દ્રશ્ય ટીવીપર આખા દેશના લોકોએ જોયું હતું.
હુર્રિયતને બહિષ્કાર કરતાં રાઉન્ડ ટેબલ
કોન્ફરન્સનો કોઈ અર્થ રહ્યો નહોતો. તેમ છતાં કાશ્મીર પ્રશ્ને પાંચ વર્કંિગગૃપ
ઉભા કરવાની વાત કરીને મનમોહનસંિહે એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો
કે કોન્ફરન્સ સફળ થઈ છે. આ ગૃપનું મુખ્ય કામ કેન્દ્ર દ્વારા ત્રાસવાદી
ગ્રસ્ત કુટુંબોને સહાય પહોંચાડવાનું અને તેમના ઉઘ્ધાર માટે પગલાં
લેવાનું સૂચવાયું હતું.
એક સમયે એટલે કે એનડીએ કેન્દ્ર સરકારના
શાસનકાળમાં નેશનલ કોન્ફરન્સ દ્વારા આવોજ ઓટોનોમસ રિપોર્ટ તૈયાર
થયો હતો. પાકિસ્તાનના સુપ્રિમો પરવેઝ મુશર્રફ તેને ‘સેલ્ફ-હલ’ ફોર્મ્યુલા
કહેતા હતા. એટલે જમ્મુ-કાશ્મીર પોતાનું શાસન સ્વતંત્રરીતે ચલાવે તેમાં
કેન્દ્રનો કોઈ ચંચુપાત નાહોય. ત્યારે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાએ
જુલાઈ ૨૦૦૦માં ઓટોનોમસ રીપોર્ટને મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી
આપ્યો હતો. ત્યારે એનડીએ સરકારે તેને એમ કહીને રીજેક્ટ કર્યો હતો
કે જમ્મુ અને કાશ્મીરની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતા માટે ખતરા સમાનઆ
રીપોર્ટ છે.
હવે મનમોહનસંિહ ઓટોનોમસ રીપોર્ટની
જગ્યાએ વર્કંિગ ગૃપ ઉભા કરવા માગે છે જે સ્વતંત્ર રીતે કામ કરે !! જોકે
આ ગૃપમાં કોઈ ત્રાસવાદી જૂથનો માણસ ના હોવો જોઈએ એવું નક્કી
કરાયું છે. આ ગૃપો જમ્મુ-કાશ્મીરને સ્પેશ્યલ સ્ટેટસ આપવા વિશે વિચારણા
કરશે.
જમ્મુ-કાશ્મીરના લોકો કહે છે કે જો
નેશનલ કોન્ફરન્સ કે પીડીપી જેવા પક્ષો ઓટોનોમસ બોડીની વાત કરશે
તો પછી ત્રાસવાદીઓ પાસે માગવાનું બાકી શું રહેશે?! આ લોકો
તો એટલે સુધી કહે છે કે ભારત તરફી વાતો કરતો કોઈપણ પક્ષ ઓટોનોમી
બોડીમાં નાં હોવો જોઈએ.
ભાગલાવાદી તત્વો ત્રણ ભાગમાં વહેંચાયેલા
છે એક ત્રાસવાદી પ્રવૃતિના બીજા નંબરે ભાગલાવાદી વિચારસરણીવાળા
તત્વો અને ત્રીજા નંબરે ચર્ચા વખતે હાજર રહેતા જૂથો. યાસીન મલિક, સાજીદ
લોન જેવા નેતાઓ ક્યારે કોનો બહિષ્કાર કરે તે કોઈનેય સમજ નથી પડતી.
હુર્રિયતના નેતાઓ પાછા મંત્રણાના ટેબલ
પર આવશે એવી મનમોહનસંિહની વાતમાં તથ્ય ભલે હોય પણ આ હુર્રિયતવાળા
ભરોસાપાત્ર નથી. કાશ્મીરના લોકોના પ્રતિનિધિ બનીને આ લોકો ફરે
છે પણ લોકોમાં તેમનું કોઈ સ્થાન નથી. હકીકતે જો તેઓ લોકોના પ્રતિનિધિ
હોત તો મહત્વની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવાની ના પાડતાં પહેલાં
સોવાર વિચારત.
રાજકીય નિરીક્ષકો માને છે કે ભાગલાવાદી
તત્વો આવી સમાધાનની ફોર્મ્યુલાની કોન્ફરન્સોથી દુર રહે તે
જરૂરી છે, જેથી ગમે ત્યારે વાંધા કાઢી શકાય હુર્રિયત નેતા મીરવાએઝે
કોન્ફરન્સમાં લેવાયેલા નિર્ણયોની પ્રશંસા કરી પણ રાઉન્ડ ટેબલમાં હાજર રહેવાથી
દુર રહ્યા હતા.
યુપીએ કેન્દ્ર સરકાર વધતા જતા ત્રાસવાદી
હંિસાચારને નજરમાં રાખ્યા સિવાય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને મહત્વ આપી રહ્યા
છે. હંિસાચારને ડામવા માટે કડક પગલાં લેવામાં આવશે એવું કેન્દ્ર સરકાર
ભાગ્યેજ કહેતી જોવા મળે છે. ગુજરાતની ટુરિસ્ટ બસ હુમલો, મ.બંગાળના ટુરિસ્ટ
બસ પર હુમલો વગેરે ઘટનાઓ કેન્દ્ર સરકારની આંખો ખોલવા માટે પુરતી
છે. તેમ છતાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજીને સરકાર મંત્રણાથી બઘુ સમાધાન
કરવા માગે છે. યુપીએ કેન્દ્ર સરકારની ટીકા ભલે હાલમાં એનડીએની ભૂતપૂર્વ
કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા પક્ષો કરતા હોય પરંતુ જ્યારે તેઓ સત્તા
પર હતા ત્યારે ભાગલાવાદી તત્વોની આજરીતે આળ-પંપાળ કરતા હતા.
વિશ્વહિન્દુ પરિષદે પાકિસ્તાન
પર હુમલો કરવાની વાત કરીને ત્યાં ટપોટપ મરાતા હિન્દુઓ અંગે
ચંિતા વ્યક્ત કરી છે. વડાપ્રધાનની શ્રીનગર મુલાકાતના અગાઉના ત્રણ દિવસમાં
૨૨ લોકોની હત્યા થાય છતાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તેનો ઉલ્લેખ ના
થાય એ કેવું ?!
પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ છે, એવું
કહેતાં પણ કેન્દ્ર સરકાર ખચકાય છે, આટલી બધી આળ-પંપાળ શેના માટે
એ પ્રશ્નનો જવાબ ઉકેલવા ભારતની પ્રજા મથી રહી છે.
ભારતમાં આવીને વારાણસીમાં સંકટ મોચન
મંદિર પર હુમલો અને નાગપુર આવીને સંઘ કાર્યાલય પરનો હુમલો
એ ભારતમાંના ત્રાસવાદી નેટવર્કની સાબિતી આપતી ઘટનાઓ છે.
સમગ્ર ભારતમાં ચારેબાજુ રેડએલર્ટ, ઝેડસિક્યુરીટી
અને અગમચેતીના સંખ્યાબંધ પગલાં લીધા હોવા છતાં ત્રાસવાદીઓ
દેશના ગમે તે ખુણે ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે એ હકીકત સત્તાવાળાઓએ
ભુલવી ના જોઈએ.
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમ્યાન છ
બોંબ ધડાકા કરાય એ દર્શાવે છે કે ઓલ એરાઉન્ડ ત્રાસવાદ
સામે ભારતે કડક બનવાની જરૂર છે.
|