ઘટના
પર પૂર્ણવિરામ મુકવાનો મેચ રેફરીનો સંકેત
ધોની પ્રકરણ પર હવે કોઈ વિવાદ નથી ઃ રેફરી
એન્ટિગા, તા. ૬
ધોનીને વિવાદાસ્પદ રીતે
આઉટ આપવાના નિર્ણય તેમજ લારાના આક્રમક વર્તનને આવરી લેતી ગઈકાલે બનેલી
ઘટના પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે તેમજ હવે આ અંગે બંને કેમ્પમાં
કોઈ ફરિયાદ નથી, એમ જણાવતા મેચ રેફરી જેફ ક્રોએ સંપૂર્ણ વિવાદ
પર પડદો મુકવાનો પ્રયાસ કર્યો હતો.
બંને ટીમના કેપ્ટનોને કોઈ વાંધો
નથી
આ અંગે અમ્પાયરો લારા અને દ્રવિડની મુલાકાત
લીધી હતી, એમ જણાવતાં ક્રોએ આ ઘટનામાં વઘુ ચકાસણીની શક્યતાનો
ઇન્કાર કરી દીધો હતો. ધોનીએ સળંગ ત્રણ છગ્ગા ફટકાર્યા
બાદ ચોથો છગ્ગો ફટકારવા જતાં સ્કેવર લેગ પર ગંગાના હાથમાં ઝીલાયો
હતો. બોલ હાથમાં આવ્યો, ત્યારે તેનો પગ બ્રાઉન્ડ્રી લાઈનને અડી ગયો
હોવાનું કહેવાય છે.
જ્યારે ધોનીને મેચ શરૂ કરવાની સૂચના
અપાઈ ત્યારે લારા ઉશ્કેરાયો હતો અને તેણે અમ્પાયર રઉફના હાથમાં ઝાપટો
મારી બોલ ખેંચીને પોતાનો ઉશ્કેરાટ વ્યક્ત કર્યો હતો. આ વર્તન અમ્પાયરોને
પણ ગમ્યું ન હતું.
આ મુદ્દે લારાના પ્રતિસાદ અંગે પૂછઆયેલાં
પ્રશ્નના જવાબમાં વિન્ડીઝ કોચ કંિગે તે પ્રકરણને બાજુએ મુકી રાખવાનો પ્રયાસ
કર્યો હતો. હું માનું છું કે હવે આ ઘટના ભૂતકાળ બની ગઈ છે. સારા
વાતાવરણમાં ક્રિકેટ રમાય, તેમ બંને દેશો ઇચ્છે છે.
મેચ એક રોમાંચક તબક્કામાં આવી છે તેમજ
મને ખાતરી છે કે બંને પક્ષો વિવાદને નજર અંદાજ કરીને ક્રિકેટને
જીતાડશે.
|