લારાની
હતાશા મેદાન પર દેખાઈ
ધોનીની આક્રમક ફટકાબાજીએ લારાને હચમચાવી નાખ્યો હતો
એન્ટિગા, તા. ૬
ભારતના આક્રમક બેટ્સમેન ધોનીના
આક્રમક છગ્ગાઓથી હેબતાઈ ગયેલા લારાને હતાશાનો એટલો બધો ઓવરડોઝ
થઈ ગયો કે તેણે મેદાન પરના અમ્પાયરોને પણ છોડ્યા ન હતા. પ્રથમ
ઈનંિગમાં ૧૩૦ રનની ઉપયોગી લીડ મેળવ્યા બાદ લારાને લાગતું હતું
કે વિજયશ્રી તેને વરણશે. પરંતુ, ભારતના જાફર સહિતના બેટસમેનોએ તેની
આ આશા પર પાણી ફેરવી દેતા લીડનું અંતર કાપીને મોટો સ્કોર
ખડકી દીધો હતો. આ સિરિઝ એકદમ મૈત્રીભર્યા વાતાવરણમાં
ચાલતી હતી, પરંતુ, લારાના અચાનક બદલેલા વર્તને આખી મજા બગાડી નાખી
હતી. ખેલદિલી તેના વર્તનમાં ક્યાંય દેખાઈ ન હતી. અમ્પાયર રઉફ
પાસેથી બોલ આંચકીને પોતાના ખેલાડીઓને મેચ ચાલુ રાખવાની સૂચના
આપતી તેની હિલચાલ તેના પ્રત્યે અણગમા જગાડનારી હતી. આવો મહાન બેટ્સમેન
આવી રીતે ખેલદિલીનો ત્યાગ કરીને ઉશ્કેરાશે, તેની કદાચ કોઈએ
કલ્પના પણ ના કરી હોય. અગાઉ ક્યારેય લારા આવી રીતે ક્રુઘ્ધ દેખાયો
ન હતો. જાફર અને દ્રવિડે ચાર કલાક સુધી ક્રીઝ પર બોલરોને હંફાવ્યા
હતા. એ પછી ધોની અને કેંફે છઠ્ઠી વિકેટ માટે આક્રમક ૧૦૨ રન જોડી
દીધા હતા.
મોહમ્મદની ૩૦મી ઓવરમાં ધોનીએ
સળંગ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે ટીવીમાં લારાનું મોઢું જોવા જેવું
હતું. તેના ચહેરા પર હતાશા એકદમ સ્પષ્ટ દેખાતી હતી. ચોથો
છગ્ગો ફટકારવાના પ્રયાસમાં તે જ્યારે બાઉન્ડ્રી લાઈન પર ઝીયાલો અને પગ
બાઉન્ડ્રી લાઈનને અડ્યો છે કે નહિ તેનો વિવાદ જાગ્યો, ત્યારે લારાએ
એ તકને નહિ ચુકવાનું નક્કી કરી લીઘું હતું અને છેક સુધી લડી લેવા
મક્કમતા દર્શાવી હતી.
ધોનીએ ઈનંિગમાં છ છગ્ગા ફટકાર્યા
હતા. તેણે ૫૦ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા. ભારતે પોતાની સલામતી માટે
લગભગ પૂરતા રન કરી લીધા હોવાથી લારાને એમ હતું કે જો ધોની
વઘુ ટકશે તો તે અમારા બોલરોનો વિશ્વાસ ડગમગાવી નાખશે.
|