રોબર્ટસે
પઠાણને રન-અપ સુધારવાની સલાહ આપી
પઠાણને અગાઉ ક્યારેય નજીકથી રમતા જોયો ન હતો ઃ રોબર્ટસ
એન્ટિગા, તા. ૬
’૭૦ના દાયકાના વિન્ડીઝના મહાન ફાસ્ટ
બોલર એન્ડી રોબર્ટસે ભારતના ઓલરાઉન્ડ પઠાણને બોલંિગની કેટલીક ટિપ્સ
આપી હતી તેમજ દબાણના સમયે કેવી રીતે ધીરજ જાળવવી તેની શીખ
આપી હતી. તેમના આ ‘સેશન’ને કરેક્ટિવ સેશનનું નામ અપાયું હતું.
ભારત-વિન્ડીઝ વચ્ચે ચોથા દિવસની રમત પૂરી થયા બાદ ગ્રાઉન્ડ
પર પઠાણ અને રોબર્ટસની આ જોડી દેખાઈ હતી. આ વેળાએ એનિમેટેડ
પ્રીન્ટ અને ટેલિવિઝન મીડિયાના પત્રકારો પણ હાજર હતા.
પઠાણની ખામી અંગે ચેપલનું ઘ્યાન દોર્યું
હતું
સેશન બાદ રોબર્ટસે કહ્યું હતું
કે, મને લાગે છે કે તેને તેના રન-અપના છેલ્લા બે તબક્કામાં મુશ્કેલી થાય
છે મેં તેના ઉકેલનો પ્રયાસ કર્યો હતો. જો તમે તમારો રન-અપ બરાબર નહિ
રાખો તો તેમના એકશનમાં ખામી રહેશે જ.
રોબર્ટ્સે ઉમેર્યું હતું કે આની પહેલા
તેણે પઠાણને ક્યારેય નજીકથી બોલંિગ કરતા જોયો ન હતો. માત્ર, આજે સવારે
પ્રેક્ટિસ સેશનમાં તેને જોવામાં આવ્યો હતો. તેને જોયા બાદ કોચ
ચેપલનું મેં ઘ્યાન દોર્યું હતું. ચેપલે મને કહ્યું હતું કે જો હું
પઠાણને આ અંગે કંઈક સલાહ આપું તો તે ખુશ થશે. પઠાણના એકશનને મજબૂત
બનાવવા માટે રોબર્ટ્સે તેને સ્ટમ્પથી દૂર બોલ ફેંકવાની સલાહ આપી
હતી.
રન-અપ આપ્યા વગર ૪ બોલ નાખે તો તેના
માટે વઘુ સારું રહેશે, એમ રોબર્ટ્સે ઉમેર્યું હતું. આવી રીતે પઠાણે
એક દડો નાખ્યો તો રોબર્ટસે તેના રન-અપને માપીને બતાવ્યું કે
આ ૨૩ પગલાં જેટલો છે.
|