home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

હંિગીસ અને વિલિયમ્સનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય
ફ્રેન્ચ ઓપનમાં ક્લાઇટર્સ અને હેનિન-હાર્ડિનની વિજયકૂચ જારી

પેરિસ, તા. ૬

ફ્રેન્ચ ઓપનમાં ટોચના કેટલાક ખેલાડીઓ આજે પરાજય પામ્યા હતા. અમેરિકાની વીનસ વિલિયમ્સનો પરાજય ચેક ગણરાજ્યના વૈદિસોવા સામે ૬-૭, ૭-૧, ૬-૭થી થયો હતો.

વૈદિસોવા અને ક્રુઝનેતસોવા પણ સેમી ફાઇનલમાં

આમ હવે વિલિયમ્સ ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચ્યા બાદ સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગઇ છે. આ ઉપરાંત આક્રમક રીતે પુનરાગમન કરનાર સ્વિટઝર્લેન્ડની હંિગીસનો બેલ્જિયમની કાઇસ્ટર્સ સામે પરાજય થયો હતો.

તેણે આ મેચમાં પ્રથમ સેટમાં થોડોક મુકાબલો કર્યો હતો પરંતુ બીજા સેટમાં એકદમ નિસહાય થઇ જતાં તે ૭-૬, ૬-૧થી હારી હતી.

મહિલાઓની ક્વાર્ટર ફાઇનલની અન્ય મેચોમાં જર્મનીના અન્ના- ગ્રોનફીલ્ડનો બેલ્જિયમની હેનિન હાર્ડિન સામે કારમો પરાજય થયો હતો. પ્રથમ સેટ ૭-૫થી હાર્યા બાદ ગ્રોનફીલ્ડે બીજો સેટ પણ ૬-૨થી ગુમાવી દીધો હતો. રશિયાની સફિનાને તેના જ દેશની કુઝનેત્સોવાએ ૭-૬ અને ૬-૦થી કારમો પરાજય આપ્યો હતો. સફિનાએ ચોથા રાઉન્ડની મેચમાં પોતાના જ દેશની શારાપોવાને પરાજય આપ્યો હતો.

પોતાના પરાજય બાદ અમેરિકાની વિલિયમ્સે ઉમેર્યું હતું કે, વૈદિસોહાએ ઘણી સારી રમત બતાવી હતી. તે ખરેખર મહિલાઓની સ્પર્ધામાં આ ટાઇટલ જીતવાને લાયક છે.

હવે સેમિ ફાઇનલમાં વેદિસોવા, હાર્ડિન, ક્લાઇટર્સ અને કુઝુનેત્સોવનો પ્રથમ વારો છે. આ ચારેય ખેલાડીઓમાં કોઇ અપસેટ ના સર્જાય તો હાર્ડિન અને ક્લાઇસ્ટર્સ હાલમાં હોટ ફેવરીટ ગણાય છે.

Copyright   © Gujarat Samachar