ધોનીના
પ્રકરણથી આઈસીસીની ઉંઘ ઉડવી જોઈએ
છેલ્લા બોલે છ રન કરવાના હોય તેવી સ્થિતિમાં મેચનું પરિણામ કઈ રીતે
નક્કી થયું હોત
એન્ટીંગા, તા. ૬
ધોનીના છગ્ગા અને વિકેટનો વિવાદ
ભલે હાલ પુરતો શમી ગયો હોય પણ આઈસીસીસીએ જે ટેકનિકલ કમિટી અને
અવનવા હાઈટેક સુધારાઓની ગુલબાંગ પોકારે છે તેઓએ ગઈકાલે
બનેલી ઘટનાથી સાબદા થઈ જવાની જરૂર છે. ધારો કે ભારતે જીતવા
માટે આખરી ઓવરનાં આખરી બોલે છ રન કરવાના હોત અને આ વિવાદમાં
બન્યું તેમ ત્રણેય અમ્પાયરોએ હાથ અઘ્ધર કરી દીધા હોત
તો શું થાત ?
ટેકનોલોજીની બડાશ મારતા આઈસીસીને
લપડાક
હાલ ચાલતી પ્રથમ ટેસ્ટમાં જ માની લો
કે વિન્ડિઝ એકાદ વિકેટ બાકી હોય અને ટાર્ગેટ મેળવી લે તો.
ભારતે ધોનીના ગુમાવેલા છ રન ભારે પડી શકે. વર્લ્ડકપની ફાઈનલ
જેવી મેચમાં આવી ઘટના બને તો હુલ્લડ પણ ફાટી નીકળે. આઈસીસીએ ધડો
લેવાની જરૂર છે કે હજુ તેઓના કેમેરાના એંગલ અને ક્લોઝઅપ રીપ્લે
ટેકનીકલી સજ્જ નથી. આઈસીસી છેલ્લા કેટલાક અરસાથી ક્રિકેટને માનવીય રમતની
જગ્યાએ ટેકનોલોજીથી ભરી દેવા માંગે છે. રમતનું વ્યાપારીકરણ
પણ ચંિતાજનક રીતે વધી ગયું છે. પ્રાયોજકો પાસેથી તમામ સ્તરે
નાણાં ખંખેરવાના મોહમાં હવે બાઉન્ડ્રી લાઈનને પણ છોડાતી નથી. બાઉન્ડ્રી
ફરતે દોરડા પર પ્રાયોજકોના નામ સાથે કવર ચઢાવેલું હોય છે.
આ કવરનો કેટલોક ભાગ અડધો ઉખડેલો હોય છે. તેના પર ફિલ્ડરનો
બાઉન્ડરી રોકતા કે કેચ પકડતા બુટ અડે તો શું થાય તે અંગે આઈસીસી
મૌન છે. તેઓએ આયોજકોને સ્પષ્ટ સુચના આપવાની જરૂર છે કે બાઉન્ડ્રી
લાઈન ખાસ પ્રકારના ખસી ના જાય તેવા દોરડાથી બનાવવામાં આવે.
તેના પર કોઈ રેપર કે કવર લગાવવામાં
ના આવે. તેવી જ રીતે કેમેરાના તમામ એંગલોનું, સ્ટમ્પવિઝન કેમેરાનું
પણ નિરીક્ષણ કરીને રીહર્સલ કરવું જોઈએ.