|
ખેલદિલીવિહોણાં
લારાએ અમ્પાયર પાસેથી બોલ આંચકી લીધો
લારાએ ધોનીને કહ્યું, મને મારા ખેલીડીઓ પર વિશ્વાસ છે, તુ આઉટ
હોઇ પેવેલિયન ભેગો થઇ જા
એન્ટિગા,તા૬,
કોઇ પણ બેટ્સમેનને તેને આઉટ થયાની
ખબર મેદાનને બદલે ડ્રેસંિગ રૂમમાં આપવામાં આવી હોય, તેવી
ઘટના ગઇ કાલે એન્ટિગાના મેદાન પર બની ગઇ હતી. ખરાબ પ્રસારણ અને
ખરાબ એમ્પાયરંિગની સાથે સાથે મેદાન પર પરની બિનખેલદિલી આ
તમામ બાબત એકસાથે મદાન પર જોવા મળી હતી.
ક્રિકેટ ઇતિહાસની સૌપ્રથમ ઘટનાઃ
જેમાં ખેલાડીને પોતે આઉટ થયાની ખબર મેદાનને બદલે ડ્રેસંિગ
રૂમમાં પડી
ઘટનાની વિગત એવી છે કે, ડાબોડી બોલર
મોહમ્મદની બોલંિગમાં ભારતના આક્રમક બેટ્સમેન ધોનીએ સળંગ
ત્રણ બોલમાં ત્રણ છગ્ગો ફટકાર્યા બાદ ચોથો છગ્ગો ફટકારવાના પ્રયાસમાં
બાઉન્ડ્રી લાઇન પર ગંગાના હાથમાં ઝીલાઇ ગયો હતો. પરંતુ, આ કેચ વિવાદનો
મુદ્દો બન્યો હતો. ગંગાનો પગ બાઉન્ડ્રી લાઇન પર પડ્યો હતો કે કેમ,તે
ચકાસવા માટે થર્ડ અમ્પાયરના નિર્ણયની માગણી કરવામાં આવી હતી. પરંતુ,
કેમેરામેનો ઉંઘતા હતા કે કેમ, તેઓ આ દ્રશ્યમાં પગનો ભાગ જુદા-જુદા
એંગલથી તેમના કેમેરામાં નહિ સમાવ્યો હોવાથી થર્ડ અમ્પાયર બિલી ડોક્ટ્રોવ
માટે હવે નિર્ણય કોની તરફેણમાં આપવો, તે મુશ્કેલ બની ગયું હતુ.
પૂરતી ખાતરી નહિ હોવાથી થર્ડ અમ્પાયરે
નિર્ણય આપવાનું ટાળ્યું હતું. હવે ડોક્ટ્રોવ આ જવાબદારીમાંથી
છટકી જતા નિર્ણય આપવાની જવાબદારી અમ્પાયર રઉફ પર ફરી એક વખત આવી
હતી. બેનિફિટ ઓફ ડાઉટનો લાભ જેમ બેટ્સમેનને અપાય છે, તેમ અમ્પાયરે
ધોનીને નોટઆઉટ માનીને મેચ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.પરંતુ,
લારાએ ત ેમાનવાને બદલ પોતાનો ઉશ્કેરાટ જારી રાખતા પરિસ્થિતિ મુશ્કેલ
બની હતી.
આ અમ્પાયરો ફરી એક વખત ધોની
પાસે આવ્યા હતા અને પોતે શું કહેવા માગે છે, તેવી પૃચ્છા કરી હતી.
ધોનીએ પણ પોતે આઉટ નહિ હોવાનું જણાવતા લારા ઉશ્કેરાયો હતો
અને તેણે અમ્પાયર પાસેથી બોલ આચકી લઇ મેચ ચાલુ રાખવાનુ ંનક્કી કર્યું
હતું. લારાએ જેરીતે, પ્રતિભાવ આપ્યા હતા તેનું પ્રસારણ જોતાં એમ લાગ્યું
હતું કે,અમ્પાયરો તેનાથી ખુશ નહતા.
જ્યારે અમ્પાયરો પોતે નિર્ણય આપી શક્યા
નહતા ત્યારે લારા મારી પાસે આવ્યા હતો અને કહ્યું હતું કે, તે કેપ્ટન
હોવાથી તેના ખેલાડીઓનો ચાર્જ સંભાળે છે તેમજ તેના ખેલાડીઓ જે
કંઇ પણ કહે છે તે સાચું છે અને મારું માનવું છે કે, તારે આઉટ થઇ બહાર
નીકળી જવું જોઇએ, એમ મેચ પછી ધોનીએ જણાવ્યું હતું.
અમ્પાયરો સાથે આંખ મિલાવ્યા બાદ
મે ફીલ્ડ છોડી દેવાનું નક્કી કર્યું હતું. ધોનીએ ચાલતી પકડી
ત્યાર ભારતીય કેપ્ટન દ્દવિડે દાવ ડિક્લેર કરવાનો નિર્ણય કર્યો હતો.
પોતે પકડેલા કેચ અંગે ગંગા પણ એકદમ
નિશ્ચિત નહતો. વિન્ડીઝ કેમ્પના સુત્રોએ જણાવ્યું હતું કે, લારાએ આ વખતે
ક્રીઝ પર ઉભા રહેલા ભારતના બંને બેટ્સમેનોને કહ્યું હતું કે, તમારે આવા
ખરાબ સ્પીરિટમાં મેચ રમવી હોય તો રમી શકો છો.
આ તમામ વાદ-વિવાદમાં આશરે
૧૫થી ૨૦ મિનિટનો સમય લાગ્યો હતો. જો, થર્ડ અમ્પાયર ડોક્ટ્રવોવે આ
જવાબદારી સ્વાકારી ચુકાદો આપી દીધો હોત તો
વિવાદ અટકી જાત.
નિયમ મુજબ, જો પિક્ચરમાં પૂરતા પુરાવા
ના હોય તો ટીવી અમ્પાયર બેટ્સમેનની તરફેણમાં નિર્ણય આપી શકે છે.
આ ઘટનામાં લારા જેવા મહાન ખેલાડી પાસેથી
આવી પ્રકારના વર્તનને જોતાં ખ્યાલ આવી જાય છે કે, હવે ખેલદિલી કરતા
મેચનું પરિણામ વઘુ મહત્વપૂર્ણ છેેે.
|