| ર્લ્લસી
ઁચયી
> Picture gallery |
|
|
|
પર્યાવરણની જાળવણીમાં માટીનો સૌથી
મોટો ફાળો છે. ખેતી અને જંગલોની ફળદ્રુપતામાં માટી ખૂબ જ મહત્ત્વનો
ભાગ ભજવે છે. સોમવારે વિશ્વ પર્યાવરણના દિવસે થલતેજ કાતે સેન્ટર ફોર
એન્વાયરોનમેન્ટ એજ્યુકેશનના સંકુલમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રકારની
માટીમાંથી વાસણો બનાવ્યા હતા. ગામડાઓમાં તો હજુ આજની તારીખે પણ
માટીના વાસણો જ વપરાય છે. પર્યાવરણ દિવસના અવસરે આવી રીતે માટીના
વાસણો બનાવી એ મેસેજ અપાયો હતો કે માટીના વાસણોમાં જ ખાવાથી અસલિયત
જળવાઈ રહે છે. આ અવસરે બાળકોએ અનેક પ્રકારના વાસણો બનાવ્યા હતા. (તસ્વીર
ઃ ગૌતમ મહેતા)
|
|
|
|
સોમવારે શહેરમાં પી.ટી.સી.
કોલેજમાં બારમા ધોરણમાં પાસ થયેલ ઉમેદવારોનો પ્રાથમિક શિક્ષક બનવાના
કોર્સ માટે પ્રવેશ મેળવવા માટે ભારે ધસારો થયો હતો. આમાં પુરૂષો
કરતા સ્ત્રીઓની સંખ્યા ત્રણ ગણી હતી. લગભગ ૧૦,૦૦૦ મહિલાઓ અમદાવાદના
સેન્ટરમાં જ ઉમટી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં પી.ટી.સી.ની
કુલ ૨૦,૦૦૦ સીટો છે અને ૨૫૩ કોલેજો છે. પરંતુ આ ૨૦,૦૦૦ સીટો માટે
૪૦,૦૦૦થી પણ વઘુ અરજીઓ આવે છે. ખમાસા ગેટ ખાતેની કોલેજના કમ્પાઉન્ડમાં
આખો દિવસ લાંબી લાઈનો રહી હતી. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)
|
|
|
|
ન્યુયોર્ક ખાતેના ડાયરેકટર્સ
ગિલ્ડ ઓફ અમેરિકા થીએટર ખાતે યોજાયેલા ‘અ પ્રેઅરિ હોમ કમ્પેનીઅન’ના
પ્રિમિયરમાં અભિનેત્રી મેડસને હાજરી આપી હતી.
|
|
|
|
જર્મનીમાં વર્લ્ડકપ ફુટબોલ
૯ જુન થી શરૂ થવાનો છે ત્યારૅ આ બાળક ટુર્નામેન્ટ જોવા માટે આગવા ગેટઅપ
સાથે સજ્જ થઈ ગયો છે. ત્યારે તેના ચહેરા પરનો ઉત્સાહ જોવા જેવો છે.
|
|
|
|
કમ્બોડિયામાં ૧૦મી
સદીમાં બંધાયેલા બાખેંગ મંદિરને વઘુ નુકશાન થતું અટકાવવા ન્યુ યોર્કના
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડે ઝુંબેશ આદરી છે. ટુરિસ્ટોમાં લોકપ્રિય આ મંદિર
જમીનથી ૬૫ મીટર ઉંચે એક ટેકરી પર બંધાયેલું છે.
|
|
|
|