home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

રાહુલ મહાજનને સફદરજંગનો બંગલો ખાલી કરવો પડશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬

નશીલા દ્રવ્યોનું સેવન અને સરકારી નિવાસસ્થાનના ગેરકાનુની ઉપયોગના આરોપોનો સામનો કરી રહેલા રાહુલ મહાજનને તેના પિતા સ્વ. પ્રમોદ મહાજનને સાંસદની હેસિયતથી મળેલા ૭, સફદરજંગ રોડ બંગલાને ખાલી કરવો પડશે.

ગેરકાનુની ઉપયોગ કરવા બદલ એક્સટેન્શન રદ કરવા વિચારણા

રાજ્યસભાની હાઉસ કમિટીએ મહાજન પરિવારની વિનંતીને પગલે રહેવા માટે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું પણ છેલ્લાં કેટલાંક દિવસોમાં બનેલી ઘટનાને પગલે એક્સટેન્શન રદ કરવાની વિચારણા ચાલી રહી છે.

સમિતિના ચેરમેન જે પી અગરવાલે જણાવ્યું હતું કે આ બંગલો પ્રમોદ મહાજનને રાજકીય હેતુ માટે ફાળવવામાં આવ્યો હતો. પણ તાજેતરમાં બનેલી ઘટના પરથી લાગે છે કે શંકાસ્પદ ગેરકાનુની પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ થતો હતો.

તેમણે જણાવ્યું કે, સમિતિ ટૂંક સમયમાં રાજ્યસભાના અઘ્યક્ષ ભૈરોસંિહ શેખાવતને મળશે અને મહાજનના મૃત્યુ પછી આ નિવાસસ્થાનનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ કરશે. સમિતિએ મહાજનના અવસાન બાદ આ બંગલો એક મહિના માટે રાહત દરે અને પછીનાં બે મહિના પ્રવર્તમાન બજાર ભાડાએ આપ્યો હતો.

Copyright   © Gujarat Samachar