home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

રાહુલ અને મોઈત્રા ઘટનાની રાત્રે જાકુઝીમાં નિર્વસ્ત્ર જોવા મળ્યા હતા

મુંબઈ, તા. ૬

રાહુલ મહાજન અને વિવેક મોઈત્રા ઘટનાના દિવસે મધરાત્રે જાકુઝીમાં નિર્વસ્ત્ર પડેલા જોવા મળ્યા હતા. તેઓ જરાય હિલચાલ કરતા નહોતા. આવી કબૂલાત રાહુલના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ઘટના સમયે હાજર રહેલા ચાર નોકરમાંના એકે પોલીસ સમક્ષ કરતાં ખળભળાટ મચી ગયો છે. કેસને મજબૂત બનાવવા માટે આ કબૂલાત ખૂબ જ ઉપયોગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાહુલ મહાજનના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ઘટનાની રાત્રે હાજર ચાર નોકરમાંના એકે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતથી ખળભળાટ

મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં નોકરનાં નોંધવામાં આવેલાં નિવેદનમાં એણે એવું જણાવ્યું હતું કે ઘટનાના દિવસે મધરાત્રે રાહુલ અને વિવેક મોઈત્રા જાકુઝીમાં નિર્વસ્ત્ર પડેલા જોવા મળ્યા હતા. તેઓ બિલકુલ હિલચાલ કરતા નહોતા, એમ આઈજી સ્તરના એક પોલીસ અધિકારીએ જણાવ્યાનું એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું હતું.

જોકે રાહુલ અને વિવેક જાકુઝીમાં કઈ રીતે પહોંચ્યા એ સ્પષ્ટ થયું નથી. નોકરે એવું પણ જણાવ્યું હતું કે રાહુલના પિતા સ્વ. પ્રમોદ મહાજનના સાથી સુધાંશુ મિત્તલ અને હરીશ શર્મા બંને રાહુલ અને વિવેક શરાબ પીવા બેઠા ત્યારે હાજર હતા.

સોમવારે સાંજે રાહુલે એપોલો હોસ્પિટલમાં પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મોઈત્રાએ એને સફેદ પાઉડર આપ્યો હતો અને પોતે એન્ટી- ડિપ્રેશનની દવા છે એવું માનીને એનું સેવન કર્યું હતું.

રાહુલ અને વિવેકને બેભાન અવસ્થામાં જોતાં જ નોકરે મિત્તલને ફોન કર્યો હતો. બંનેને હોસ્પિટલમાં ખસેડવા કે કેમ એવું પૂછ્‌યું હતું. પરંતુ મિત્તલે પોતે આવું છું એવું કહીને થોભવા કહ્યું હતું. મિત્તલ આવતાં જ રાહુલ અને વિવેકને એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાહુલ અને વિવેક એ દિવસે રાત્રે ૮.૦૦ વાગ્યે શરાબ પીવા બેઠા હતા. તેઓ સારા મૂડમાં દેખાતા હતા. મુલાકાતીઓ પણ સતત આવજા કરતા હતા. મિત્તલ અને શર્મા જોકે વહેલા નીકળી ગયા હતા, એવું નોકરે નિવેદનમાં જણાવ્યું છે.

કોણ કોણ કયા કયા સમયે આવ્યું એ કહેવું મુશ્કેલ છે. કારણ કે અડધા લોકોને પોતે ઓળખતો નહોતો. અને મોટે ભાગના સમયે પોતે કિચનમાં હતો. પરંતુ સાહિલ ઝારૂ અને એના ત્રણ મિત્ર રાહુલ અને વિવેક સાથે શરાબ પીતા હતા એ સાચી વાત છે, એવું નોકરે જણાવ્યું હતું.

રાહુલે પોતાને સ્નેક્સ લાવવા કહ્યું હતું. એક શેમ્પેઈનની બોટલ પૂરી થતાં બીજી મગાવવામાં આવી હતી. ઘરમાં પોતાના સહિત ચાર નોકર મોજૂદ હતા. એ દિવસે લિવંિગ રૂમમાં રાહુલ અને અન્યો મોટે મોટેથી બોલતા હતા અને ખડખડાટ હસતા હતા. મધરાત્રે અવાજ બંધ થતાં જ પોતે રૂમમાં ગયો ત્યારે કોઈ દેખાયું નહોતું. ટીવી ચાલુ હતું. એથી ઘરમાં મોજૂદ તમામ નોકરોને ચંિતા થવા લાગી હતી.

એ પછી રાહુલની શોધ ચલાવવામાં આવી હતી. એ સમયે રાહુલ અને વિવેક નિર્વસ્ત્ર અને બેભાન અવસ્થામાં જાકુઝીમાં જોવા મળ્યા હતા, એમ નોકરે જણાવ્યું હતું.

નોકર અને મિત્તલનું નિવેદન મળતું આવે છે. ઘટના બાદ પોતે રાહુલ અને વિવેકને હોસ્પિટલમાં લઈ ગયો હતો. એપોલો હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય પણ પોતાનો હતો એવું મિત્તલે પૂછપરછમાં જણાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar