home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

જમીન કૌભાંડકારોના ઈશારે કલેકટરની કથિત બદલીના વિરોધમાં
ભાજપના વિજય રૂપાણીના ઘેર કોંગીજનોના દેખાવો- સુત્રોચ્ચાર

રાજકોટ, શુક્રવાર

રાજકોટ જિલ્લા કલેકટર મોનાબેન ખંધારની બદલીના વિરોધમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના રાજ્યસભાના સભ્ય વિજયભાઈ રૂપાણીના ઘેર ધસી જઈ ઢોલ-નગારા સાથે રામઘૂન- સુત્રોચ્ચાર અને દેખાવોનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસે સાત કોંગી આગેવાનોની ધરપકડ કરી હતી. અલબત્ત આ બાબતે કોંગ્રેસી કાર્યકરોએ પોલીસ કમિશ્નરને પણ ઉગ્ર રજૂઆત કરી હતી.

ઢોલ નગારા વગાડીને કૌભાંડકારોને છાવરનારા સામે વિરોધ દર્શાવનારા કાર્યકરોની પોલીસે અટકાયતને બદલે ધરપકડ કરતા તેનો પણ વિરોધ

રાજકોટના જમીન કૌભાંડકારો સામે આકરા પગલા લેનારા કલેકટર મોનાબેન ખંધારની બદલી રાજકીય નેતાઓએ કરાવી છે તેમજ તેમના પતિ અને રાજકોટના મ્યુ. કમિશ્નર મુકેશકુમારની બદલી પણ રાજકોટના જ ભાજપના આગેવાનો કરાવી રહ્યા છે તેવી લાગણી સાથે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો રાજ્યસભાના ભાજપના સભ્ય વિજય રૂપાણીના ઘરે ધસી ગયા હતા જ્યાં ઢોલ નગારા સાથે સુત્રોચ્ચાર, દેખાવો અને રામઘૂન બોલાવવામાં આવતા મામલો તંગ બન્યો હતો. પરીણામે ત્વરીત આ ઘટનાની ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ધસી ગઈ હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસંિહ ભટ્ટી તથા હિતુભા ચુડાસમા, વિજય ચૌહાણ, મુકેશ પંડયા, વિજય બુદ્ધદેવ, મંગળભાઈ બુદ્ધદેવ, દિનેશ દુદાભાઈ અને હરેશભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. ધરપકડ કરી પોલીસની મોબાઈલ વાનમાં આ કાર્યકરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા ત્યારે આખા રસ્તે આ કાર્યકરો ભાજપની નીતિ-રીતિના વિરોધમાં સુત્રોચ્ચાર કરતા રહ્યા હતા. ધરપકડ બાદ આ તમામ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે દરેકને રૂા. ત્રણ-ત્રણ હજારના જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં દેખાવકારોની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે દેખાવકારો સામે માત્ર અટકાયતી પગલાં લેવાને બદલે પોલીસે જાહેરનામાના ભંગ સહિત આકરી કલમ લગાડતા તેના વિરોધમાં આ આગેવાનોએ પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરી ભાજપના આગેવાનોના ઈશારે પોલીસે કિન્નાખોરી રાખી આકરા પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar