home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

હીરા-આભૂષણોની ૧૦૦ પેઢી ઉઠી ગઈઃ બીજી અનેકને તીવ્ર નાણાંભીડ

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૬

હીરા તથા ઝવેરાતમાં કામકાજ રતી આશરે ૧૦૦ પેઢીઓ થોડા મહિનાઓમાં ઊઠી ગઈ છે અને બીજી અનેક પેઢી નબળી પડી છે, એમ સ્થાનિક બજારના વર્તુળોએ કહ્યું હતું. હાલની મુશ્કેલસ્થિતિ ચાલુ રહે તો, તેમાંથી કેટલી ટકી શકશે તેની ચંિતા સૌને જાણી છે. બીજી તરફ, જે બેન્કોએ આ ક્ષેત્રમાં વઘુ પડતાં ધીરાણો કર્યાં છે તેઓ પણ અત્યારે ચંિતીત બની છે.

નાણાં ધીરનારી બેન્કો પણ ચંિતામાં પડી ગઈ છે

આ વેપાર ઉદ્યોગની હાલની મુશ્કેલીનું કારણ સજાવતાં આ વર્તુળો કહે છે કે રફના ભાવ ઝડપથી વધતા જતા હતા, ત્યારે તેવા ઊંચા ભાવે અનેક પેઢીઓએ રફની ખરીદીઓ કરી હતી, પરંતુ તેમની અપેક્ષા મુજબ, પોલીશ્ડ હીરા આ ભાવ સુધર્યા નહિ. તેઓ અત્યારે નુકસાનીથી વેચાણો કરી રહેલ છે. ગમે તે ભાવે વેચાણો કરીને આ મુશ્કેલીમાંથી નીકળવા માટે તેઓ ફાંફાં મારે છે. પરંતુ આજ કામ પૂરતા પ્રમાણમાં ગ્રાહકો શોઘ્યા જડે તેમ નથી.

વેચાણોની તકની અને ગ્રાહકોની શોધમાં કેટલીક પેઢીઓ લાસ-વેગાસ ખાતેના જવેરાત મેળામાં ભાગ લઈ રહી છે. તેમને કેવો પ્રતિસાદ મળે છે જોવાનું રહે છે.

‘‘પરંતુ હીરા-જવેરાતની નિકાસ વધી રહી હોવાના આંકડાઓ કાઉન્સીલ રજુ કરે છે. તેનું શું? આવા પ્રશ્નના જવાબમાં તે વર્તુળો કરે છે કે બાંધીરાણોની શરતે ‘શીપમેન્ટ’ કરવાં તે એક વાત છે અને તેનાં નાણાં ક્યારે પાછાં ફરે તે બીજી વાત છે. વાસ્તવમાં અગાઉ અનેક પેઢીઓ એ લાંબી ઉધારીએ અમેરિકા ખાતે શીપમેન્ટ કર્યાં છે. એશીપમેન્ટો માટેનાં ધીરાણોની મુદત લાંબા સમય પહેલાં વીતી ગઈ હોવા છતાં તેનાં નાણાં હજી પાછાં ફર્યા નથી. એટલે આવા ‘શીપમેન્ટ’ કરનાર અનેક પેઢીઓ એવી ચંિતા અનુભવી રહી છે કે તેમના નાણાં પાછાં ફરશે કે ડૂબી જશે?

આ પરિસ્થિતિની હીરા-જવેરાતની ફેકટરીઓ ઉપર કેવી અસર થઈ છે તેવા પ્રશ્નનાં ઉત્તરમાં આ વર્તુળો કહે ચે કે મુંબઈનો જ દાખલો લઈએ તો સીપ્ઝ વિસ્તારમાં જે નવી ફેકટરીઓ સ્થપાઈ તેમાંથી કેટલીક બંધ પડી ગઈ છે. અન્ય ફેકટરીઓ મર્યાદિત પ્રમાણમાં કામકાજ કરે છે.

‘‘આગામી સંયોગો કેવા લાગે છે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં આ વર્તુળો કહે છે કે ક્રીસમસ પહેલાં ખાસ સુધારાની આશા જણાતી નથી. કેમકે માલ-ભરાવો વઘુ પડતો છે, જે સામે માગ ઠંડી પડી ગઈ છે.

હીરાના વેપારીમાં મંદી ચાલતી હતી, ત્યારે શેરબજારોમાં તેજી આગળ વધી રહી હતી. આથી હીરા બજારની મોટા ભાગની પેઢીઓ શેર બજારનાં કામકાજમાં વઘુ સક્રિય બનવા લાગી હતી. જેઓ આરીતે નીચી સપાટીએ શેરબજારમાં દાખલ થઈ ગયા તેમને તેમાંથી સારો લાભ મળ્યો છે, અર્થાત હીરા બજારની મંદીનો બદલો તેમને શેર બજારમાંથી મળી ગયો. પરંતુ જ્યારે સેન્સેક્સ ૧૧૦૦૦-૧૨૦૦૦ની સપાટીએ હતો. ત્યારે તે ૧૫૦૦૦-૨૦૦૦૦ની સપાટીએ પહોંચશે એવા શેખચલ્લીના વિચારોએ શેરબજારમાં મોડેથી મોટે પાયે દાખલ થયા. તેઓ ફસામણ અનુભવી રહ્યા છે. જોકે તેમને આશા છે કે શેરબજાર તરફ ખાસ ઘ્યાન આપનાર સરકાર શેરબજારની તેજીની ગાડીને આગળ ધપાવવાનાં જરૂર કાંઈક પગલાં લેશે.

Copyright   © Gujarat Samachar