home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

ક્રુડ વધતાં ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજ દરમાં વધારાના સંકેતો
વૈશ્વિક શેરબજારો ગબડતાં સેન્સેક્સ ૨૫૬ પોઇન્ટ તૂટી ૧૦,૦૦૦ અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ) અમદાવાદ, મંગળવાર

ઓઇલને હથિયાર તરીકે વાપરવાની ઇરાનની ધમકી બાદ ક્રુડના ભાવ ઉચકાતાં વિશ્વના અર્થતંત્રોની હાલત ગંભીર બનવાના અંદાજ અને ઓઇલના ઉચકાતા ભાવે ફુગાવો વધવાના ભયે ફરીને ફેડરીઝર્વ વ્યાજનો દર વધારો ચાલુ રાખે તેવા સંકેત પાછળ દેશ અને દુનિયાના શેરબજારોમાં મંદીનું બુલડોઝર ફરી વળ્યું હતું.

એસટીટીટીમાં વધારાએ ઘટતું વોલ્યુમઃ સ્મોલકેપ- મીડકેપ શેરોમાં નરમાઇ મેટલ, એફએમસીજી, એન્જી., રિફાઇનરી શેરોમાં તીવ્ર આંચકો

ડાઉજોન્સ ૧૯૯ પોઇન્ટ, નાસ્ડાક ૫૦ પોઇન્ટ તૂટતાં, કુત્શી ઇન્ડેક્સ ૧.૧ ટકા, હોંગકોંગ, જાપાન, સીંગાપોર, મલેયશીયા, ઇન્ડોનેશીયા અને ઓસ્ટ્રેલિયાના ઇન્ડેક્સ ૦.૨૭ ટકાથી ૨.૩ ટકા તૂટીને આવતાં અત્રે સેન્સેક્સમાં ભારે અફડાતફડી વચ્ચે અંતે ૨૫૬ પોઇન્ટનું ગાબડું પડયું હતું અને પ્રથમ વખત ભાવાંક ૧૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને અંદર જઇ ૯૯૫૭ બંધ રહ્યો હતો. નિફ્‌ટી ૭૯.૩૫ પોઇન્ટ ઘટી ૨૯૩૭ હતો. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ૧૪ પૈસા તૂટી ૪૫.૯૨/૯૩ બંધ હતો.

યુએસ, યુરોપ, જાપાન અને ચીનની સેન્ટ્રલ બેંકો વ્યાજના દર વધારો ચાલુ રાખવાની સંભાવના વચ્ચે વિશ્વનો આર્થિક વિકાસ ધીમો પડવાના ભયે ૧૫ મેથી વિશ્વના શેરબજારોમાં મંદીનો દોર શરૂ થયો છે. વિદેશી સંસ્થા યુબીએસ દ્વારા ભારતની ગ્રોથ સ્ટોરી અકબંધ હોવા છતાં પી/ઇ મલ્ટીપલ રેશિયો ઉંચો હોવાથી એશિયામાં ભારતને સૌથી વઘુ ઓવર વેલ્યુડ માર્કેટ ગણાવ્યું છે અને તેના હિસાબે સેન્સેક્સનો ૮૮૦૦ આસપાસનો આંક બતાવતી ગણાવી શકાય.

સરકારે પેટ્રોલ- ડિઝલના ભાવ વધારવા છતાં, આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં અને રૂા. ૨૮૦૦૦ કરોડના બોન્ડ બ્હાર પાડયા હોવા છતાં રિફાઇનરી શેરોમાં વેચવાલી વધી હતી. ઉપરાંત ઓટો શેરો પણ તૂટયા હતા. બજાજ ઓટો રૂા. ૭૩.૨૦ તૂટી રૂા. ૨૬.૦૭, ટાટા મોટર રૂા. ૧૫ ઘટી રૂા. ૭૬૭.૭૦, હિરો હોન્ડા ઘટી રૂા. ૭૫૦ અને મહિન્દ્રા ૭ ટકા તૂટી રૂા. ૫૬૩ રહ્યો હતો.

ઓઇલ માર્કેટીંગ કંપનીઓના બેઇલ આઉટ પેકેજમાં ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા અને ગેઇલ ઇન્ડિયા રૂા. ૨૪૦૦૦ કરોડના સબસીડી બોજામાં હિસ્સો ભોગવશે તેવા સમાચારે ઓએનજીસી ૬ ટકા તૂટી રૂા. ૧૦૪૦ રહ્યો હતો. મેટલ શેરો, હંિદ લીવરની આગેવાની હેઠળ એફએમસીજી શેરો, રિલાયન્સ એનર્જીમાં વેચવાલી વધી હતી.

લાર્સનમાં ૭મી જૂને બોર્ડ મીટીગમાં બોનસ શેર જાહેર થનાર હોવા છતાં વેચવાલીના દબાણે રૂા. ૧૩૫ ગગડી રૂા. ૧૮૬૭ રહ્યો હતો.

સીક્યુરીટી ટ્રાન્ઝેકશન ટેક્સ ડિલિવરી બેઇઝડ ટ્રેડમાં ૦.૧ ટકાથી વધારીને - લેણ, વેચાણ બંને ઉપર - ૦.૧૨૫ ટકા કરાયેલ છે. ડે ટ્રેડર્સ માટે એસટીટી ૦.૦૨૫ ટકાથી વધારીને ૦.૦૨ ટકા કરાયેલ છે. જો કે આ ફક્ત વેચાણ ઉપર (ખરીદી ઉપર નહિ) લાગુ થશે. એફએન્ડઓ ટ્રેડમાં એસટીટી ૦.૦૧૭ ટકાથી વધારીને ૦.૧૩૩ ટકા કરાયો છે જે વેચાણ ઉપર (ખરીદી ઉપર નહીં) લાગુ થશે. નરમ વલણમાં ૧લી જૂનથી એસટીટી વધતાં વોલ્યુમ ઘટી રહ્યું છે.

આજે ભારે અફડાતફડી જોવા મળી હતી, સેન્સેક્સની શરૂની પાંચ-દશ મિનિટમાં જ ૩૨૯ પોઇન્ટ ગબડી ૯૮૮૫ બોલાયો હતો. પરંતુ વેચાણો કપાતા ઉછળી ૧૦,૧૯૩ થયા બાદ છેલ્લા અડધા કલાકમાં ફરી ગાબડા પડયા હતા. અને તૂટીને ૯૯૫૭ બંધ રહ્યો હતો. આમ ૧૧મેના રોજ ૧૨,૬૭૧ બોલાયા બાદ આજે પહેલી વખત ૧૦ હજાર નીચે ગયો હતો.

સ્મોલ - મીડકેપ ક્ષેત્રે અસંખ્ય શેરોમાં ભાવો તૂટયા હતા. યુકાબ ફ્‌યુઅલ ૧૫ ટકા તૂટી ૧૩૩, ઇન્ડીયન રીઝોર્ટ ૧૩ ટકા તૂટી ૨૫૫, ડાઇંગ ૧૩ ટકા તૂટી ૫૪૬, મહિન્દ્રા જેસ્કો ૧૩ ટકા તૂટી ૫૮૩, ગ્રાઇન્ડવેલ ૧૧ ટકા તૂટી ૧૧૧, બજાજ હંિદુસ્તાન ૧૧ ટકા તૂટી ૩૩૮.૬૦, ઇન્ડિયા ઇન્ફોલાઇન ૧૧ ટકા તૂટી ૧૫૩, ટયુબ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ ટકા તૂટી ૯૦, કેસ્વારબીએલ ૧૦ ટકા ઘટી ૧૩૦.૫૫ અને ઇન્ડો-એશિયન ફ્‌યુઝગીયર ૧૦ ટકા તૂટી રૂા. ૧૪૬ રહ્યો હતો.

Copyright   © Gujarat Samachar