home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

ત્રણ વર્ષમાં આઇબીએમ ભારતમાં છ અબજ ડોલરનું રોકાણ કરશે

(પીટીઆઇ) બેંગલોર, તા. ૬

આગામી ત્રણ વર્ષમાં આઇબીએમ ભારતમાં તેનું રોકાણ ત્રણ ગણુ કરીને છ અબજ ડોલર કરશે એમ કંપનીના ચેરમેન અને સીઇઓ સેમ્યુઅલ જે પાલામિસાનોએ આજે જણાવ્યું હતું. ભારતમાં કંપનીની વૃઘ્ધિની શક્યતા અંગે તેમણે આશા વ્યક્ત કરી હતી.

આઇબીએમનાં કર્મચારીઓનું સૌથી મોટું સંમેલન બેંગલોરમાં યોજાયું

ભારતમાં વધારવામાં આવેલા રોકાણનાં ભાગરૂપે આઇબીએમ અહંિ નવા પ્રકારના સર્વિસ ડિલિવરી કેન્દ્રો, આઇબીએમ સિસ્ટમ્સ અને ટેકનોલોજી ગુ્રપ ઇનોવેશન, ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટિવ બ્રિફીંગ સેન્ટર વિક્સાવી રહી છે.

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા પાલામિસાનોએ જણાવ્યું હતું કે ભારત અને અન્ય ઊભરતા અર્થતંત્રો આઇબીએમની વૈશ્વિક સફળતાનો મહત્વનો હિસ્સો છે.

આઇબીએમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૪ શહેરોમાં ૪૩,૦૦૦ કર્મચારીઓ સાથે અમેરિકાની બહારના દેશોમાં ભારત આઇબીએમનુ સૌથી મોટું કેન્દ્ર છે.

ભારતમાં આઇબીએમના કર્મચારીઓના સૌથી મોટા સંમેલનમાં રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલકલામ, ભારતી એન્ટરપ્રાઇઝના ચેરમેન અને ગુ્રપ મેનેજંિગ ડિરેક્ટર સુનિલ ભારતી મિત્તલ, કર્ણાટકના ગવર્નર ટી એન ચતુર્વેદી, કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી હાજર હતા.

Copyright   © Gujarat Samachar