સંજય સૂરી રાજીવ અને ઝાયેદ સંજય ગાંધીની ભૂમિકા ભજવશે
મુંબઈ, તા.૬
ડૉ. મુરલી મનોહરની ફિલ્મ ‘સોનિયા’માં
અભિનેત્રી મોનિકા બેલ્યુસીને મુખ્ય ભૂમિકામાં લીધા બાદ ફિલ્મના
દિગ્દર્શક જગમોહન મુંદ્રા અન્ય મહત્ત્વના પાત્રોમાં ભારતીય
ફિલ્મ કલાકારોને લેવાના કાર્યમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અભિનેતા સંજય સૂરી
અને ઝાયેદ ખાનને રાજીવ અને સંજય ગાંધીની ભૂમિકામાં લેવાનો
વિચાર થઈ રહ્યો છે.
ફિલ્મ ‘સોનિયા’માં ભારતીય કલાકારો
લેવા વિચારણા
‘સોનિયા’ના દિગ્દર્શક
જગમોહન મુંદ્રાએ માહિતી આપી હતી કે આ ફિલ્મ પ્રોજેક્ટ દસ મિલિયન
અમેરિકન ડોલરનો છે. એટલે આ ફિલ્મ પ્રત્યે વિદેશી દર્શકોને
આકર્ષવા માટે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત કલાકાર હોવાં જરૂરી
છે. આ જ કારણસર છેલ્લા છ મહિનાથી મોનિકાને લેવાની તજવીજ ચાલતી હતી.
પરંતુ હવે અન્ય પાત્રો માટે મારે ભારતીય કલાકારો જોઈએ છે.સંજય સુરી
વિશે જગમોહન મુંદ્રાએ કહ્યું હતું કે સંજયનો ચહેરો અને વ્યક્તિત્ત્વ
રાજીવને ઘણાં ખરાં મળતાં આવે છે. છતાં રાજીવ જેવા દેખાવા માટે
તેણે થોડું વજન વધારવું પડશે જેથી તેનો ચહેરો થોડો ભરાવદાર
દેખાય. મારી ‘પ્રોવોક્ડ’ ફિલ્મનું મુખ્ય પાત્ર કેવું દેખાય
છે તેની લોકોને ખબર નહોતી એટલે ઐશ્વર્યા રાયે તે પાત્ર જેવા દેખાવાનો
પ્રયાસ કરવો પડ્યો નહોતો. પરંતુ ‘સોનિયા’ ફિલ્મના બધાં
જ પાત્રોથી દર્શકો સારી પેઠે વાકેફ છે. તેથી આ ફિલ્મ વાસ્તવિક
દેખાય તે માટે કલાકારોનો શારીરિક દેખાવ પણ ભૂમિકા સાથે
મળતો આવે તે જરૂરી છે.જગમોહન મુંદ્રાએ એવી માહિતી પણ આપી હતી કે
મારી ઇચ્છા ઝાયેદ ખાનને સંજય ગાંધીની ભૂમિકામાં લેવાની છે.
|