|
ભારત, આઇબીએમ સંયુક્ત રીતે નેનો કમ્પ્યુટર્સ વિક્સાવે ઃ ડૉ. કલામ
(પીટીઆઇ) બેંગલોર, તા. ૬
રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ
કલામે ભારત અને આઇબીએમ દ્વારા સંયુક્ત રીતે નેનો કમ્પ્યુટર્સ વિક્સાવીન
તેનું માર્કેટીંગ થાય તેની તરફેણ કરી છે.
૨૦૧૯ સુધીમાં સામાન્ય પીસીની
ગણતરી ક્ષમતા માનવ મગજની ક્ષમતા કરતા વધી જશે એવું અનુમાન
અહંિ આઇબીએમના કર્મચારીઓને સંબોધતા
ડૉ. કલામે જણાવ્યું હતું કે ધઆઇબીએમ તેના સ્થાપક થોમસ જે વોટ્સનની
વિચારધારા પ્રમાણે ચાલે છે. વોટ્સન લોંચપેડ તરીકે વિચારને રજુ
કરતા હતા. આ સંદર્ભમાં કલામે જણાવ્યું કે હું એ વિચારતો હતો
કે આઇબીએમના લોંચ પેડ પરથી શું લોંચ કરી શકાય?
શું આઇબીએમ, ભારતીય સાહસિકો અને
શિક્ષણ સંસ્થાઓ તેમની નક્કર ક્ષમતાઓની મદદથી એવી સિસ્ટમ કે
પ્રોડક્ટ વિક્સાવી શકે જે વિશ્વમાં નવી હોય?
શું ભારત અને આઇબીએમ સાથે મળીને આઠ
નેનો મીટર સાઇઝ ચીપમાં ૧૦ ટેરાબાઇટ્સ/ઇંચ૨ નું નેનો કમ્પ્યુટર બનાવી,
વિક્સાવી અને માર્કેટ કરી શકે. ભવિષ્યનાં મોટાં ભાગના કમ્પ્યુટર્સ અને એસેસરીઝ
માઇક્રો સાઇઝનાં હશે અને એક બીજા સાથે વાયરલેસ કમ્યુનિકેશન હશે.
એવો અંદાજ છે કે ૨૦૧૯ સુધીમાં
સામાન્ય પર્સનલ કમ્પ્યુટરની ગણતરીની ક્ષમતા માનવ મગજની ક્ષમતા કરતા વધી
જશે અને ૨૦૨૯ સુધીમાં તે માનવ મગજ કરતા ૧૦૦૦ ગણી હશે.
મારું એવું માનવું છે કે માનવ મગજની
સર્જનાત્મકતા અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર્સ કરતા હંમેશા ચડિયાતું હશે.
મિસાઇલ મેન ડો. અબ્દુલ કલામ માત્ર
રોકેટ નિષ્ણાત કે અણુંબોમ્બના નિષ્ણાત નથી તેમનું વિજ્ઞાનિ ભેજું કોમ્પ્યુટરની
બાબતમાં પણ ખુબ સારી રીતે ચાલે છે તે આ સૂચનથી દેખાઇ આવ્યું
છે.
|