home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

તબિયત લથડતા ફિલ્મ સર્જક હૃષિકેશ મુખર્જી હોસ્પિટલમાં

મુંબઈ,તા.૬

વીતેલા જમાનાના ફિલ્મ સર્જક અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન, હૃષિકેશ મુખર્જીને કિડનીની બીમારીને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં લઈ જવાયા તો ખબર પડી કે કિડની કામ કરતી નથી

‘‘શનિવારે તેમને ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કિડની કામ કરતી નિષ્ફળ જવાને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ‘‘હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર વૈશાલી રાજપરાએ જણાવ્યું હતું.

તેમણે વઘુમાં જણાવ્યા પ્રમાણે, ‘‘તેઓ સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે. તેમનું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા સામાન્ય છે. પરંતુ તેમની ઉંમરને કારણે અમે કંઈ કહી શકીએ તેમ નથી. તેઓ ૮૪ વર્ષના છે.

રાજપરાએ વઘુમાં જણાવ્યા પ્રમાણે હૃષિકેશ મુખર્જી હોસ્પિટલમાં નિયમિત રીતે ડાયાલિસિસ માટે આવતા હતા. તેમની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર છે.

‘ચૂપકે ચૂપકે’, ‘મિલી’, ‘આનંદ’, ‘અભિમાન’, ‘ખૂબસૂરત’ જેવી યાદગાર ફિલ્મોના સર્જક હૃષિકેશ મુખર્જીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ૮૪ વર્ષના હૃષિકેશ મુખર્જીએ વર્ષો પછી ‘જુઠ બોલે કૌવા કાટે’ બનાવ્યા પછી ક્ષેત્ર સંન્યાસ લીધો હતો.

Copyright   © Gujarat Samachar