home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

મણિપુર વિધાનસભાએ ઓફિસ ઓફ પ્રોફિટ બિલ ફરી પસાર કર્યું

(પી.ટી.આઈ.) ઇમ્ફાલ, તા. ૬

મણિપુર વિધાનસભાએ ઓફિસ ઓફ પ્રોફિટ બિલ તેના મૂળ સ્વરૂપે જ પસાર કર્યું છે. એક સપ્તાહ અગાઉ રાજયની ગવર્નર એચ.એસ. સિઘ્ઘુએ બિલ પરત કર્યું હતું.

ગવર્નરે સપ્તાહ અગાઉ બિલ પાછું મોકલ્યું હતું

ધારાસભ્યો દ્વારા ઓફિસ ઓફ પ્રોફિટના હોદ્દાને મુદ્દે સ્પષ્ટતાનો અભાવ હોવાથી રાજયપાલે વિધાનસભામાં ચર્ચા માટે બિલ પરત મોકલ્યું હતું.

જો બિલ પસાર કરવામાં ન આવે તો સત્તાધારી કોંગ્રેસ જોડાણના છ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવે એમ છે.

વિધાનસભાએ ગઇકાલે આ બિલ મૂળ સ્વરૂપે જ પસાર કર્યું હતું.

ગત મે ના છેલ્લા અઠવાડિયામાં વિધાનસભાએ પહેલી વખત બિલ પસાર કરી ગવર્નરની મંજુરી માટે મોકલી આપ્યું હતું. પરંતુ ગવર્નરે તે પરત કર્યું હતું.

બંધારણની જોગવાઇ મુજબ વિધાનસભાએ બિલ ફરી પસાર કર્યું હોવાથી ગવર્નર પાસે મંજુરી આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

Copyright   © Gujarat Samachar