home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

નશીલા પદાર્થનું સેવન કરનાર કરતા તેનું વેચાણ કરનારની સજા વઘુ સખ્ત

(પીટીઆઈ) નવી દિલ્હી,તા.૬

ભાજપના સ્વ. નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન પર નશીલા પદાર્થના સેવનનો આરોપ હોવા છતાં દિલ્હી હાઈકોર્ટે આજે આરોપી પાંસેથી મળી આવેલા ૫૦૦ ગ્રામના નશીલા પદાર્થમાં હેરોઈનનું પ્રમાણ માત્ર ૫.૧ ટકા જેટલું હોવાથી તેમની સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત તેની સખ્ત જોગવાઈનો અમલ કરીને ૧૦ વર્ષની સજા કરી શકાય નહીં એવું ઠેરવ્યું હતું.

નશીલા પદાર્થ સાથે પકડાયેલા મહેશ પાલ સંિહની જામીન મંજૂર કરતા દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો

એનડીપીએસ એક્ટની વિવિધ જોગવાઈોનું અર્થઘટન કરતા ન્યાયમૂર્તિ બદર દુરેઝ અહેમદે હેરોઈન રાખવા બદલ ૨૮ ઓગ્સ્ટ, ૨૦૦૨થી ધરપકડ કરાયેલા મહેશ પાલ સંિહના જામીન મંજૂર કર્યા હતા.

એનડીપીએસ એક્ટની કલમ ૩૭ સાથે કલમ ૨૧ (સી) અંતર્ગત વેચાણના હેતુ માટે નશીલા પદાર્થનો આટલો જ જથ્થો ધરાવનાર વ્યક્તિને આ કાયદા અંતર્ગત વઘુમાં વઘુ ૧૦ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી શકાય છે.

ટૂંકમાં પોતાના સેવન માટે નશીલા પદાર્થના જથ્થો રાખવાની સજા વેચાણના ઈરાદે રાખવામાં આવેલા જથ્થાની સરખામણીમાં હળવી હોય છે અને તેમાં ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે નશીલા પદાર્થનો જથ્થો જે તે વ્યક્તિએ અંગત સેવન માટે રાખ્યો છે કે વેચાણ માટે તે જાણવા માટે નશીલા પદાર્થના જથ્થાનું વજન અને નશીલા પદાર્થનું તેમા રહેલું ચોખ્ખું પ્રમાણ જાણવું જરુરી છે.

Copyright   © Gujarat Samachar