|
રાહુલ
મહાજનનો બચાવ કરતા
વાજપેયીના નિવેદન અંગે ભાજપના કાર્યકરો શરમ અનુભવે છે
(પીટીઆઇ) રાયપુર, તા. ૬
રાહુલ મહાજન અંગે ટિપ્પણી કરનારા ભૂતપુર્વ
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની મઘ્યપ્રદેશનાં ભૂતપુર્વ મુખ્યમંત્રી
ઉમા ભારતીએ આજે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો
વાજપેયીના આ નિવેદન અંગે શરમ અનુભવે છે. તેમણે જણાવ્યું કે મને
મુખ્યમંત્રીપદેથી હટાવવાનું કાવતરું વિવેક મોઇત્રાએ જ ઘડ્યું હતું.
મને મુખ્યમંત્રીપદેથી હટાવવામાં
વિવેક મોઇત્રાની ભૂમિકા હતી ઃ ઉમા ભારતી
રાહુલ તથા વિવેક મોઇત્રાની ડ્રગ્સની આદતના
આક્ષેપ અંગે પૂછવામાં આવતા ઉમા ભારતીએ જણાવ્યું કે જો તેમનાંથી ભુલથી
બોલાઇ ગયું હોય તો માની શકાય પણ જો વાજપેયીએ દિલથી આ વાત
કહી હોય તો નવી પેઢી માટે આ સારો સંદેશ નથી.
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે વાજપેયીએ
મનાલીમાં જણાવ્યું હતું કે જવાનીમાં આવી ભુલો થતી હોય છે. તમે ખરાબ
સંગતમાં પડી જાવ ત્યારે આવી ભુલો થવી સંભવ છ અને રાહુલ જોડે પણ એવું
જ થયું છે.
ઉમાએ એવો આક્ષેપ કર્યો હતો કે મઘ્યપ્રદેશનાં
મુખ્યમંત્રીપદેથી મને હટાવવામાં વિવેક મોઇત્રાના મળતિયાઓની પણ
ભૂમિકા હતી. ભાજપના કાર્યકરોએ એવી માગણી કરવી જોઇએ કે કયા સંજોગોમાં
મઘ્યપ્રદેશ અને ઝારખંડના મુખ્યમંત્રીઓને બદલવામાં આવ્યા હતા?
|