|
મોઈત્રાએ કોલેજકાળમાં ૫૦૦ વિદ્યાર્થી સાથે ડ્રગ્સ વિરોધી રેલી કાઢી હતી!
મુંબઈ,તા.૬
શરાબમાં ડ્રગ્સ ભેળવીને પીવાનો જેની
પર આરોપ થયો છે એ સ્વ. પ્રમોદ મહાજનના સેક્રેટરી વિવેક મોઈત્રાએ
કોલેજકાળમાં ૪૦૦થી ૫૦૦ વિદ્યાર્થીને ભેગા કરી ‘એન્ટ્રી ડ્રગ રન’ કાર્યક્રમ
હેઠળ રેલી કાઢી હતી. એમ વિવેકના નિકટવર્તી મિત્રોએ જણાવ્યું હતું.
વિવેકના મિત્રો તે ડ્રગ્સ એડિક્ટ હોવાનું માનતા નથી. આરએસએસના સ્વયંસેવક
રહેલા મોઈત્રામાં જબરદસ્ત નેતૃત્વ શક્તિ અને ગ્રહણ શક્તિ હતી, એવું
મિત્રો કહે છે. કોલેજ કામમાં ભાજપ યુવા મોરચાના અઘ્યક્ષ રહેલો મોઈત્રા
ક્યારેક શરાબનું સેવન કરતો પણ તેને ડ્રગ્સનું વ્યસન ન હતું એમ તેના મિત્રોનું
કહેવું છે.
વિવેકને ડ્રગ્સ લેવાનો શોખ હોય
એવું તેના મિત્રો માનતા નથીઃ કોલેજ કાળમાં મોઈત્રા દેશ
માટે કંઈક કરી છૂટવાની વાતો કરતો હતો
ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનની
હત્યા બાદ ૧૯મે, ૨૦૦૬ના રોજ વિવેક મોઈત્રાને છેલ્લી વખત મળનારા
વિવેકના ખાસ મિત્ર વિવેકાનંદ ગુપ્તાએ ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું
હતું કે હું અને મોઈત્રા ૧૯૮૨-૮૩ના વર્ષમાં માટુંગાથી ખાલસા કોલેજમાં
સાથે ભણતા હતા. વિવેક ૧૧માં ધોરણમાં કોમર્સમાં અને હું, આર્ટ્સમાં
હતો. મોઈત્રા આરએસએસમાં સ્વયંસેવક હતો. જ્યારે હું વિદ્યાર્થી પરિષદનો
કાર્યકર હતો. ૧૯૮૯-૯૦માં મોઈત્રા દાદર જિલ્લા યુવા મોરચાનો
અઘ્યક્ષ હતો. મોઈત્રા બંગાળનો અને હું બિહારનો રહેવાસી હોવા છતાં
મોઈત્રા તમામ મિત્રોને ગમે તે સમયે મદદ કરવા તૈયાર રહેતો
હોવાથી અમારી મિત્રતા ગાઢ બની હતી. કોલેજની ચૂંટણી હું લડતો હતો.
પણ દિમાગ મોઈત્રા લગાવતો હતો. તે સમયે ભાજપ પક્ષ ઊભરી રહ્યાં
હતાં. મોઈત્રા ધરણાં, આંદોલન વગેરેમાં વ્યસ્ત રહેતો હતો.
ગ્રેજ્યુએશન બાદ અમે બન્ને માટુગાની રૂપારેલ કોલેજમાં એલએલબીના
અભ્યાસ માટે જોડાયા હતા. ત્યાર બાદ અમે એમલએલએમ પણ કર્યું હતું.
મોઈત્રા પીએચડી કરવાનું વિચારી રહ્યો હતો. તે પીએચડી માટે વિષય
શોધી રહ્યો હતો. પણ તેને ચોક્કસ માર્ગદર્શન મળ્યું ન હતું.
એમ ગુપ્તાએ જણાવ્યું હતું.
૨૨ એપ્રિલના રોજ પ્રમોદ મહાજન ઉપર
હુમલા બાદ મેં ૧૯મેના રોજ વિવેકને ફોન કર્યો ત્યારે તે દિલ્હીમાં
હતો. મુંબઈ આવ્યા બાદ અમે છેલ્લી વખત મળ્યા હતા. આટલાં વર્ષોથી
મોઈત્રાને ઓળખતો હોવા છતાં ક્યારેય તેણે ડ્રગ્સ વિશે વાત નથી કરી.
તેના સ્વભાવને જોતાં, તે ડ્રગ્સ એડિક્ટ હોય તેવું માનવમાં જ નથી આવતું
એમ ગુપ્તાએ વઘુમાં જણાવ્યું હતું.
મીઠીબાઈ કોલેજમાં ભણતા અને તે સમયે
ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં પદાધિકારી બાલકૃષ્ણ પિલ્લેઈએ
‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે વિવેક મોઈત્રાને લગભગ રોજ
મળવાનું થતું હતું. મોઈત્રામાં જબરજસ્ત ઊર્જા હતી. સવારથી રાત્રે બે વાગ્યા
સુધી તે કાર્યરત રહેતો હતો. કોંગ્રેસમાં ચાલતા ભ્રષ્ટાચારથી વિવેક
પરેશાન હતો. તેના મગજમાં અખંડ ભારતનું સપનું રમતું હતું. આરએસએસનો
સ્વયંસેવક હોવાથી તે હિન્દુત્વમાં માનતો હતો. જેને કારણે તે અન્ય
કોઈ પક્ષમાં જોડાયો ન હતો. તેનામાં જબરજસ્ત નેતૃત્વ શક્તિ હતી. કિરીટ
સોમૈયા, રામ નાઈક વગેરે સાથે તેને સારા સંબંધ હતા. ૧૯૯૩-૯૪નાં
વર્ષમાં શિવસેના નબળી પડી હતી અને ગોપીનાથ મુંડે વિરોધ પક્ષના
નેતા બન્યા હતા. મોઈત્રાની શક્તિઓ પારખી મુંડેએ તેને પોતાનો પી.એ.
બનાવ્યો હતો.
મોઈત્રાનો સ્વભાવ જોતાં તે ડ્રગ એડિક્ટ
હોવાનું માનવામાં નથી આવતું. હા, ક્યારેક બે-ત્રણ મહિને તે મિત્રો
સાથે શરાબ પીતો હતો. જોકે તેને શરાબનું પણ વ્યસન ન હતું. મોઈત્રા
જ્યારે માટુંગાની ખાલસા કોલેજમાં ભણતો હતો. ત્યારે ‘એન્ટી ડ્રગ
રન’ કાર્યક્રમ હેઠળ ૪૦૦ થી ૫૦૦ વિદ્યાર્થી સાથે મળીને એક રેલી પણ કાઢી હતી.
તે સમયે ડ્રગ્સ સેવન એ ખૂબ જ ખરાબ આદત ગણાતી હતી. વિવિધ
સામાજિક સંસ્થાઓ ઠેર ઠેર ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરતી હતી.
છેલ્લે ૧૯૯૭ના વર્ષમાં દિલ્હીમાં મિડિયા ઉપરનાં એક સેમિનારમાં
હું વિવેકને મળ્યો હતો. તે સમયે પ્રમોદ મહાજન પણ હાજર રહેવાના
હતા. પરંતુ કોઈ કારણોસર તેઓ હાજર રહી શક્યા ન હતા એમ પિલ્લાઈએ
વઘુમાં જણાવ્યું હતું.
|