ઉત્તર
ભારતના વિરપ્પન તરીકે કુખ્યાત
સંસારચંદની ગેંગે ૬૫૪ દિપડા, ૪૦ વાઘ, ૩૨ જળબિલાડીનો શિકાર કર્યો
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૬
ઉત્તર ભારતના વિરપ્પન તરીકે ઓળખાતા
કુખ્યાત સંસારચંદની ગેંગે ૬૫૪ દિપડા, ૪૦ વાઘ, ૩૨ જળબિલાડી
અને સંખ્યાબંધ આરક્ષિત પ્રજાતિના પ્રાણીઓને મારી નાખી તેમના ચામડા
અને અન્ય અંગોનો રૂા. ૧.૩૮ કરોડનો વેપાર કર્યો છે. આ સનસનાટીભરી
માહિતી સીબીઆઈને સંસારચંદની ડાયરીમાંથી મળી છે.
સંસારચંદના પુત્ર પાસેથી પકડાયેલી
ડાયરીમાં વન્ય પ્રાણીઓના અંગોનો રૂા. ૧.૩૮ કરોડના વેપારનો પણ ઉલ્લેખ
સંસારચંદના પુત્ર આકાશ પાસેથી
હાથ લાગેલી પીળા પડી ગયેલાં પાનાં ધરાવતી આ ડાયરીમાં પિતાના
ગેરકાનૂની શિકાર નેટવર્કની તેમજ દેશ-વિદેશમાં પ્રાણીઓના અંગોના
વેપારની વિગતો ટપકાવવામાં આવી છે. સીબીઆઈએ સંસારચંદના જમણા
હાથ સમા સત્યભાણ સામે તા. ૨૯ મે એ ફાઈલ કરેલી પૂરક ચાર્જશીટમાં આ ડાયરીનો
મુખ્ય પુરાવા તરીકે ઉલ્લેખ કરી તમામ આરોપીઓને ફરતે ગાળીઓ કસવાનો
તખતો ઘડ્યો છે.
ડાયરીમાં દર્શાવાયેલા સોદા
ગેરકાનૂની શિકારના વેપારનું નેટવર્ક કઈ હદે ફેલાયેલું છે અને ઓર્ગેનાઈઝ્ડ
સિન્ડિકેટે દેશની વન્ય સૃષ્ટિને કેટલું ભયંકર નુકશાન પહોંચાડ્યું
છે તેનો ચિતાર આપે છે.
ડાયરીમાં પ્રાણીઓ માટે જુદા જુદા
અક્ષરના કોડ આપવામાં આવ્યા છે. ચિત્તા માટે સી, વાઘ માટે ટી,
એ, એકે અથવા એજી જળબિલાડી માટે અને વાઘના નખ અને પંજા માટે પંજા જેવા
સાંકેતિક નામો છે.
ડાયરીમાં ૧૯૭૪થી માંડી અત્યાર સુધીમાં
થયેલા સોદાનો ચિતાર આપવામાં આવ્યો છે. સંસારચંદના એજન્ટ
તેમજ મકોકામાં પકડાયેલા બાબુના કબુલાતનામા પરથી વિવાદાસ્પદ
ડાયરીની માહિતી મળી હતી. તા. ૬ જાન્યુઆરીએ સીબીઆઈએ સંસારચંદ
અને તેના ચાર સાથીદારો સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. વાઈલ્ડ લાઈફના
કેસમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મકોકાના ઉપયોગ થયો છે.
સીબીઆઈએ દાવો કર્યો છે કે તેણે
સંસારચંદની સિન્ડેકેટનું સમગ્ર મોડસ ઓપરેન્ડીનું રહસ્ય છતું કરી
આખી લીંક પ્રસ્થાપિત કરી છે. દિલ્હીમાં સંસારચંદ સામે છ કેસ
પેન્ડંિગ છે અને વાઈલ્ડલાઈફ કાયદા હેઠળ કુલ ૫૭ કેસ નોંધાયેલા
છે. ગત વર્ષે તા. ૩૦ જૂને સંસારચંદની ધરપકડ કરવામાં આવી
હતી.
|