home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

બે માસ અગાઉ ચીનમાં જન્મેલા
ત્રણ હાથવાળા બાળકનો વધારાનો હાથ શસ્ત્રક્રિયા વડે દૂર કરાયો

શાંગહાઈ, તા. ૬

થોડા સમય અગાઉ ત્રણ હાથ સાથે જન્મેલા બાળક જીજી ઉપર સફળ શસ્ત્રક્રિયા કરી તબીબોએ ત્રીજો હાથ દૂર કરી નાખ્યો છે.

સંપૂર્ણ વિકસેલા ત્રણે હાથમાંથી કયો હાથ દૂર કરવો તે અંગેનો નિર્ણય લેતા વાર લાગી

શાંગહાઈ ચીલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતેના તબીબોએ શસ્ત્રક્રિયા સફળ થયાનું જણાવી બાળકની તબિયત સારી હોવાનું જણાવ્યું છે.

જીજીની શસ્ત્રક્રિયા આશ્ચર્યજનક ગણાય છે. આ બાળકની ડાબી બાજુ સંપૂર્ણ વિકસેલા બે હાથ હતાં. ક્યો હાથ કામમાં આવી શકે તેવો છે તે અંગે તબીબો દ્વિધા અનુભવી રહ્યા હતા. આવા વધારાના અંગ લઈને જન્મેલા બાળકોના વધારાના અંગ સામાન્ય કરતાં વઘુ વિકાસ પામેલા હોય છે. આ તબીબોએ બાળકના ડાબી બાજુના બે હાથમાંનો નાનો અને શરીર તરફ વળેલો હાથ કાપીને દૂર કર્યો છે. બાકી, રહેલો ડાબો હાથ સ્પર્શનો અનુભવ કરે છે પરંતુ તેને પંજો નથી.

આનહૂઈ પ્રાંતની એક સ્થાનિક હોસ્પિટલમાં પહેલી એપ્રિલના રોજ ત્રણ હાથ લઈ જન્મેલ આ બાળકને શાંગહાઈ ખાતેની આઘુનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાળકને એક જ કીડની હોવાનું પણ જણાવાયું છે.

Copyright   © Gujarat Samachar