આગામી ચંદ્ર યાત્રા માટે નવુ અવકાશયાન ઉપયોગમાં લેવાશે
વોશીંગ્ટન, તા. ૬
અમેરિકાની અવકાશ સંસ્થાના ચંદ્ર ઉપરના
આગામી મીશન માટે ચંદ્ર ઉપર ઉતારવાનું અવકાશયાન પરિક્ષણો માટે ૨૦૧૨માં
તૈયાર થઈ જશે અને ૨૦૧૪માં માનવ સહિત ચંદ્રની યાત્રાએ ઉપડશે.
નવુ અવકાશયાન ૨૦૧૦ સુધીમાં
તૈયાર થઈ જશે
હાલમાં ઉપયોગમાં લેવાતાં અવકાશયાનને
બે દુર્ઘટનાઓ નડ્યા બાદ નાસાએ ૨૦૧૦ સુધીમાં નવું
યાન તૈયાર કરવાનું આયોજન કર્યું છે. ૨૦૨૦ સુધીમાં માનવસહિતનું
યાન ચંદ્ર ઉપર ઉતારવાની નાસાની ઈચ્છા છે. નાસાના વડાના જણાવ્યા અનુસાર
૨૦૧૨માં અવકાશયાત્રાના પરીક્ષણો પુરા થયા બાદ ૨૦૧૪માં માનવ સહિતનું
યાન ચંદ્ર તરફ મોકલવાનું આયોજન છે. એપ્રિલ ૨૦૦૯ દરમ્યાન આ પરિક્ષણોનો
પ્રથમ તબક્કો શરૂ થાય તેવી અપેક્ષા છે. આ અંગેના અંતિમ નિર્ણયો આ વર્ષની
આખરમાં લેવાશે. ૨૦૨૦ સુધીમાં ચંદ્ર ઉપર ફરીથી માનવ પદચિહ્નો
પાડવામાં સફલતા મળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરીને આ વિજ્ઞાનીઓ જણાવે
છે કે હાલમાં ઉપયોગમાં લેવાતુ અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર
ઉપયોગમાં લેવાયું છે.
પરંતુ ચંદ્રની યાત્રા માટે ઉપયોગમાં
આવી શક્યું નથી.