home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

એક વર્ષ અગાઉ છુટાછેડા લીધેલી
ભૂતપૂર્વ પત્નિના લગ્ન પ્રસંગમાં આત્મઘાતી હૂમલો કરતો શખ્સ

બેઇજીંગ, તા. ૬

પોતાની ભૂતપૂર્વ પત્નિના બીજીવારના લગ્ન પ્રસંગે એક આસામીએ શરીર ઉપર વિસ્ફોટકો બાંધી આત્મઘાતી હૂમલો કરી આઠ માણસોના મોત નિપજાવ્યાની ઘટના બની છે.

લગ્ન મંડપમાં આત્મઘાતી હૂમલામાં ૮ અન્ય વ્યકિતઓ પણ મોતને શરણ થઇ

ચીનના જીક્સીઆન પરગણાના એક ગામે યોજાયેલ લગ્ન સમારંભમાં લ્યુ વેનફેંગ નામનો આસામી પોતાના શરીર ઉપર વિસ્ફોટકો ધારણ કરી પહોંચી ગયો હતો. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ લગ્ન સમારંભ વેન ફેંગની ભૂતપૂર્વ પત્નિનો હતો. બદલો લેવા માટે વેન ફેંગે સમારંભમાં આત્મઘાતી હૂમલો કર્યો હતો. વેન ફેંગ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો અને અન્ય આઠ વ્યકિતઓ પણ મોત પામી હતી. આ વિસ્ફોટમાં વેંગ ફેંગની ભૂતપૂર્વ પત્નિ અને પતિના મોત થયા છે કે કેમ તે જણાવાયુ નથી. અન્ય ઇજા પામેલી ૬ વ્યકિતઓ પણ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. વેન ફેંગે ૨૦૦૫માં પોતાની પત્ની સાથે છુટાછેડા લીધા હતાં.

Copyright   © Gujarat Samachar