વોશંિગ્ટનના
પ્રતિબંધિત વિસ્તારમાં વિમાન ધુસી ગયું
(હંિ.સ.) વોશંિગ્ટન, તા. ૬
અમેરિકાના વોશંિગ્ટન શહેરના પ્રતિબંધિત
હવાઈ વિસ્તારમાં આજે એક નાનુ વિમાન ધુસી આવ્યું હતું ત્યારબાદ
બે એફ-૧૬ લડાયક વિમાને મૈરીલેડ વિમાની મથક તેને ઉતારવા માટે મજબૂર
કરી દેવામાં આવ્યું હતું.
લડાયક વિમાનોએ પીછો કરીને મેરીલેડ
એરપોર્ટ પર ઉતાર્યું
ઉત્તર અમેરિકા એરોસ્પેસ રક્ષા કમાનના
પ્રવકતા સીન કેલીએ જણાવ્યું હતું કે ફિલાડેલ્ફિયાથી વર્જીનિયા તરફ જઈ રહેલ
ઘ કેસેના ૧૮૨નું નાનું વિમાન વોશંિગ્ટનના પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં
ધુસી ગયું હતું. આથી બે એફ ૧૬ લડાયકોએ આ વિમાનને મૈરીલેડ વિમાની
મથકે ઉતારવા માટે મજબૂર કર્યું હતું.
સુરક્ષા વહીવટી તંત્રના પ્રવકતા આંદ્રે મૈકકુલે
જણાવ્યું હતું કે અમેરિકી ગુપ્તચર સેવા આ બાબતની તપાસ કરી રહી છે એક
અન્ય અમેરિકી અધિકારીએ આ બાબતને સુરક્ષા માટે ખતરો માનવાનો
ઈન્કાર કર્યો હતો.
અમેરિકાએ સપ્ટેમ્બર ૨૦૦૧માં થયેલ હુમલાની
ઘટના બાદ વોશંિગ્ટનના ત્રણ મુખ્ય વિસ્તારોમાં હવાઈ પ્રતિબંધ
મૂક્યો હતો. આ વિસ્તારમાં કોઈ પણ વિમાન જાણ કર્યા વગર પ્રવેશી શકતું
નથી.
|