home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મૂકવા ઈરાનને પેકેજની ઓફર

(એપી) તહેરાન,તા.૬

ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ મૂકે તે માટે તેને ઓફર કરવામાં આવેલા રાહત પેકેજની દરખાસ્તમાં કેટલાક હકારાત્મક પગલાઓ તેમજ કેટલાક અસ્પષ્ટ અને દુવિધા પેદા કરે તેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા હોવાનું, ઈરાનના ટોચના વાટાઘાટ કરનાર અધિકારીએ જણાવ્યું હતું.

પેકેજની દરખાસ્ત રચનાત્મક પરંતુ, તેમાંના કેટલાક શબ્દો દુવિધા પેદા કરે તેવા છે ઃ ઈરાન

યુરોપીયન સંઘના ફોરીન પોલીસી ચીફ જેવીયર સોલાના દ્વારા મોકલવામાં આ અંગેની દરખાસ્ત મળ્યા બાદ ઈરાન ટેલિવિઝન પર બોલતા અલી લારીજાનીએ જણાવ્યું હતું કે ઈરાન હાલમાં તેના પરમાણુ કાર્યક્રમના મુદ્દે રચનાત્મક વાટાઘાટોની દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ તેઓ રાહત પેકેજની દરખાસ્તનો પૂરતો અભ્યાસ કર્યા બાદ જ તેના વિશે કોઈ ટિપ્પણી કરશે.

યુએનની સુરક્ષા સમિતિના પાંચ મુખ્ય સભ્યો તેમજ જર્મનીએ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ અટકાવી દેવા સમજાવવા અંગેની રાહત પેકેજની દરખાસ્ત પર શુક્રવારે સંમતિ દર્શાવી હતી.

આ દરખાસ્તમાં કેટલાક રચનાત્મક પાસા છે જ્યારે તેમાં કેટલીક દુવિધા પેદા કરે તેવી બાબતો પણ છે જે દૂર થવી જોઈએ, એવો ઉલ્લેખ કરતા અલી લારીજાનીએ ઉમેર્યું હતું કે તેમણે આ મુદ્દે સોલાના સાથે ચર્ચા કરીને આ મુદ્દે વઘુ વાટાઘાટ જરુરી હોવાનું જણાવ્યું હતું.દરમિયાન ગઈકાલે રાત્રે તહેરાન આવી પહોંચેલા સોલાનાએ સુપ્રીમ નેશનલ સીક્યુરીટી કાઉન્સિલની ઈમારતમાં અલીજાની સાથે બે કલાક મંત્રણા કરી હતી.

Copyright   © Gujarat Samachar