home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

લંડન બાદ હવે અમેરિકામાં ઘુમ મચાવી રહેલું ‘બોમ્બે ડ્રીમ્સ’

(પીટીઆઈ) હૃુસ્ટન,તા.૬

એન્ડ્રુ લોયડ વેબર અને રહેમાન મ્યુઝીકલનું ‘બોમ્બે ડ્રીમ્સ’હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને બન્ને દેશોના લોકો હાલમાં સાકાલાકા બેબી અને છૈયાં છૈયાંની તાલે ઝુમી રહ્યા છે.

મ્યુઝીકલની ભવ્યતાથી અંજાઈને દર્શકોએ કાર્યક્રમને ૧૫ મીનીટ સ્ટેન્ડીંગ ઓવેશન આપી વધાવી લીધો

વૈભવી પહેરવેશ તેમજ વિદેશી નૃત્ય તેમજ અદભૂત રોમાંસના સંગમ સમા આ કાર્યક્રમથી દર્શકો પ્રભાવિત થયા હતા. ભારતીય ફિલ્મોમાં મોટો ભાગે જોવા મળતા રેઈન ડાન્સ વગેરે સંગીત કાર્યક્રમથી પ્રભાવિત દર્શકોએ કાર્યક્રમમાં ૧૫ મીનીટનું સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.

ઈન્ડીપેન્ડેન્ટ પ્રોડ્યુસર્સ નેટવર્ક અને થીયેટર અન્ડર સ્ટાર્સ દ્વારા સહ નિર્મિત આ સંગીતના ભવ્ય કાર્યક્રમની ૨૪મીમેથી શરુઆત થઈ હતી અને ૪ જૂન સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને તેને શાનદાર સફળતા મળી હતી.

આ અગાઉ વર્ષ ૨૦૦૨માં લંડનના એપોલો વિક્ટોરીયા થિયેટરમાં ઓપનીંગ થવા સાથે જ બોલિવુડ પ્રભાવિત આ સંગીત કાર્યક્રમ બોમ્બે ડ્રીમ્સે ભારે ઘુમ મચાવી હતી. લંડનમાં ૨૦૦૪ સુધી બોમ્બે ડ્રીમ્સની બોલબાલા રહી હતી અને બાદમાં ૨૯મી એપ્રિલ, ૨૦૦૪થી બ્રોડવે થિયેટરમાં બોમ્બે ડ્રીમ્સના ૩૦ પ્રીવ્યુ તેમજ ૨૮૪ રેગ્યુલર પરફોર્મન્સ યોજાયા હતા.

જોકે બાદમાં ભારે મૂડીરોકાણને કારણે ખુબ વખણાયેલો આ મ્યુઝીકલ શો બંધ કરવામાં આવ્યો હતો અને બ્રોડવેમાં છેલ્લે યોજાયેલા તેના શોના ૧૫ માસ બાદ હવે તેને અમેરિકાના વિવિધ રાજ્યોના નવા દર્શકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ સંગીતના કાર્યક્રમમાં બોલિવૂડના મહાન સંગીતકાર એ આર રહેમાન તેમજ ડોન બ્લેકનું સંગીત છે. મશહૂર ફિલ્મ દિગ્દર્શક શેખર કપુરને મીરા શ્યાલ અને થોમસ મીહાનના પુસ્તક પરથી આ કાર્યક્રમ તૈયાર કરવાની સ્ફુરણા થઈ હતી અને બ્રોડવેના કમ્પોઝર એન્ડ્રુ લોયડ વેબરે આ ભવ્ય સંગીતના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું.

Copyright   © Gujarat Samachar