માનવ દાણચોરી અંગે અમેરિકાએ ભારતને ફરી વોચ લીસ્ટમાં મૂક્યું
(પી.ટી.આઈ.) વોશંિગ્ટન, તા. ૬
માનવ દાણચોરીનું દૂષણ ડામવા
માટે પૂરતાં પગલાં નહિ લેવા બદલ અમેરિકાએ સતત ત્રીજા વર્ષે ભારતને
વોચ લીસ્ટ હેઠળ મૂક્યું છે. જો કે અમેરિકી વિદેશ મંત્રાલયના આ
અભિગમને ફગાવી દઈ ભારત સરકારે ટકોર કરી છે કે આવા અહેવાલોથી
આ મુદ્દે દ્વિપક્ષી સંવાદ આગળ વધારવામાં કોઈ ખાસ મદદ
મળશે નહિ.
અમેરિકી વિદેશ મંત્રાલયના અભિગમની
ભારત સરકારે આકરી ટીકા કરી અહેવાલને ફગાવ્યો
અમેરિકી વિદેશ પ્રધાન કોન્ડોલીઝા
રાઈસે બહાર પાડેલા અહેવાલમાં જણાવાયું છે કે આ દૂષણને ડામવા
લધુત્તમ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળતા બદલ ભારતને ટાયર
ટુ વૉચ લીસ્ટ હેઠળ મુકવામાં આવ્યું છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું
કે માનવ દાણચોરીને રોકવા ભારત સરકાર પગલાં લઈ રહી છે. પરંતુ
આ પગલાં પૂરતાં નથી. ભારતની સાથે પાકિસ્તાનને પણ આ શ્રેણીમાં મુકવામાં
આવ્યું છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના અહેવાલમાં
જણાવવામાં આવ્યું હતું કે બંઘુવા મજૂરની ગંભીર સમસ્યા હલ કરવાની દિશામાં
પણ ભારત સરકાર પૂરતા પગલાં લઈ રહી નથી.
દરમિયાન અમેરિકી વિદેશ મંત્રાલયના
આ અહેવાલ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના
પ્રવક્તા નવતેજ સરનાએ જણાવ્યું હતું કે માનવ અધિકારથી માંડી ધાર્મિક
સ્વતંત્રતા અને નાર્કોટિક્સ સહિત ઘણા વિષયો પર અમેરિકા વૈશ્વિક અહેવાલો
તૈયાર કરે છે. પરંતુ આવા અહેવાલો મોટેભાગે અમેરિકાના પોતાના દ્રષ્ટિકોણને
આધારે તૈયાર થતા હોય છે. પરંતુ માનવ દાણચોરીને લાગેવળગે
છે ત્યાં સુધી એક વિદેશી સરકારના ચુકાદા સમાન અભિપ્રાયને
અમે ફગાવીએ છીએ.
સરનાએ જણાવ્યું હતું કે માનવ દાણચોરી
સહિત અન્ય આંતરરાષ્ટ્રીય પડકારો અંગે ભારત અને અમેરિકા વચ્ચે સંવાદ
ચાલી રહ્યો છે. અને આવા પ્રશ્નો વૈશ્વિક ફોરમમાં ઉઠાવી શકાય છે. અમેરિકી
વિદેશ મંત્રાલયનો અભિગમ આ પ્રશ્નો પર ભારતના સક્રિય સહકારનું પ્રતિબંિબ
નથી પાડતો.
|