લારાની
ખેલદીલીની પોલ ખુલી ગઇ
અમ્પાયરના હાથમાંથી બોલ આંચકી લીધો
એન્ટીગા, તા. ૬
ભારત- વિન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટના ચોથા
દિવસે ગઇકાલે ધોનીની ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સહિતની ૫૨ બોલમાં
૬૯ રનની ઇનંિગથી કેપ્ટન લારા હતપ્રભ થઇ ગયો હતો.
ધોનીને પેવેલીયન જવાનું કહ્યું
ઃ થર્ડ અમ્પાયરે પણ હાથ અઘ્ધર કરી દેતા તમાશો સર્જાયો
મોહમ્મદના ત્રણ બોલમાં ત્રણ છગ્ગા
ફટકાર્યા પછી જે બન્યુ તે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ઘટના છે જેમાં મેદાન
પરના બે અને થર્ડ અમ્પાયરોએ કોઇ નિર્ણય જ ના આપ્યો. કેપ્ટન લારાએ
જે વર્તન કર્યું તેના પરથી તે કેટલો ખેલદિલી વગરનો છે તેની પોલ
પણ ખુલી ગઇ હતી. જે પણ કંઇ બન્યું તેની ઝલક આવી રહી હતી.
ઘટના ક્રમ
* ડેવ મોહમ્મદની ઓવરમાં ધોનીના
ત્રણ બોલમાં ત્રણ છગ્ગા
* વઘુ એક છગ્ગો ફટકારતા મીડ ઓન બાઉન્ડ્રી
પર ગંગાના હાથમાં ઝીલાયો.
* મેદાન પરના અમ્પાયરો કેચ અંગે
નક્કી ના કરી શકતા થર્ડ અમ્પાયર ડોકટ્રોલ પર નિર્ણય છોડાયો.
* કેમેરાના એંગલ અને રીપ્લે પરથી સ્પષ્ટ
ના થતા થર્ડ અમ્પાયરે ૧૫ મીનીટ સુધી કોઇ સ્પષ્ટતા જ ના કરી.
* ધોનીને નિયમ પ્રમાણે શંકાનો
લાભ પણ ના અપાયો.
* ૧૫ મીનીટ સુધી મેદાન પર
ચર્ચા જ થતી રહી.
* લારાએ રમત શરૂ કરવા અમ્પાયર રાઉફના
હાથમાંથી બોલ ખેંચી લીધો. એટલું જ નહીં બોલને રોષભેર સ્ટમ્પ
તરફ ફેંકયો.
* આક્રોશભર્યા દબાણ સાથે ધોનીને
કહ્યું કે મારા ખેલાડીઓ પર મને વિશ્વાસ છે. તેઓ ખોટી માંગ ના કરે.
મને લાગે છે કે તારે આઉટ થઇ પેવેલીયન પરત જવું જોઈએ. રમત શરૂ થાય
તે સારી ખેલદીલી નહીં મનાય.
* આવા સંવાદ વચ્ચે જ દ્રવિડે ઇનંિગ
ડિકલેર કર્યાનો ઇશારો કર્યો.
* ધોનીનો છગ્ગો હતો, કેચ આઉટ
હતો કે આ વિવાદને કારણે ડિકલરેશન થયું તે રહસ્ય અકબંધ રહેશે.
* સૌથી વિવાદાસ્પદ બાબત એ
છે કે નિય પ્રમાણે શંકાનો લાભ બેટસમેનને અપાતો હોય છે. મેચ રેફરીને
જયારે લાગ્યું કે ટીવી કેમેરા પાસે પુરતા ફૂટે જ નથી તો તેણે શંકાનો
લાભ બેટસમેનને આપવો જોઈએ.
એટલું જ નહીં લારાએ કેપ્ટન હોવા છતાં
જે વર્તન કર્યું છે તે તેના પર સખ્ત અને સસ્પેન્શનના પગલા લેવા જેવું છે.
તેણે અમ્પાયરનું પણ અપમાન કર્યું હતું. ધોનીને પરત જવા દબાણ
કર્યું હતું. આમ છતાં હજુ સુધી તેના પર પગલાં નથી લેવાયા.
|