(-ઃ
વાત વાતમાં ઃ-)
સચિન સૂતાં સૂતાં શું વિચારે
છે ?
સચિન કહે છે કે આજકાલ વિચારોને
કારણે મને રાતના ઊંઘ નથી આવતી. વળી પોતે એમ પણ કહે છે કે હું
‘થિન્કીંગ ક્રિકેટર’ છું !
પણ જરા વિચારો, પથારીમાં પડ્યો પડ્યો
સચિન શું વિચારો કરતો હશે ?
* * *
અરેરે... હું કેટલા વખતથી ક્રિકેટ નથી
રમ્યો ? અને એ હિસાબે, અરેરે... હું કેટલા વખતથી મારા ઘરની આ એકની
એક પથારી પર ઉંધ્યા કરું છું ? મારી ટીમવાળા તો એક દહાડો
ટ્રીનિદાદ અને બીજા દહાડે એન્ટીગુઆની હોટલોમાં સુએ
છે.. અને મારે ? આ એકની એક પથારીમાં અંજલિ જોડે સુવું પડે છે
!
સોરી, સોરી.... મારે આવું ના વિચારવું
જોઈએ. પણ યાર, આ અંજલિ બહુ ઉડાઉ થતી જાય છે. ચાર દહાડા પહેલાં
એણે મારી જુની ચાદરો અને ઓશીકાંના કવરો પ્યાલાબરણીવાળીને
આપી દીધાં ! મેં કહ્યું, આમ સાવ બે-ચાર વાટકીના ભાવે
મારી ચાદર અપાતી હશે ? કોઇ સંસ્થા માટે હરાજી કરી હોત તો એક
એક ચાદરના ૫૦૦ રૂપિયા મળત !
મારી પેલી રેસ્ટોરન્ટ ચાલે છે એમાંય
કંઇક ગડબડ ચાલતી લાગે છે. પરમ દહાડે અંજલિએ કીઘું કે ચાલ સચિન,
આપણે ‘ફરારી’માં બેસીને આપણી રેસ્ટોરન્ટમાં જમવા જઇએ. મેં
કહ્યું, મારી ફરારીનું પેટ્રોલ મફતમાં નથી આવતું. તો ચીડાઇને કહેવા
લાગી કે સારું, તારી રેસ્ટોરન્ટના મેનેજરને કહે કે કોઇને જુની સાઇકલ
પર બેસાડીને આપણા માટે ખાવાનું મોકલે !
પણ હાઈલા... મેં મેનેજરને ફોન કર્યો
તો કહે છે, ઘરમાં પાર્ટી આપવાની છે કે ઘરઘરના ખાવના છો ? મેં પૂછયું
કેમ ? તો કહે, ૨૦-૨૫ જણાને ખવડાવવું હોય તો સવારનું વઘ્યું છે.
બાકી ફ્રેશ ખાવું હોય તો બનાવતાં બે કલાક થશે !
અને હા, પેલા ૧૮૦ કરોડનો કોન્ટ્રાકટ
થયો એમાં કેટલા બધા રૂપિયા ઇન્કમટેક્સમાં કપાઇ જશે ? હાઈલા.....
હું તો કેલ્કયુલેટરથી પણ નથી ગણી શક્તો...
જોકે અંજલિ એક વાતે મારાં વખાણ કરે
છે. એ મને કહે છે કે તું હવે સાચા અર્થમાં ‘થિન્કીંગ ક્રિકેટર’
બની ગયો છે !
- મન્નુ શેખચલ્લી