ગુજરાતમાં દીપડાઓની સંખ્યા ૧૦૭૦ અને રીંછની ૨૪૭
ગાંધીનગર,
ગુજરાતના જંગલોમાં વસતા દીપડાઓની
અને રીંછની તાજેતરમાં વસ્તી ગણત્રી કરવામાં આવી હતી. તેના સત્તાવાર
પરિણામો આજે રાજયના વન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. જે મુજબ
રાજયમાં દીપડાઓની સંખ્યા વધીને ૧૦૭૦ની થઇ છે. જયારે રીંછની
વસ્તી કુલ ૨૪૭ની થઇ છે.
દીપડાની વસ્તીમાં ૭૧નો અને
રીંછમાં ૨૩નો વધારો ઃ સૌથી વઘુ દીપડા ગીરમાં ઃ
સૌથી વઘુ રીંછ દાહોદ જિલ્લામાં
૨૦૦૨માં દીપડાઓની વસ્તી ગણત્રી
કરાઇ હતી ત્યારે તેમની સંખ્યા ૯૯૯ની હતી. આમ દીપડાઓની સંખ્યામાં
૭૧નો વધારો થવા પામ્યો છે. જયારે રીંછની વસ્તી ગણત્રી આ વખતે
પ્રથમ વાર યોજાઇ હતી. જો કે રીંછની સંખ્યા અગાઉ અંદાજે ૨૨૪ની હતી.
એ રીતે રીંછની વસ્તીમાં ૨૩નો વધારો થવા પામ્યો છે. ગુજરાતમાં
દીપડાઓની સંખ્યા સૌથી વઘુ જુનાગઢ જીલ્લામાં મુખ્યત્વે ગીર અભયારણ્યમાં
૩૭૧ની માલુમ પડી છે. અગાઉ અહીં દીપડાની સંખ્યા ૨૮૨ ની હતી તેમાં
હવે ૨૯નો વધારો થવા પામ્યો છે. તે પછીના ક્રમે દાહોદ
જીલ્લામાં ૧૬૬, અમરેલીમાં ૯૯ અને પંચમહાલમાં ૯૭ દીપડા માલુમ પડયા
છે. અગાઉ આ ત્રણ જીલ્લામાં અનુક્રમે ૧૪૯, ૯૫ અને ૯૩ ની સંખ્યા હતી.
સમગ્ર ગુજરાતમાં રીંછની સૌથી વઘુ વસ્તી
દાહોદ જીલ્લામાં ૯૭ની છે. તે પછી બનાસકાંઠામાં ૭૭ અને વડોદરા
જીલ્લામાં ૪૦ ની માલુમ પડી છે. સ્લોથ રીંછોનું અભયારણ્ય દાહોદ
જીલ્લામાં તનમહાલ ખાતે આવેલું છે. જયાં સૌથી વઘુ રીંછ વસે છે.
આ બંને જંગલી વન્ય પ્રાણીઓની વસ્તી ગણત્રીમાં
વન ખાતાના ૧૦ હજારથી વઘુના સ્ટાફે ભાગ લીધો હતો. આ ગણત્રી ગઇ
તા. ૧૨ થી ૧૪મી મે, ૨૦૦૬ના રોજ હાથ ધરાઇ હતી. આમાં વન્ય પ્રાણી
જીવન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ
પણ જોડાયા હતા. સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના બે સભ્યો શ્રીમતી ઉવર્શીદેવી
અને શ્રી રેવતુભાઇ રાયજાદાએ પણ ભાગ લીધો હતો. આ ગણત્રી સીઘું
નિરીક્ષણ, પાણી પીવાના સ્થળો, ઉપરાંત પગમાર્ક અને ભક્ષણોના સ્થળોએ રૂબરૂ
દેખરેખ રાખી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ
આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાંધીનગરમાં યોજાયેલા
એક કાર્યક્રમમાં આ બંને પ્રાણીઓની નવી વસ્તી ગણત્રીના આંકડા જાહેર કર્યા
હતા.
દીપડા
અને રીંછની જિલ્લા વાર વસ્તી
| જીલ્લો |
દીપડા |
રીંછ |
| અમદાવાદ |
૦ |
૦ |
| આણંદ |
૦ |
૦ |
| અમરેલી |
૯૯ |
૦ |
| બનાસકાંઠા |
૬૯ |
૭૭ |
| ભરૂચ |
૦ |
૦ |
| ભાવનગર |
૧૬ |
૦ |
| દાહોદ |
૧૬૬ |
૯૭ |
| ડાંગ |
૭૪ |
૦ |
| ગાંધીનગર |
૦ |
૦ |
| જામનગર |
૧૫ |
૦ |
| જુનાગઢ |
૩૧૧ |
૦ |
| ખેડા |
૦ |
૦ |
| કચ્છ |
૨૧ |
૦ |
| મહેસાણા |
૬ |
૫ |
| નર્મદા |
૧૬ |
૧૧ |
| નવસારી |
૨૮ |
૦ |
| વલસાડ |
૧૨ |
૦ |
| પંચમહાલ |
૯૭ |
૨ |
| પાટણ |
૦ |
૦ |
| પોરબંદર |
૬ |
૦ |
| રાજકોટ |
૧ |
૦ |
| સાબરકાંઠા |
૧૮ |
૧૫ |
| સુરેન્દ્રનગર |
૦ |
૦ |
| સુરત |
૩૮ |
૦ |
| વડોદરા |
૭૭ |
૪૦ |
| કુલ |
૧૦૭૦ |
૨૪૭ |
|