ડાકોરની
ક્રેડીટ સોસા.ના ૧૬ હોદ્દેદારો સામે ગેરવહીવટની રાવ
ડાકોર
ખેડા જિલ્લાના ડાકોર નગરમાં શહીદ
પોળમાં આવેલ શ્રી સંતરામ કો.ઓ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સો.લિ.માં
ત્રણ જેટલી બાંધી મુદત થાપણ તરીકે મુકેલી ડિપોઝીટના પાકતી
મુદતે મળવાપાત્ર નાણાં આપવામાં ક્રેડિટ સોસાયટીના જવાબદાર
વહીવટકર્તાઓ દ્ધારા ઉડાઉ જવાબ અપાતા નારાજ બનેલા થાપણદારે સોસાયટીના
ચેરમેન- વાઇસ ચેરમેન સહિત ૧૪ જેટલા ડિરેક્ટરો મળી કુલ ૧૬ જેટલા હોદ્દેદારો
વિરુદ્ધ ડાકોરની જ્યુ. ફ.ક. મેજીસ્ટ્રેટની કોર્ટમાં અન્વયે ફરિયાદ
નોંધાવી ક્રેડિટ સોસાયટીના ગેરવહીવટ અંગેની ઝીણવટભરી તપાસ તેમજ
ન્યાયની માંગણી કરતા યાત્રાધામમાં ભારે ચકચારની લાગણી પ્રસરી જવા
પામી છે. આ અંગે અદાલતે ડાકોર પોલીસને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવા આદેશ ફરમાવ્યો છે.
બાંધી મુદતની ત્રણ થાપણોના
નાણાં પાકતી મુદતે આપવામાં ઉડાઉ જવાબ અપાતા નારાજ થાપણદારની
ફરીયાદ
આ અંગેની વઘુમાં પ્રાપ્ત વિગતો મુજબ
ડાકોર નગરના બ્રહ્મ પોળમાં રહેતા વિનોદભાઇ નટવરલાલ જોષીએ
પોતાના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે ગત તા. ૯-૫-૦૫ના રોજ કુલ
ત્રણ બાંધી મુદત થાપણ તરીકે ત્રણેયના સંયુક્ત નામે ડિપોઝીટ
પેટે શ્રી સંતરામ કો.ઓ. ક્રેડિટ એન્ડ સો.લિ. (ઠે. શહીદ પોળ,
ડાકોર)માં મુકી હતી. જે ગત તા. ૯-૫-૦૬ના રોજ રુ. ૪૫ હજાર, રુ. ૪૫
હજાર તેમજ રુ. ૫૦ હજાર કુલ રુ. ૧,૪૦,૦૦૦ના રોજ મળવાપાત્ર થતા હતા. જે
રકમ સોસાયટીએ આજદિન સુધી ન ચુકવવા ઉપરાંત તે સમયે તેઓનું
રોકાણ એકદમ સલામત હોવાુનું ગાણું ગાનારા ચેરમેન- વાઇસ ચેરમેન
સહિતના હોદ્દેદારોએ ગલ્લાં- તલ્લાં કરવા ઉપરાંત ઉડાઉ પ્રત્યુત્તર
પાઠવતા મઘ્યમવર્ગના થાપણદારને ફાળ પડવા પામી હતી.
આ ઉપરાંત ક્રેડિટ સોસાયટીના વર્તમાન
કર્તાહર્તાઓએ ભેગા મળીને પોતાના કાર્યક્ષેત્રની બહાર ધિરાણ કરીને
પોતાની સત્તાનો દુરપયોગ કર્યાની વિગતો ઉજાગર થતા સચિવ
તેમજ રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જુના સચિવાલય, ગાંધીનગરનાએ
સદર મંડળીના ડિરેક્ટર સામે કાનૂની પગલા લેવા ખેડા જિલ્લાના રજીસ્ટ્રારને
આદેશ જારી કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં વ્યક્ત કરાયો
છે.
એટલું જ નહીં થાણદાર દ્ધારા બાંધી
મુદતના થાપણના મળવાપાત્ર નાણાં અંગે સોસાયટીના ચેરમેન તેમજ
મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે સતત ઉડાઉ જવાબ મળ્યા હોવાનો
સૂર ફરિયાદમાં વ્યક્ત કર્યો છે. એથી જ ચોંકી ઉઠેલા થાપણદાર
દ્ધારા ડાકોરની જ્યુ. ફ.ક. મેજીસ્ટ્રેટની કોર્ટમાં તાજેતરમાં શ્રી સંતરામ
કો.ઓ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સો.લિ. ડાકોરના ચેરમેન સતીષચંદ્ર
લક્ષ્મીશંકર જોષી (રહે. નાના બજાર, વિદ્યાનગર વાઇસ ચેરમેન ચૈતન્યકુમાર
ઉર્ફે વિઠ્ઠલભાઇ ભાનુપ્રસાદ ત્રિવેદી (રહે. ગોપાલપુરા, ડાકોર)
મેને. ડિરેક્ટર અશોકકુમાર રામલુભયા પંજાબી (રહે. સંતરામ પાર્ક સોસાયટી,
ડાકોર) સહિત ૧૩ ડિરેક્ટર મળી કુલ ૧૬ જણાં સામે ઇપીકોની કલમ ૪૦૬,
૪૧૮, ૩૪ અન્વયે ફરિયાદ નોંધાવી ક્રેડિટ સોસાયટીના સત્તાધીશો
દ્ધારા આડેધડ રીતે ધિરાણ કરી આર્થિક સ્થિતિ નબળી પાડવા ઉપરાંતના
થાપણદારના નાણાં સમયસર પાકતી મુદતે નહીં ચુકવી આપી ગંભીર
પ્રકારનો ગુનો આચરવા સબબ ઝીણવટભરી તપાસ તેમજ ન્યાયની માંગણી કરી
છે.