અડાસની બાળાના અપહરણ કેસમાં બળાત્કાર સાબિત થયો
આણંદ,
આણંદ તાલુકાના અડાસ ગામમાં
રહેતી એક આઠ વર્ષની માસુમ બાળાનું ગામના જ યુવકે પટાવી ફોસલાવી
બદઇરાદે અપહરણ કર્યુ હતું. આ બનાવ અંગે અપહ્યુત બાળાની
માતાએ વાસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે
સૌ પ્રથમ અપહરણનો ગુનો નોંધી અપહરણકર્તા આરોપી સહિત માસુમ
બાળાને ઝડપી પાડ્યા હતા.
ગામના જ યુવકે બાળાને જાંબુ ખવડાવવાને
બહાને ઉપાડી જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો
માસુમ બાળાની વાસદ પોલીસે તબિબી
ચકાસણી માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી તપાસનો દોર આગળ
ધપાવ્યો હતો. જેમાં અપરણકર્તા યુવકે માસુમ બાળા ઉપર પાશવી બળાત્કાર
ગુજાર્યો હોવાનું ઉજાગર થતા પોલીસે ઇપીકો કલમ ૩૭૬ મુજબ બળાત્કારની
કલમનો ઉમેરો કરીને વઘુ તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના
અડાસ પંથકમાં બનેલી આ ઘૃણાસ્પદ ઘટનાની વઘુમાં પ્રાપ્ત થતી વિગતો
જોઇએ તો અડાસ ગામમાં આવેલ વડીયાવગા વિસ્તારમાં રહેતા એક પરમાર
પરિવારની આઠ વર્ષની માસુમ દિકરીને ગત તા. ૩-૬-૦૬ના રોજ નમતી
બપોરના સુમોર અડાસ ગામના જ આવરીયા ટેકરા ખાતે રહેતો રાજુ ઉર્ફે
રાજલો ભગવાનસંિહ પરમાર પટાવી ફોસલાવી જાંબુ ખવડાવવાના બહાને કાયદેસરના
વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સૌ પ્રથમ રાજુ ઉર્ફે રાજલો પરમાર આ
માસુમ બાળાને પેટલાદ નજીકના શેખડી ગામે જ્યાં એક સંબંધીના
ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રિ દરમ્યાન કામાંધ બનેલા
રાજુ પરમારે આ માસુમ બાળા ઉપર વારંવાર બળજબરીપૂર્વક પાશવી બળાત્કાર
ગુજાર્યો હતો અને સવારના લગભગ ૧૧ વાગ્યાના સુમારે આ માસુમ બાળાને
આસોદર ખાતે મુકી ગયો હતો. બે દિવસથી ગુમ થયેલી આ
માસુમ બાળા રખડતી ભટકતી વિલા મોઢે પોતાના ઘરે પરત ફરી હતી અને
પોતાની સાથે થયેલ અત્યાચાર અંગેની સઘળી વિગતની પોતાના પરિવારજનોને
વાકેફ કરતા તેના કુટુંબીજનો પણ એકદમ ચોંકી ઉઠ્યા હતા.
આ બનાવ અંગે માસુમ બાળાની માતાએ
વાસદ પોલીસ મથકમાં અડાસ ગામના જ રાજુ ઉર્ફે રાજલા પરમાર સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે સૌ પ્રથમ ઇપીકો કલમ
૩૬૩, ૩૬૬ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના જ કલાકોમાં
આરોપી રાજુ પરમારને ઝડપી પાડ્યો હતો. વાસદ પોલીસ મથકના
પોસઇ યુ.કે ઠાકોરે આરોપી રાજુ પરમારની ઝીણવટભરી તલસ્પર્શી તપાસ
હાથ ધરતા કેટલીક ચોંકાવનારી વિગતો ઉજાગર થવા પામી હતી. આરોપી
રાજુ પરમાર ગામની જ આ માસુમ બાળાને જાંબુ ખવડાવાના બહાને ઉપાડી ગયો
હતો અને તેના ઉપર વારંવાર પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાનું કબુલાત
કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માસુમ બાળાના પહેરેલ સ્કર્ટ
ઉપર ડાઘ પણ મળી આવ્યા હતા. જે કપડા ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી
અપાયા હતા. જ્યારે માસુમ બાળાને પણ તબિબી ચકાસણી માટે હોસ્પિટલમાં
ખસેડાઇ હતી. વાસદ પોલીસ મથકના પોસઇ યુ.કે. ઠાકોરના જણાવ્યા
મુજબ અડાસના રાજુ પરમાર સામે સૌ પ્રથમ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો
ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં તેની કબુલાતના આધારે
ઇપીકો કલમ ૩૭૬નો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું તેમણે અંતમાં
જણાવ્યું હતું.