ધમકી
મળતા વેપારીએ પોલિસ સંરક્ષણની માગણી કરી
અમારા માણસો વિરૂદ્ધ જુબાની આપી છે તો મરવાની તૈયારી રાખજે
આણંદ,
ગોધરા હત્યાકાંડના પગલે આણંદમાં
ફાટી નીકળેલ તોફાન દરમ્યાન તોડફોડ અને આગચંપીના કેસના તાજેતરમાં
આવેલ ચુકાદામાં શહેર પાલિકાના બે કાઉન્સીલરો સહિત ચાર આરોપીઓને
પાંચ વર્ષની કેદ પડવાના કિસ્સામાં મહત્વના સાક્ષી બનેલા એવા શહેરના
એક લધુમતી કોમના વેપારીને મળતા જ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી
છે. અજાણ્યા શખ્સ દ્ધારા શહેરના આ વેપારીને જીવતા ભુજી નાંખવાની ધમકી
મળતા જ ગભરાઇ ગયેલા આ વેપારીએ પોતાના અને પરિવારની સલામતી માટે
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત શહેર પોલીસ ઇન્સ્પેક્ટરને
લેખિતમાં રજુઆત કરીને ન્યાય તેમજ પોલીસ સંરક્ષણની પણ માંગણી કરી છે.
આણંદના બે કાઉન્સિલર સહિત ચાર
આરોપીઓના કેસમાં જુબાની આપનારને ધમકી
આ અંગે વઘુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ
ગોધરા હત્યાકાંડ બાદ ગત તા. ૧-૩-૨૦૦૨ના રોજ આણંદ
શહેરમાં કોમી તોફાન ફાટી નિકળ્યા હતા. જેમાં શહેરના કેટલાક વિવિધ
સ્થળોએ લધુમતી કોમની દુકાનોમાં તોડફોડ મચાવી માલ મિલ્કતને
આગ ચાંપી માલ મિલકતની ચોરી કરી લઇ જવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે
આણંદ ટાઉન પોલીસ મથકમાં નવ જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો
હતો. આ આરોપીઓની શહેર પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી.
જેઓનો પાછળથી જામીન ઉપર છુટકારો થયો હતો. શહેરનો આ ચકચારી કેસ
તાજેતરમાં આણંદની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે
કુલ ૯ જેટલા આરોપીઓ પૈકી આણંદ નગરપાલિકાના વર્તમાન ભાજપ કાઉન્સીલર
સચિન હસમુખભાઇ પટેલ તેમજ અપક્ષ કાઉન્સીલર અલ્પેશ ઉર્ફે ચાકો નવિનચંદ્ર પટેલ,
અશોક ઉર્ફે બનારસી ભરતભાઇ ગુપ્તા અને અશોક જશભાઇ પટેલ (તમામ રહે. આણંદ)ને
કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.
જ્યારે અન્ય પાંચ આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર
કર્યા હતા.
ગોધરાકાંડના પગલે આણંદમાં
તોડફોડના કિસ્સામાં આણંદ પાલિકાના બે કાઉન્સીલર સહિત ચાર આરોપીઓને
નામદાર કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારતા ભારે ચકચાર
મચી જવા પામી હતી. આ કેસના મહત્વના સાક્ષી ગણાતા વહોરા લીયાકત હાજી
કરીમભાઇ (હાલ રહે. ખુશ્બુપાર્ક જુની પાણીની ટાંકી રોડ, આણંદ)
છેલ્લા દશ વર્ષથી આણંદ શહેરમાં ઓઇલ વેચવાનો ધંધો
કરી રહ્યા છે. ગત તા. ૧-૬-૦૬ના રોજ લીયાકત વહોરા બપોરના લગભગ ૧ વાગ્યાના
સુમારે આણંદ શહેરની જુની ડીએસપી ઓફિસની બાજુમાં આવેલ બેન્ક
ઓફ બરોડામાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારબાદ શહેરના સરદાર
ગંજ વિસ્તારમાં આવેલ પોતાની દુકાને પરત આવ્યા હતા. ત્યારે તેઓની
દુકાન બંધ હોવાનું માલુમ પડ્યું હતું. તે સમયે દુકાનનો
પગારદાર માણસ નુરમહંમદભાઇ પોતાના ઘરે જમવા ગયો હોવાનું
લીયાકત વહોરાને માલુમ પડતા જ તેઓ મ્યુનિસીપાલીટી તરફ થઇ ઘરે જવા
નિકળ્યા હતા. તે જ વખતે કોઇ અજાણ્યા શખ્સે જોરથી બુમ પાડીને તેમને કહ્યું
હતું કે, એ ઉભો રહે એમ કહી એકદમ નજીક આવ્યો હતો અને બોલવા
લાગ્યો હતો કે, ધતારા બાપાઓને તુ ઓળખે છે, તેં અમારા માણસો
વિરુદ્ધ જુબાની આપી છે, તેથી હવે તું બધી જ રીતે મરવાની તૈયારી
રાખજે, આ તો દુકાન જ સળગાવી છે હવે તો તને દુકાન સાથે
જ જીવતા સળગાવી દઇશુંધ તેવી ગર્ભિત ધમકી આપતા જ તેઓ
એકદમ ગભરાઇ ગયા હતા અને જલ્દીથી ત્યાંથી નીકળી ગયા હતા.
|