કપડવંજ તાલુકામાં
ઠેર-ઠેર ઉઠતી ફરીયાદો
પેન્શનરોને હકનાં નાણાં સમયસર મળતાં નથી
નડીયાદ.
કપડવંજ તાલુકાના પેન્શનરોને સ્થાનિક
શાખામાંથી નાણા સમયસર નહી મળતા હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે.
બેંક દ્વારા પેન્શનરો, મઘ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓના પગાર પણ
સમયસર નહી થતા હોવાથી આ મોંધવારીના સમયમાં તેઓને ભારે મુસીબતોનો
સામનો કરવો પડે છે. ઘણી વખત નાગરીકોને લાંબી લાઈનોમાં ઉભુ રહેવું
પડતું હોવાથી તેઓ કંટાળી જાય છે.૬૦થી ૭૦ વર્ષના નાગરીકોનો આધાર
પેન્શનની રકમ પર હોય છે. ત્યારે પેન્શનના નાણા મળવામાં વિલંબ થાય ત્યારે
કેવી પરીસ્થીતીનું નિર્માણ થાય તે સમજી શકાય તેવી બાબત છે. આ બાબત અંગે
જાગૃત નાગરીકોએ બેંકના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર
રજુઆતો કરી હોવા છતા નક્કર પગલા લેવાતા નથી. ત્યારે લાગતા વળગતા ઉચ્ચ
અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ કરી નાગરીકોના હિતમાં નીર્ણય લેવાય
તેવી તેઓ દ્વારા માંગ કરાઈ છે.
મઘ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને
પણ પગાર નિયમિત ન મળતાં આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે
આ વિસ્તારના જાગૃત નાગરીકોના જણાવ્યા
અનુસાર કપડવંજ તાલુકાના પેન્શનરોને સ્થાનિક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા
જરૂરી રકમની ફાળવણી કરવામાં વિલંબ કરાતો હોવાથી તેઓને ભારે અગવડતાઓ
અનુભવવી પડે છે. અહી આવતા પેન્શનરો તથા મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને
પોતાની મળવા પાત્ર રકમ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.
નાગરીકો લાંબો સમય લાઈનમાં ઉભા રહીને કંટાળી જાય છે. છતા તેઓનો
નંબર આવતો નથી. પેન્શનરો પોતાની વ્યથા ઠાલવતા જણાવેછેકે તાજેતરમાં
તેઓના પગારના નાણા તા. ર૯/૦પ/૦૬ સુધીમાં મોકલાવી દીધા
હોવા છતા તારીખ ૦ર/૦૬/૦૬ સુધીમાં તેમના નાણા નહી મળતા તેઓને
ભારે અગવડતાઓ વેઠવી પડી હતી. સરકારની યોજના મુજબ નાણા પહેલી તારીખે
મળવમ જોઈએ પરંતુ નાગરીકોને આ દિવસલમાં નાણાના અભાવે ભારે અગવડતાઓનો
સામનો કરવો પડે છે. વયોવૃઘ્ધ વડીલોને લાંબો સમય લાઈનોમાં
ઉભા રહેવું પડે તેનાથી વિશેષ કરુણતા બીજી કઈ હોઈ શકે. વળી અન્ય બચત
ખાતાનું એકજ કાઉન્ટર રહેતું હોવાથી નાગરીકોને ભારે અગવડતાઓનો
સામનો કરવો પડે છે. સત્તાવાળાઓને આ અંગે જાણ હોવા છતા તેઓ
દ્વારા જરૂરી પગલા નહી લેવાતા હોવાથી તેઓમાં ભારે અસંતોષ જોવા મળે
છે. બેંકમાં નાણા ભરવા, ઉપાડવા, પેન્શનરો તથા પગારદારો માટેનું
માત્ર એકજ કાઉન્ટર હોવાના કારણે નાગરીકોને ભારે હાલાકી વેઠવી પડે
છે. લાંબી લાઈનોમાં ઉભા રહીને થાકી-કંટાળી જતા નાગરીકોની સુવિધા
તથા સરળતા માટે કાઉન્ટર વધારવામાં આવે તે જરૂરી છે. બેંક વધારે
ગ્હકો ધરાવતી હોવાના કારણે આ અગવડતાઓનો સામનો કરવો પડે
છે. લાંબી લાઈનો હોવાથી પોતાનો કંિમતી સમય તથા નાણાનો બગાડ થતો
હોવાથી નાગરીકો પરેશાન છે. આ અંગે વિશાળ સંખ્યામાં નાગરીકોએ બેંક
સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો કરી હોવા છતા જરૂરી પગલા લેવાયા નથી.
ત્યારે આ અંગે નાગરીકોની રજુઆતો પર ઘ્યાન આપીને સત્વરે ઘટતું થાય
તેમ સોૈ ઈચ્છી રહ્યા છે.
|