home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગુજરાતની જનતાને સ્વાવલંબી બનાવવા માટે
વ્યક્તિદીઠ એક હજાર ક્યુબીક મીટર પાણી તો મળવું જોઈએ

ગાંધીનગર,

‘ગુજરાતની જનતાએ સ્વાવલંબી બનવું હશે તો પ્રતિ વ્યક્તિને પ્રતિ વર્ષ એક હજાર ક્યુબીક મીટર પાણી આપવું પડશે.’ આ મતલબનું વિધાન કરતા વોટર મેનેજમેન્ટ ફોરમના ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલે કહ્યું હતું કે સમગ્ર દેશમાં પાણીની માથાદીઠ પ્રાપ્તીમાં ગુજરાતનો ક્રમ ઘણો ઉતરતો રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિને પ્રતિ વર્ષ એક હજાર ક્યુબીક મીટર પાણી જોઈએ છે પરંતુ સરેરાશ ૫૦૦ ક્યુબીક મીટર પાણી મળે છે જે ખૂબ ઓછી માત્રા છે. આપણા ગુજરાતની આ એક કમનસીબી છે.

સંિઘુ અને સતલજના પાણી સરકારે મેળવવા જોઇએઃવિઠ્ઠલ પટેલ શબાના આઝમી નહીં મલ્લિકા શેરાવતનો જમાનો છેઃરાધેશ્યામ

તેમણે કહ્યું હતું કે ભારતના ઉત્તર-પૂર્વના ૩૮ ટકા વિસ્તારોમાં જળરાશી ૭૨ ટકા છે. જ્યારે બાકીના ૬૨ ટકા વિસ્તારમાં જળરાશી ૨૮ ટકા છે. આ પરિસ્થિતિમાં જળસંકટ હળવું કરવા મોટી નદીઓને જોડીને અછતવાળા વિસ્તારોમાં વધારાનું પાણી વહેવડાવવું પડશે.

ગુજરાતમાં એવી બહુ ઓછી નદીઓ છે કે જેનું પાણી બીજા વિસ્તારમાં લઇ જઇ શકાય. મહી અને નર્મદા તો રાજ્ય બહારથી આવે છે. જો તેના પાણી ન મળ્યાં હોત તો ગુજરાતમાં ગંભીર સમસ્યા સર્જાઇ હોત !! પંજાબની શતલજ અને પાકિસ્તાનની સંિઘુ નદીના પાણી ગુજરાતને મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસ કરવો જોઈએ.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગાંધીનગરમાં નર્મદા- તાપી સંગઠન, કેન્દ્રીય જળ આયોગ તેમજ અન્ય પર્યાવરણીય સંગઠનોના ઉપક્રમે જળસંચય અને નાગરિકોના અધિકારો બાબતે યોજાયેલા એક સેમિનાર પછી પત્રકારો સાથેની વાતચીતમાં જળ તજજ્ઞ અને સેન્ટ્રલ વોટર કમિશનના ભૂતપૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઇએ મોટા બંધોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય જળ આયોગના ચીફ એન્જીનિયર રાધેશ્યામ ગોયલે કહ્યું હતું કે ભારતમાં મોટા બંધો બાંધવાની યોજના અને નદીઓને જોડવાની ઝંૂબેશમાં જે વ્યક્તિ કે સંસ્થા વિરોધ કરે તો તે એન્ટીનેશનલ છે અને પાકિસ્તાન કે બાંગ્લાદેશનો સમર્થક છે. આવા લોકોને સરકારે સીધા જેલમાં મોકલવા જોઈએ.

નાના ચેકડેમો બાંધવાની જગ્યાએ મોટા બંધો બાંધવાની તરફેણ કરતા ગોયલ કહે છે કે જલબપુર, ચમોલી, ભરૂચ, લાતુર અને ઉત્તરકાશી ભયાનક ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે છતાં આ વિસ્તારમાં બાંધવામાં આવેલા મોટા બંધોને ભૂકંપના આંચકાની અસર થતી નથી જયારે ચેકડેમ તૂટી જાય છે.

ફિલ્મ હિરોઈનના ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે આજકાલ શબાના આઝમીનો જમાનો નથી. તે આઉટ ડેટ થઇ ગઇ છે. હવે લોકો મલ્લિકાને યાદ કરે છે. એટલે કે પરિસ્થિતિ પ્રમાણે પલટાવું જોઈએ. આજે ભારતના સૂકા પ્રદેશોને પાણીની જરૂર છે. અને તે નાના ચેકડેમો નહીં પણ મોટા બંધો આપી શકે છે. ઇન્ટર સ્ટેટ વોટર એ કોઈ એક રાજ્યનું જળ નથી, રાષ્ટ્રનું છે. પેટ્રોલ, કોલસો કે સોનું અમુક વિસ્તારોમાં નિકળે છે, બધે નિકળતું નથી છતાં વિશ્વના તમામ વિસ્તારો તેનો ઉપયોગ કરી શકે છે. પાણી માટે પણ એવું હોવું જોઈએ. એક વિસ્તારનું દરિયામાં વહી જતાં પાણીનો ઉપયોગ કરવો જોઇએ. રાજ્યો - રાજ્યો વચ્ચે પાણી વહેંચણીનો વિવાદ ન હોવો જોઈએ. સમુદ્રમાં ફેંકાતું પાણી અછતગ્રસ્ત વિસ્તારમાં લઇ જવું તેમાં જ ભલાઇ છે, કારણ કે પાણી વિકાસ પણ કરાવે છે અને વિનાશ પણ !!

Copyright   © Gujarat Samachar