home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

પાટણમાં મારૂતિ-મેટાડોરના અકસ્માત બાદ મારામારી

પાટણ,

પાટણ બગવાડા ફૂવારા પાસે અમદાવાદ મહેસાણા, ચાણસ્મા, ઊંઝા જવા માટે ગેરકાયદે જીપો, લકઝરીઓ અને અન્ય વાહનોનો જમેલો ખડકાયેલો હોય છે.

પાટણ પોલીસ સ્ટેશને સામ સામે નોંધાવેલી ફરિયાદ

અહીં સતત ટ્રાફીક અને ગેરકાયદે વાહનો ઉભા રહેવાને કારણે નાના મોટા અક્સ્માતો સર્જાતા હોય છે. સામે જ બગવાડા પોલીસ ચોકી હોવા છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. ગઇકાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ મારૂતી ગાડી અને મેટાડોર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મારુતીમાં બેઠેલ ત્રણ ઇસમોએ હોકી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવાની ફરિયાદ ઠાકોર સોમાજી રાયચંદજીએ નોંધાવી હતી. જયારે સામે પક્ષે ઇન્ડીકા કારને પાછળથી ટક્કર મારી રૂા.૧૫૦૦૦નું નુકસાન થતાં સિદ્ધહેમ સોસાયટીવાળા પટેલ અશ્વિન રમેશભાઇએ ઠાકોર સોમાજી રાયચંદજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે અહીં અમદાવાદની લકઝરીઓ અને જીપોમાં પેસેન્જરો ભરવા બાબતે છાશવારે મારમારી થતી જ હોય છે. અને પોલીસ હોવા છતાં અહીં કાયદો વ્યવસ્થા સચવાતી નથી.

Copyright   © Gujarat Samachar