ઊંઝાની ઐઠોર ચોકડી પાસે વિદેશી દારૂ ઝડપાયો
ઊંઝા,
ઊંઝામાં દારુની હેરાફેરીએ માઝા
મૂકી છે. સતત બીજા દિવસે જ પણ પોલીસ પેટ્રોલંિગ દરમ્યાન
ઐઠોર ચોકડી ઉપરથી રૂા.૪૦૦ની કંિમતની ૮ ઇંગ્લીશ દારુની બોટલો
પ્લાસ્ટીકના કોથળામાં મળી આવી હતી. ઇંગ્લીશ દારુની હેરાફેરી મોટાભાગે
રાજસ્થાનના સાંચોર તથા બાડમેર વિસ્તારમાંથી થાય છે. તેવી મળેલી બાતમીને
આધારે ઊંઝા પોલીસની એક ટીમ વઘુ તપાસ અર્થે રાજસ્થાન પહોંચી
છે.
દારૂની લે-વેચ કરતાં વિસનગરના
હોટલ માલિકની ધરપકડ
પ્રાપ્ત માહિતી મુજબ, ઊંઝાની ઐઠોર ચોકડી
ઉપર ગઇકાલે એક શખ્સ પ્લાસ્ટીકના થેલામાં રૂા.૨૫૦૦ની કંિમતના વિદેશી
દારુની ૮ બોટલ લઇને ઉભો હતો, તે દરમ્યાન પેટ્રોલીંગ કરવા
નીકળેલી પોલીસને જોતાં જ તે શખ્સ થેલો મુકીને નાસી છૂટ્યો હતો.
પોલીસે પ્લાસ્ટિકના થેલાનો કબજો લઇ કાર્યવાહી કરી હતી.
દરમ્યાન ગઇકાલે સાંચોર તથા બાડમેરથી
દારુની બોટલો લઇને આવતા ઝડપાયેલા બે મારવાડી શખ્સોને ઊંઝાની
કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપતાં પોલીસે તેઓની સઘન પૂછપરછ
કરી હતી. જેમાં તેઓએ સુટકેશમાં લાવેલી ૨૪બોટલો વિસનગર રોડ
ઉપર ગંજબજારની નજીકમાં હોટલ ચલાવનાર બાડમેરના જ મારવાડી પ્રજાપતિ નારાયણભાઇ
હેમાભાઇએ મંગાવી હોવાનો એકરાર રિમાન્ડ દરમ્યાન કર્યો હતો.
અને તેથી પોલીસે તરત જ તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી
દીધો હતો.