home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

નોકરીના બહાને શિષ્યે ગુરુને દોઢ લાખની ટોપી પહેરાવી

મહેસાણા,

ગુરૂ અને શિષ્યના સંબંધને સમાજમાં હંમેશા સન્માનની દ્રષ્ટિએ જોવાય છે. પ્રાચીનકાળમાં એકલવ્યે, ગુરુ દ્રોણે દિક્ષામાં માંગેલા જમણા હાથના અંગૂઠાને એક ઝાટકે વાઢીને આપી દીધો હોવાનો દાખલો આજે પણ ઘરડાઓ બાળકોને આપી ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ બતાવે છે. ત્યારે આજના ઘોર કળિયુગમાં ગુરૂને સન્માન આપવાનું તો બાજુમાં રહ્યું પરંતુ ગુરુને ઠગવામાંથી પણ શિષ્યો બાકાત રહેતા નથી. આવા જ એક ગુરુને ઠગવાનો મહેસાણા કોર્ટમાં નોંધાયેલો બનાવ જિલ્લાભરમાં ચર્ચાને એરણે ચડ્યો છે.

ઓ.એન.જી.સી.માં ગુરૂના પુત્રને નોકરી અપાવવા દોઢ લાખ લઇ સિદ્ધપુરનો વ્યક્તિ ગૂમ થઇ ગયો

મહેસાણા તાલુકાના મેઉના રિટાયર્ડ શિક્ષક અને હાલમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અમૂલકભાઇ ચેલાભાઇ ચૌધરી ૧૯૬૦થી ૬૭ના સમયમાં ખારા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તે દરમ્યાન જ ગામમાં જ કરિયાણાની દુકાન ચલાવતા ઇબ્રાહિમભાઇ મન્સુરી સાથે તેઓને ઘર જેવો સંબંધ બંધાતાં તેઓ અવાર નવાર એકબીજાને ઘરે આવતા-જતા હતા. તે સમયે જ ઇબ્રાહીમભાઇનો ભત્રિજો ભીખુભાઇ મહોમ્મદભાઇ મન્સુરી અમૂલકભાઇ ચૌધરીની શાળામાં ભણતો હોવાથી તેઓ તેને ઇબ્રાહિમભાઇના કારણે ઓખતા હતા. ત્યારબાદ અમૂલકભાઇ નોકરી પરથી રીટાયર્ડ થઇ પોતાના મૂળ વતન મેઉમાં રહી ખેતમજૂરી કરવા લાગ્યા હતા. પરંતુ ત્રણેક વર્ષ અગાઉ અમૂલકભાઇ ચૌધરીને ઘરે અચાનક આવી ચઢેલા ભીખુભાઇ મન્સુરીને રાત રોકાઇ અંકલેશ્વરમાં ઓ.એન.જી.સી.માં અધિકારીને ત્યાં નોકરી કરતો હોવાથી તે છોકરાઓને નોકરી જોઇતી હોય તો જણાવજો તેમ કહી પરત આવ્યો હતો. બાદમાં તે ડિસેમ્બર અને જાન્યુઆરી-૦૪માં પરત અમૂલકભાઇ ચૌધરીને ઘરે આવતાં રિટાયર્ડ શિક્ષક અમૂલકભાઇએ શિષ્ય એવા ભીખુભાઇને પોતાના પુત્ર દિલીપ અને ભત્રિજા અશોકને ઓ.એન.જી.સી.માં નોકરી અપાવવાની વાત કરતાં તેઓએ ભેગા મળી બે લાખમાં સોદો નક્કી કર્યો હતો. જે અંતર્ગત ભીખુભાઇ પોતાના ગુરુ એવા અમૂલકભાઇ પાસેથી એક વર્ષના સમયગાળા દરમ્યાન દોઢ લાખ જેટલી રકમ લઇ ગયા હતા. અને ૧૫ દિવસમાં જ ઓર્ડર આવી જશે તેવા બહાનાં કાઢતાં તેના બહાનાથી ગુરુ એવા અમુલકભાઇ ચૌધરી કંટાળી ગયા હતા. બાદમાં તેઓને પોતાનો શિષ્ય નોકરીના બહાને દોઢ લાખની ટોપી પહેરાવી ગયાનો અહેસાસ થતાં આખરે તેઓએ મહેસાણાના કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત એડિશનલ સિનિયર સિવિલ જજ એન.જી. પરમારે લાંઘણજ પોલીસને ૨૦૨ મુજબની ઇન્કવાયરીનો હુકમ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar